Banana Price: કેળાના ભાવમાં ભારે ઘટાડો, લઘુત્તમ ભાવ નક્કી કરવાની ઉઠી માગ

|

Oct 04, 2022 | 7:30 PM

કેળાની ખેતી કરતા ખેડૂતોને હવે બેવડી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોગને કારણે છોડનો વિકાસ અટકી જાય છે. આવી સ્થિતિમાં ખેડૂતો પાસે છોડને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવા સિવાય કોઈ વિકલ્પ નથી. આવી સ્થિતિમાં ભાવમાં ઘટાડો પણ ખેડૂતો માટે મોટા સંકટથી ઓછું નથી.

Banana Price: કેળાના ભાવમાં ભારે ઘટાડો, લઘુત્તમ ભાવ નક્કી કરવાની ઉઠી માગ
Banana Farming
Image Credit source: File Photo

Follow us on

મહારાષ્ટ્રમાં ખેડૂતો (Farmers)ની મુશ્કેલી વધી રહી છે. ક્યારેક ભારે વરસાદને કારણે પાકને નુકસાન થાય છે તો ક્યારેક બજારોમાં ઉપજના યોગ્ય ભાવ ન મળવાથી. એક તરફ ડુંગળીના ભાવ ઘટવાના કારણે ઉત્પાદકો સતત આંદોલન કરતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ કેળાના ભાવ (Banana Price)માં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નવરાત્રી પૂરી થવા જઈ રહી છે, ત્યારે ભાવમાં ઘટાડો થયો છે. જે કેળા 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી વેચાતા હતા તે હવે 1200 રૂપિયાથી ઘટીને માત્ર 600 રૂપિયા થઈ ગયા છે. હવે તેની લઘુત્તમ કિંમત નક્કી કરવાની માગ ઉઠી છે.

બીજી તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાં કેળાના છોડ પર સીએમવી રોગના કારણે બગીચાઓ બગડી રહ્યા છે. આ રીતે કેળાની ખેતી કરતા ખેડૂતોને હવે બેવડી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોગને કારણે છોડનો વિકાસ અટકી જાય છે. આવી સ્થિતિમાં ખેડૂતો પાસે છોડને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવા સિવાય કોઈ વિકલ્પ નથી. આવી સ્થિતિમાં ભાવમાં ઘટાડો પણ ખેડૂતો માટે સંકટથી ઓછું નથી.

શું કહે છે ખેડૂતો?

મહારાષ્ટ્ર કેળા ઉત્પાદક સંઘના પ્રમુખ કિરણ ચવ્હાણ કહે છે કે તહેવારને કારણે બજારોમાં કેળાની માગ છે. પરંતુ વેપારીઓ ખેડૂતો પાસેથી ઓછા ભાવે ખરીદી કરી રહ્યા છે. તેનાથી ખેડૂતોને નફો મળતો નથી, ખેડૂતોની મહેનતનું સાચું ફળ વેપારીઓ ઉઠાવી રહ્યા છે. આ વર્ષે કેળાના વિક્રમી ભાવ થોડા દિવસો માટે જોવા મળ્યા હતા, પરંતુ, તે કાયમી નથી. હવે ભાવ ઘટી ગયા છે. જેના કારણે નુકસાન થઈ રહ્યું છે. જ્યારે એવું બિલકુલ નથી કે કેળા લોકો માટે સસ્તા થઈ ગયા છે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

લઘુત્તમ ભાવ નક્કી કરવા માગ ઉઠી

TV9 ડિજિટલ સાથે વાત કરતી વખતે ચવ્હાણે કહ્યું કે હાલમાં ઘણા જિલ્લાઓમાં ચિપ્સ બનાવવા માટે સરેરાશ ગુણવત્તાના કેળાનો ઉપયોગ કરવામાં આવે છે. આવા કેળાની કિંમત 300 રૂપિયાથી લઈને 450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. પરંતુ નંબર વન ક્વોલિટીના કેળાનો ભાવ પણ માત્ર 600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી લઈને 1200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી જ મળી રહ્યો છે.

ગયા મહિને બનાના ગ્રોવર્સ એસોસિએશને મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળીને કેળાની લઘુત્તમ કિંમત 18.90 રૂપિયા પ્રતિ કિલો જાહેર કરવાની માંગ કરી હતી.જે બાદ મુખ્યમંત્રી તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. દશેરા બાદ મુખ્યમંત્રી ફરી બનાના સંઘને મળવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કેળા ઉત્પાદકોની માંગણીઓ પૂર્ણ થાય તેવી અપેક્ષા છે.

કયા બજારમાં કેટલા છે કેળાના ભાવ ?

  1. 3 ઓક્ટોબરે નાગપુરની મંડીમાં 30 ક્વિન્ટલ ભુસવાલી કેળાની આવક થઈ હતી. જેની લઘુત્તમ કિંમત 450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. મહત્તમ ભાવ 550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. સરેરાશ ભાવ 525 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.
  2. સોલાપુરમાં 150 ક્વિન્ટલની આવક થઈ હતી. જ્યાં લઘુત્તમ ભાવ 700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. જ્યારે મહત્તમ ભાવ રૂ.1051 અને સરેરાશ ભાવ રૂ.816 પ્રતિ ક્વિન્ટલ રહ્યા હતા.
  3. જલગાંવમાં ભુસવાલી કેળાની લઘુત્તમ કિંમત 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. જ્યારે મહત્તમ ભાવ રૂ.5000 પ્રતિ ક્વિન્ટલ હતો. સરેરાશ ભાવ 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. બહુ ઓછા લોકોને મહત્તમ કિંમત મળે છે.
  4. અમરાવતીમાં 30 ક્વિન્ટલ કેળાનું આગમન. જ્યાં તેની લઘુત્તમ કિંમત 600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. મહત્તમ ભાવ રૂ. 800 પ્રતિ ક્વિન્ટલ હતો જ્યારે સરેરાશ ભાવ રૂ. 700 પ્રતિ ક્વિન્ટલ હતો.
Next Article