Success Story: લો બોલો જમીનની નીચે નહીં પણ હવામાં બટાકાની ખેતી ! સુરતના આ વ્યક્તિએ કરી કમાલ

|

Apr 12, 2022 | 1:21 PM

Potato Farming: બટાટા ખેતર(Potato Cultivation)માં જમીનની અંદર ઉગાડવામાં આવે છે, પરંતુ સુરતમાં એક વ્યક્તિએ અજાયબી કરી બતાવી છે. વાસ્તવમાં આ વ્યક્તિ પોતાના ઘરની છત પર કિચન ગાર્ડનમાં જ્યાં માટી નથી ત્યાં બટાકા ઉગાડી રહ્યા છે.

Success Story: લો બોલો જમીનની નીચે નહીં પણ હવામાં બટાકાની ખેતી ! સુરતના આ વ્યક્તિએ કરી કમાલ
Potato Farming (Social Media)

Follow us on

બટાટા (Potato Cultivation)ને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે કારણ કે તેના વિના રસોડામાં બનેલી દરેક શાક અધૂરી છે. દેશી હોય કે વિદેશી દરેક ઋતુમાં ઉપલબ્ધ બટાકા ભોજન બનાવવામાં ઉપયોગી છે. બટાટા ખેતર(Potato Farming)માં જમીનની અંદર ઉગાડવામાં આવે છે, પરંતુ સુરતમાં એક વ્યક્તિએ અજાયબી કરી બતાવી છે. વાસ્તવમાં આ વ્યક્તિ પોતાના ઘરની છત પર કિચન ગાર્ડનમાં જ્યાં માટી નથી ત્યાં બટાકા ઉગાડી રહ્યા છે.

આજના સમયમાં કેમિકલની મદદથી ઉગાડેલા શાકભાજી જ બજારમાંથી ખરીદીને આપણે ખાઈએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે કેમિકલયુક્ત શાકભાજી ખાવાથી ઘણું નુકસાન થાય છે, પરંતુ તેમ છતાં તે શાકભાજી ખરીદવી અને ખાવી એ માનવીની મજબૂરી છે. કેમિકલયુક્ત શાકભાજીના યુગમાં ઓર્ગેનિક શાકભાજી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા સુભાષ વ્યવસાયે એન્જિનિયર છે, પરંતુ તે પોતાના ઘરના ટેરેસ ગાર્ડનમાં ખેતી કરે છે.

તેમના પરિવારને ઘરે બેઠા જ વિવિધ પ્રકારના ઓર્ગેનિક શાકભાજી મળે એટલા માટે સુભાષે તેમના ઘરની છત પર શાકભાજીની ખેતી કરવાનું શરૂ કર્યું છે. પરંતુ આ બધા શાકભાજીની વચ્ચે સુભાષભાઈએ પોતાના ઘરની ખેતીમાં બટાટા જમીનની નીચે નહીં, પરંતુ હવામાં ઉગાડ્યા છે. આ એક જંગલી ફળ છે, જે જમીનની નીચેની જમીનમાં ઉગાડવામાં આવતા બટાટા જેવું દેખાય છે, પરંતુ તેનો સ્વાદ અને દેખાવ બિલકુલ બટાકા જેવો છે અને તે જમીનની માટીમાં નહીં પણ વેલા પર ઉગે છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

ફરવાના શોખીન સુભાષ એક વખત સૌરાષ્ટ્રના ગીરના જંગલોમાં ફરવા ગયા હતા, ત્યારે ત્યાંથી હવાઈ બટાકાના બીજ લઈ આવ્યા હતા. સામાન્ય રીતે, આ હવાઈ બટાકા પહાડી રાજ્યોના જંગલોમાં પોતાની મેળે ઉગે છે. આ હવાઈ બટાટાનું બોટનિકલ નામ ડાયોસ્કોરિયા બલ્બીફેરા છે. ઘરની છત પર બનેલા ખેતરમાં અલગ-અલગ પ્રકારના ઓર્ગેનિક શાકભાજી અને ખાસ કરીને તેમાં બનેલા આ હવાઈ બટેટાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે અને તેની માગ પણ વધી રહી છે.

જંગલમાં, આ હવાઇ બટાકા રસાયણો અથવા ખાતરોના ઉપયોગ વિના ઉગે છે, તેમજ તેમને વધુ પાણીની જરૂર નથી. તેનો વેલો વર્ષમાં ઘણી વખત ફળ આપે છે. સુરત શહેરમાં રહેતા સુભાષ શહેરમાં જંગલી બટાકા ઉગાડીને ચર્ચામાં છે.

આ પણ વાંચો: PACSને પારદર્શક બનાવવાનો પ્રયાસ કરી રહી છે કેન્દ્ર સરકાર, કોમ્પ્યુટરાઇઝેશન પાછળ ખર્ચાશે 350 કરોડ રૂપિયા

આ પણ વાંચો: Goat Farming: 2.5 લાખ રૂપિયાની રકમથી શરૂ કરો બકરી પાલન, NABARD આપે છે આ સુવિધા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 1:21 pm, Tue, 12 April 22

Next Article