Success Story: પોલી હાઉસમાં શાકભાજીની ખેતી કરી લખી સફળતાની કહાની, ખેડૂતો માટે બન્યા પ્રેરણા સ્ત્રોત

|

Feb 12, 2022 | 4:33 PM

એક પ્રગતિશીલ ખેડૂત પોલી હાઉસમાં શાકભાજીની ખેતી કરીને જબરદસ્ત કમાણી કરી રહ્યા છે અને આસપાસના ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે.

Success Story: પોલી હાઉસમાં શાકભાજીની ખેતી કરી લખી સફળતાની કહાની, ખેડૂતો માટે બન્યા પ્રેરણા સ્ત્રોત
Poly House (File Photo)

Follow us on

આજના સમયમાં ખેડૂતો (Farmers) પોલી હાઉસ (Poly House)માં શાકભાજીની ખેતી (Vegetable Farming) કરીને વર્ષભર ઉત્પાદન લેતા હોય છે. આ જ કારણ છે કે સિઝનના અંત પછી પણ ભાવ સારા મળે છે. કૃષિ તજજ્ઞોના મતે પોલી હાઉસમાં શાકભાજીનું ઉત્પાદન ખુલ્લી ખેતી કરતા 3 થી 4 ગણું વધારે થાય છે. જેથી ખેડૂતોને લાભ મળી રહ્યો છે. આજે પંજાબના એક પ્રગતિશીલ ખેડૂત મેહરબાન સિંહ પોલી હાઉસમાં શાકભાજીની ખેતી કરીને જબરદસ્ત કમાણી કરી રહ્યા છે અને આસપાસના ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. મહેરબાન સિંહ પંજાબના પટિયાલા જિલ્લાના રહેવાસી છે. પિતાના અવસાન બાદ ઘરની જવાબદારી તેમના પર આવી ત્યારે તેમણે પહેલા પંજાબ કૃષિ યુનિવર્સિટીમાંથી ત્રણ મહિનાની તાલીમ લીધી અને 2002થી ખેતીમાં જોડાયા. આજે મહેરબાન સિંહે પરંપરાગત ખેતીને આધુનિક ખેતીમાં પરિવર્તિત કરી છે. તેઓ નેટ અને પોલી હાઉસમાં સુરક્ષિત ખેતી કરી રહ્યા છે.

5 એકરમાં પોલી હાઉસ બનાવી કરે છે ખેતી

શરૂઆતમાં મહેરબાન સિંહે વાંસમાંથી પોલી હાઉસ બનાવ્યું હતું. આમાં તેમણે કેપ્સિકમ, દુધી અને ટામેટાની ખેતી શરૂ કરી. જ્યારે ઉત્પાદન વધ્યું અને કમાણી થઈ, તો તેમણે એક એકરમાં પોલી હાઉસ બનાવીને ખેતી શરૂ કરી. હાલમાં તેઓ 30 એકરમાંથી 5 એકરમાં પોલી હાઉસમાં ખેતી કરે છે. પાકને ઊંચા તાપમાનથી બચાવવા માટે, તેઓ ટપક સિંચાઈ તેમજ સ્પ્રિંકલ સિંચાઈ કરે છે. આનાથી 70 ટકા સુધી પાણીની બચત થાય છે.

આ સાથે મહેરબાન સિંહે માટી વગરની નર્સરી પણ વિકસાવી છે. જેમાં પોલી હાઉસમાં જ ટ્રેમાં છોડ ઉગાડવામાં આવે છે. તેઓ ખેતીમાં વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરે છે. ટામેટામાંથી ઉપજ લીધા પછી, તેઓ કારેલાના વેલાને વધારવા માટે છોડનો ઉપયોગ કરે છે. તેઓ તેમના પ્રયોગો દ્વારા ખેડૂતોને ખેતીમાં નવો માર્ગ બતાવી રહ્યા છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

આસાપાસના વિસ્તારના ખેડૂતો પણ અવનવા પ્રયોગો કરી રહ્યા છે

મહેરબાન સિંહ પોલી હાઉસમાં ખેતીને ખૂબ જ ફાયદાકારક માને છે. તેઓ કહે છે કે પોલી હાઉસમાંથી મેળવેલ ઉત્પાદનની ગુણવત્તા ખુલ્લા ખેતરમાંથી મેળવેલા ઉત્પાદન કરતાં વધુ સારી છે. જેના કારણે ઉત્પાદનના ભાવ પણ વધુ છે.

મહેરબાન સિંહે કેટલાક ખેડૂતો સાથે સ્વ-સહાય જૂથ પણ બનાવ્યું છે. તેમાં સંકળાયેલા ખેડૂતો આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. ઉપજ આવ્યા પછી, ભાવની ચર્ચા કરીને, તેઓ તેને બજારમાં લઈ જાય છે. કૃષિ ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને ઘણા પુરસ્કારો મળ્યા છે. તેમને જોઈને વિસ્તારના ખેડૂતો પરંપરાગત ખેતી સિવાય અવનવા પ્રયોગો કરી રહ્યા છે અને તેમને સફળતા મળી રહી છે.

 

આ પણ વાંચો: Dry Farming: સૂકી ખેતી શું છે? જાણો આ ખેતીમાં વાવણી અને સુધારેલી જાતો વિશે

આ પણ વાંચો: Technology: ઈન્ટરનેટ અને Paytm એપ ઓપન કર્યા વગર પણ કરી શકાય છે પેમેન્ટ, જાણો શું છે પ્રોસેસ

Next Article