Success Story: ખેતી માટે પહાડ ચીરીને પાણી કાઢ્યું આ ‘જળ યોદ્ધા’એ, પદ્મશ્રી પુરસ્કાર 2022થી કરાયા છે સન્માનિત

|

Feb 05, 2022 | 4:19 PM

કર્ણાટકના દક્ષિણ કન્નડના અદ્યાનાડકા ગામના ખેડૂત અમાઈ મહાલિંગા નાઈકને વેરાન ઢાળવાળી ટેકરીને ફળદ્રુપ ખેતરમાં રૂપાંતરિત કરવા બદલ પદ્મશ્રી પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો છે. એકલા નાઈકે પોતાના ખેતરમાં પાણી લાવવા માટે 6 ટનલ ખોદી.

Success Story: ખેતી માટે પહાડ ચીરીને પાણી કાઢ્યું આ જળ યોદ્ધાએ, પદ્મશ્રી પુરસ્કાર 2022થી કરાયા છે સન્માનિત
Mahalinga Naik (Photo: Twitter)

Follow us on

માનવીની ઈચ્છા શક્તિ દરેક અસંભવ કાર્યને શક્ય બનાવી શકે છે, તેનું જીવંત ઉદાહરણ કર્ણાટકના અદ્યાનાડકા ગામના રહેવાસી મહાલિંગા નાઈક (Mahalinga Naik) છે. કર્ણાટકના દક્ષિણ કન્નડના અદ્યાનાડકા ગામના ખેડૂત (Farmer)અમાઈ મહાલિંગા નાઈકને બંજર જમીન અને ડુંગરાળ વિસ્તારને સિંચાઈ કરવા અને તેને ફળદ્રુપ ખેતરમાં ફેરવવા બદલ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર 2022 (Padma Shri Award) એનાયત કરવામાં આવ્યો છે.

વાસ્તવમાં, નવીન શૂન્ય-ઊર્જા સૂક્ષ્મ-સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને, નાઈકે બંજર જમીનને ફળદ્રુપ જમીનમાં ફેરવી છે, જેમાં સોપારીના ઝાડ, નાળિયેરનાં વૃક્ષો, કાજુનાં વૃક્ષો, કેળાનાં છોડનો સમાવેશ થાય છે. અમાઈ મહાલિંગ નાઈકે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, “હું 22 વર્ષની ઉંમરે મકાનમાલિકના ઘરમાં કામ કરતો હતો. તેમાંથી એકે મને ઢાળવાળી ટેકરી પર ઉજ્જડ જમીનનો ટુકડો આપ્યો.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

પાણીનો કોઈ સ્ત્રોત નહોતો. મારી પાસે સિંચાઈ કે બોરવેલ ખોદવા માટે પૈસા નહોતા. તેથી મેં ભૂગર્ભજળ સુધી પહોંચવા માટે સખત ખડકોમાં એક ટનલ ખોદવાનું શરૂ કર્યું.” લોકોએ કહ્યું ‘પાગલ’ છે પરંતુ તેઓએ પોતાના ખેતરમાં પાણી લાવવા માટે 6 ટનલ ખોદી. તેમણે તેની આસપાસની ટેકરીઓમાં એકલાએ 300 અંતઃસ્ત્રાવી ખાઈઓ બનાવી.

ANIને પોતાની સ્ટોરી શેર કરતા નાઈકે જણાવ્યું કે તે પહેલા 5 પ્રયાસોમાં નિષ્ફળ ગયા હતા, લોકોએ તેમને પાગલ કહ્યા અને 4 વર્ષ વેડફ્યા પછી તેમની પાસે બીજું કોઈ કામ નહોતું. પરંતુ નિષ્ફળતા નાઈકને નિરાશ ન કરી શકી અને લગભગ 30 ફૂટ ઊંડી છઠ્ઠી ટનલ ખોદ્યા પછી, તેમને તેમના ખેતર માટે પાણીનો સ્ત્રોત મળ્યો.

આપને જણાવી દઈએ કે મહાલિંગના વ્યક્તિત્વનું વર્ણન કરતા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, “જીવન શું છે, સિદ્ધિ શું છે.” તેમણે નાઈકને ‘જળ યોદ્ધા’ ગણાવ્યા છે.

આ પણ વાંચો: Gram Suraksha Yojana: ખેડૂતો પણ લઈ શકે છે આ યોજનાનો લાભ, દરરોજ જમા કરો 50 રૂપિયા મળશે 35 લાખ

આ પણ વાંચો: કૃષિ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં આગળ આવી રહ્યા છે યુવાનો, ડ્રેગન ફ્રૂટ અને સ્ટ્રોબેરીની કરી રહ્યા છે ખેતી

Next Article