કોરોના અને વરસાદના કારણે પ્રભાવિત થયો સ્ટ્રોબેરીનો પાક, હવે ખેડૂતો આ પાક પર અજમાવી રહ્યા છે નસીબ

|

Dec 26, 2021 | 8:17 AM

છેલ્લા 2-3 વર્ષથી કમોસમી વરસાદ અને ઠંડા વાતાવરણને કારણે સ્ટ્રોબેરીની ખેતીને માઠી અસર થઈ છે. ખેડૂતો આ પાકની ખેતીમાં ઘણું રોકાણ કરે છે. ગયા વર્ષે કોરોના મહામારીને કારણે સ્ટ્રોબેરીની માગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

કોરોના અને વરસાદના કારણે પ્રભાવિત થયો સ્ટ્રોબેરીનો પાક, હવે ખેડૂતો આ પાક પર અજમાવી રહ્યા છે નસીબ
Strawberry Farming (File Photo)

Follow us on

મહારાષ્ટ્રમાં કેટલાક ખેડૂતો (Farmers) મોટા પાયે સ્ટ્રોબેરીની ખેતી (Strawberry farming) કરતા હતા. જો કે, તાજેતરના બે-ત્રણ વર્ષોમાં, કોરોના મહામારી અને કમોસમી વરસાદે તેને ખરાબ રીતે અસર કરી છે. આ મોંઘા ખર્ચના પાકની ખેતીમાં નુકસાન સહન કર્યા પછી, ખેડૂતો હવે ફરીથી સ્ટ્રોબેરી (Strawberry) જેવા અન્ય બેરીની ખેતીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

મહાબળેશ્વરના ખેડૂતોના સંગઠને હવે બ્લુબેરી(Blueberry), બ્લેકબેરી (Blackberry), બુશબેરી (Bushberry)અને રાસબેરી (Raspberry) જેવી બેરીની અન્ય જાતોની ખેતી કરવાનું શરૂ કર્યું છે. 3000 સભ્યોના સ્ટ્રોબેરી ગ્રોવર્સ એસોસિએશન (SGA) ના પ્રમુખ બાબાસાહેબ ભીલારે અનુસાર તેઓ સ્ટ્રોબેરી તેમજ અન્ય પ્રકારની બેરીની ખેતી કરવાની યોજના બનાવી રહ્યા છીએ.

સપ્ટેમ્બરમાં વરસાદથી સ્ટ્રોબેરીનો પાક નાશ પામ્યો

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

તેમણે કહ્યું કે છેલ્લા 2-3 વર્ષથી કમોસમી વરસાદ અને ઠંડા વાતાવરણને કારણે સ્ટ્રોબેરીની ખેતીને માઠી અસર થઈ છે. ખેડૂતો આ પાકની ખેતીમાં ઘણું રોકાણ કરે છે. ગયા વર્ષે કોરોના મહામારીને કારણે સ્ટ્રોબેરીની માગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભીલારેએ કહ્યું કે આ વર્ષે સપ્ટેમ્બરમાં વરસાદમાં 90 ટકાથી વધુ સ્ટ્રોબેરીનો પાક બરબાદ થઈ ગયો છે. આ કારણોસર, ખેડૂતો હવે બેરી માટે અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે એક એકરમાં સ્ટ્રોબેરીની ખેતી કરવા માટે સરેરાશ 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. મહાબળેશ્વરમાં દર વર્ષે સરેરાશ 3000 હેક્ટરમાં સ્ટ્રોબેરીની ખેતી થાય છે. તેમણે કહ્યું કે ખેડૂતો પ્રારંભિક તબક્કામાં સ્ટ્રોબેરીના વિકલ્પ તરીકે અન્ય બેરીની નાના પાયે ખેતી શરૂ કરી રહ્યા છે. કેટલાક ખેડૂતોએ પ્રયોગ તરીકે 100 કે તેથી વધુ રોપા વાવ્યા છે. ભીલારે કહે છે કે મહાબળેશ્વરની જમીન અને આબોહવા બેરીની ખેતી માટે સંપૂર્ણપણે યોગ્ય છે.

અન્ય બેરીની ખેતીમાં સ્ટ્રોબેરી કરતાં વધુ કમાણી કરવાની તકો

સ્ટ્રોબેરીની ખેતી કરતા ગણપત પાત્રા કહે છે કે તેમણે આ વર્ષે ટ્રાયલ ધોરણે રાસબેરી અને બ્લૂબેરીની ખેતી શરૂ કરી છે. તેઓ કહે છે કે સ્ટ્રોબેરીના છોડ ઇટાલી અને અમેરિકાથી આયાત કરવા પડે છે અને દર વર્ષે અમારે ફરીથી વાવણી કરવી પડે છે જ્યારે બ્લુબેરીના છોડને એક વાર વાવેતર કરવામાં આવે તો ઘણા વર્ષો સુધી ફળ મળે છે.

ગણપત પાત્રેએ જણાવ્યું હતું કે બ્લૂબેરીની બજાર કિંમત રૂ. 1000 પ્રતિ કિલો છે, જ્યારે સ્ટ્રોબેરીનું ઉત્પાદન સારું થાય તો તે માત્ર રૂ. 70 થી 80 પ્રતિ કિલો વેચાય છે. આ વખતે તેઓએ 10 એકરમાં બુશ બેરીની ખેતી કરી છે અને બ્લુ બેરીના 200 રોપા વાવ્યા છે. તેમનું કહેવું છે કે સ્ટ્રોબેરીની સરખામણીમાં આ ફળોની ખેતીમાં કમાણી કરવાની વધુ તકો છે.

 

આ પણ વાંચો: Viral: જંગલી સુંવરે કરી ગેંડાને સળી ! મુવીની જેમ એક્સન સીન થતાં સુંવરની હાલત થઈ ખરાબ

આ પણ વાંચો: Viral: બાસ્કેટ લઈ શાકભાજી લેવા નીકળ્યો કૂતરો, તેની સમજદારી જોઈ લોકો આશ્ચર્યમાં પડ્યા !

Next Article