AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: બાસ્કેટ લઈ શાકભાજી લેવા નીકળ્યો કૂતરો, તેની સમજદારી જોઈ લોકો આશ્ચર્યમાં પડ્યા !

હાલ એક સમજદાર કૂતરાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૂતરો શાકભાજી ખરીદતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

Viral: બાસ્કેટ લઈ શાકભાજી લેવા નીકળ્યો કૂતરો, તેની સમજદારી જોઈ લોકો આશ્ચર્યમાં પડ્યા !
Dog Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 6:48 AM
Share

કૂતરાઓને માણસનો શ્રેષ્ઠ મિત્ર માનવામાં આવે છે, તેનું કારણ એ છે કે તેઓ હંમેશા પોતાની જાતને વફાદાર રહે છે અને જ્યારે સમય આવે છે, ત્યારે તેઓ પોતાનો જીવ પણ અર્પણ કરતા ખચકાતા નથી. ઘણી વખત તેમનું ટેલેન્ટ જોઈને માણસોની આંખો ફાટી રહેતી હોય છે. આવો જ એક અદ્ભુત વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Cute Viral Videos) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ કહેશો કે હવે તો કૂતરો પણ આત્મનિર્ભર થઈ ગયો છે.

અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે કોઈ વ્યક્તિ જે રીતે શાકભાજી ખરીદે છે તેવી જ રીતે કૂતરો પણ શાકભાજી ખરીદે છે. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media)ના અલગ-અલગ પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ (Viral Videos)થઈ રહ્યો છે. જે અત્યાર સુધી હજારો વખત જોવામાં આવી ચુક્યો છે. આ સાથે લાઈક્સની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. બજારમાં એક કૂતરાને ફળો અને શાકભાજી ખરીદતા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વાયરલ (Dog Viral Videos)થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો શાકભાજી લેવા માટે બજારમાં ગયો હતો જ્યાં તે એક શાકભાજી વેચનાર પાસે ગયો હતો, પછી તેણે તેના પગથી એક શાક પર પગ મૂક્યો હતો અને પછી દુકાનદારે તેમાં રાખેલા પૈસા બહાર કાઢ્યા હતા. લાલ રંગના બોક્સમાં દુકાનદારે શાકભાજી નાખ્યું. ત્યારબાદ કૂતરો બોક્સ ઉપાડે છે અને જતો રહે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે તે કોઈપણ સમસ્યા વિના કૂતરો ખરીદી કરીને ઘર તરફ પરત ફરે છે. વીડિયો જોયા પછી તમને પણ તેની ડહાપણની ખાતરી થઈ જશે.

View this post on Instagram

A post shared by | | (@naughtyworld_)

કૂતરાની આ સમજ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ જ કારણ છે કે ઘણા લોકોએ આ વીડિયો (Dog Funny Viral Videos) પર ફની કોમેન્ટ્સ કરી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આ પહેલીવાર છે જ્યારે તેણે કૂતરાને શાકભાજી ખરીદતો જોયો છે. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું છે કે કૂતરા અને તેના માલિકને સલામ છે. અન્ય એક યૂઝરે લખ્યું, ‘કેવા દિવસ આવી ગયા છે માણસ કેટલો લાલચુ થઈ ગયો છે.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ કરી છે.

ડોગ શોપિંગનો આ ફની વીડિયો naughtyworld નામના એકાઉન્ટથી ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરવામાં આવ્યો છે, જેને સમાચાર લખતા સમયે એક લાખથી વધુ લાઈક્સ છે. લોકો આ વીડિયો જોઈને એટલા પ્રભાવિત થઈ ગયા છે કે તેઓ કૂતરાનાં ટેલેન્ટની માત્ર કોમેન્ટ્સ અને વખાણ જ નથી કરી રહ્યાં, પરંતુ આ વીડિયોને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરી રહ્યાં છે. મોટાભાગના લોકોનું કહેવું છે કે આ રીતે ખરીદી કરતા કૂતરાને પહેલીવાર જોયો છે.

આ પણ વાંચો: Lord Suryanarayan : રવિવારે કરેલી સૂર્યદેવની ઉપાસના જીવનમાં લાવશે સફળતા

આ પણ વાંચો: Lord Sun : જો આજે કરશો આ ઉપાય તો અચૂક પ્રસન્ન થશે સૂર્યદેવ !

Follow Us
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
g clip-path="url(#clip0_868_265)">