ચોખાના નિકાસકારોને રાહત, કેન્દ્રએ નિયંત્રણોને લઈને ભર્યું આ મોટું પગલું

|

Nov 01, 2022 | 6:22 PM

8 સપ્ટેમ્બરના રોજ સરકારે બ્રોકન ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાંત, વિવિધ ગ્રેડની નિકાસ પર 20% ડ્યુટી લાદવામાં આવી હતી, જેથી સ્થાનિક પુરવઠો વધારવા અને છૂટક કિંમતોને નિયંત્રિત કરી શકાય.

ચોખાના નિકાસકારોને રાહત, કેન્દ્રએ નિયંત્રણોને લઈને ભર્યું આ મોટું પગલું
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

કેન્દ્ર સરકારે સફેદ અને બ્રાઉન ચોખાની નિકાસને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે તે 9 સપ્ટેમ્બર પહેલા જાહેર કરાયેલા લેટર્સ ઓફ ક્રેડિટ દ્વારા સમર્થિત સફેદ અને બ્રાઉન રાઇસના કાર્ગોને મંજૂરી આપશે. સાથે જ સરકારના આ નિર્ણયથી નિકાસકારોને તાત્કાલિક રાહત મળી છે. હકીકતમાં, 8 સપ્ટેમ્બરના રોજ સરકારે બ્રોકન ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાંત, વિવિધ ગ્રેડની નિકાસ પર 20% ડ્યુટી લાદવામાં આવી હતી, જેથી સ્થાનિક પુરવઠો વધારવા અને છૂટક કિંમતોને નિયંત્રિત કરી શકાય.

આ વર્ષે ઘણા રાજ્યોમાં મોનસુનનું આગમન મોડું થયું હતું. ઉપરાંત, ઘણા રાજ્યોમાં સરેરાશથી ઓછા વરસાદને કારણે ડાંગરના વાવેતરમાં પણ ઘટાડો થયો હતો. આવી સ્થિતિમાં 8 સપ્ટેમ્બરે સરકારે બ્રોકન ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ખાસ વાત એ છે કે સરકારના આ પગલાને કારણે લગભગ 10 લાખ ટન ચોખા બંદરો પર અટવાઈ પડ્યા હતા અથવા જે સરકારની જાહેરાત પહેલા વિદેશ જવાના હતા.

નેપાળને 6,00,000 ટન ચોખાની નિકાસ કરવાની મંજૂરી આપશે

રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ બીવી કૃષ્ણા રાવે કહ્યું કે આ એક મોટી રાહત છે, જેની અમે છેલ્લા કેટલાક અઠવાડિયાથી માગ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે 9 સપ્ટેમ્બરથી ભારતીય સફેદ ચોખાના નિકાસ મૂલ્યમાં 12%નો વધારો થયો છે. ત્યારે સરકારે સોમવારે મોડી રાત્રે જાહેર કરેલી તેની નોટિસમાં એમ પણ કહ્યું હતું કે તે નેપાળને 6,00,000 ટન અનપોલિશ્ડ ચોખાની નિકાસ કરવાની મંજૂરી આપશે, જે પરંપરાગત રીતે તેની ખાદ્યાન્ન જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારત પર નિર્ભર છે. વૈશ્વિક ચોખાના શિપમેન્ટમાં ભારતનો હિસ્સો 40% છે. ભારત ચોખામાં થાઈલેન્ડ, વિયેતનામ, પાકિસ્તાન અને મ્યાનમાર સાથે સ્પર્ધા કરે છે. ત્યારે નવી દિલ્હીએ ગયા મહિને 397,267 ટન તૂટેલા ચોખાની નિકાસને મંજૂરી આપી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બ્રોકન રાઇસનો હિસ્સો 22.78 ટકા

આપને જણાવી દઈએ કે ભારતમાંથી નિકાસ કરવામાં આવતા આખા ચોખામાં ટુકડાઓનો મોટો હિસ્સો સામેલ છે. 2022માં કુલ 93.53 લાખ મેટ્રિક ટન ચોખાની નિકાસ કરવામાં આવી છે, જેમાં બ્રોકન ચોખાનો હિસ્સો 21.31 લાખ મેટ્રિક ટન છે. આ મુજબ ભારતમાંથી કુલ ચોખાની નિકાસમાં બ્રોકન ચોખાનો હિસ્સો 22.78 ટકા છે.

Next Article