Red chili Price: ખેડૂતોને મળી રાહત, લાલ મરચાનો મળી રહ્યો છે રેકોર્ડ ભાવ

|

Nov 20, 2022 | 8:17 PM

મુંબઈ સહિત અનેક મંડીઓના બજારમાં લાલ મરચાની ભારે માગ છે. હાલમાં ઘણી મંડીઓમાં લાલ મરચાનો ભાવ 12000 રૂપિયાથી 20000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી મળી રહ્યો છે.

Red chili Price: ખેડૂતોને મળી રાહત, લાલ મરચાનો મળી રહ્યો છે રેકોર્ડ ભાવ
Red Chili
Image Credit source: File Photo

Follow us on

હાલ મહારાષ્ટ્રમાં મરચાની ખેતી કરતા ખેડૂતોને રાહત મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. અહીંના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને લાલ મરચાના સારા ભાવ મળી રહ્યા છે. દિવાળીથી બજારોમાં મરચાની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે મરચાના ભાવ બમણા થઈ ગયા છે. ડોમ્બિવલી, મુંબઈ સહિત અનેક મંડીઓના બજારમાં લાલ મરચાની ભારે માગ છે. હાલમાં ઘણી મંડીઓમાં લાલ મરચાનો ભાવ 12000 રૂપિયાથી 20000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી મળી રહ્યો છે. પાછોતરા વરસાદને કારણે લાલ મરચાના ઉત્પાદન પર અસર પડી છે અને તેના કારણે આ વર્ષે મરચાના ભાવમાં વધારો થયો છે.

શાકભાજી અને ફળોની સાથે-સાથે મરચાંના ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો થયો છે અને લાલ મરચાં ખૂબ મોંઘા થયા છે. મરચાંની માગમાં વધારો અને ઓછા પુરવઠાને કારણે મરચાંના ભાવમાં તેજી જોવા મળી રહી છે. જાણકારોનું કહેવું છે કે લાલ મરચાના ભાવ આગામી સમયમાં વધુ વધી શકે છે. થોડા દિવસો પહેલા પડેલા કમોસમી ભારે વરસાદને કારણે મરચાના પાકને ઘણું નુકસાન થયું છે અને નવો પાક લેવાનો સમય હોવાથી મરચાના ભાવમાં વધારો થવાની શક્યતા છે.

આ રાજ્યોમાં થાય છે વધુ ઉત્પાદન

સામાન્ય રીતે મરચાંની નવી સિઝન માર્ચથી મે સુધી ત્રણ મહિનાની હોય છે. આ પૈકી મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં મરચાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. પરંતુ આ વર્ષે મહારાષ્ટ્રમાં લાંબા વરસાદને કારણે પાકને ઘણું નુકસાન થયું છે. ઓક્ટોબરમાં કમોસમી ભારે વરસાદને કારણે મરચાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

લાલ મરચાની આ જાત પણ થઈ મોંઘી

હાલમાં બજારોમાં લાલ મરચાની સારી વેરાયટી બેડગી મરચાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં બેડગી મરચાનો મહત્તમ ભાવ 47 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. બે મહિના પહેલા આ મરચાની કિંમત 30,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. તેથી છૂટક બજારમાં 550 થી 600 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મરચાં વેચાઈ રહ્યાં છે. સારી ગુણવત્તાના મરચાનો જૂનો સ્ટોક પૂરો થઈ ગયો છે. બીજી કેટેગરીના મરચા ઓછા જથ્થામાં ઉપલબ્ધ છે. વિક્રેતાઓનું કહેવું છે કે તેના કારણે મરચાના ભાવમાં વધારો થયો છે અને ડિસેમ્બર સુધી ભાવ આ જ રહેવાની શક્યતા છે.

કયા માર્કેટમાં કેટલો ભાવ

  • 20 નવેમ્બરે મુંબઈની વાશી મંડીમાં માત્ર 382 ક્વિન્ટલ મરચાં આવ્યાં હતાં. જેની લઘુત્તમ કિંમત 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. મહત્તમ ભાવ 35000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. સરેરાશ ભાવ 27500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.
  • ભીવાપુરમાં 32 ક્વિન્ટલ મરચાની આવક થઈ હતી. જ્યાં લઘુત્તમ ભાવ 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. મહત્તમ ભાવ 10000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. સરેરાશ ભાવ 9000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.
  • સોલાપુરમાં 1587 ક્વિન્ટલ મરચાંની આવક થઈ હતી. જેની લઘુત્તમ કિંમત 12000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. મહત્તમ ભાવ રૂ. 20000 પ્રતિ ક્વિન્ટલ હતો જ્યારે સરેરાશ ભાવ રૂ. 19000 પ્રતિ ક્વિન્ટલ હતો.
Next Article