PMFBY: ખેડૂતો ખરીફ પાકના વીમા માટે ઘરે બેઠા જ રજીસ્ટ્રેશન કરી શકે છે, જાણો સરળ પદ્ધતિ

|

May 31, 2021 | 11:47 AM

ખેડૂતો ખરીફ સીઝન માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY-Pradhan Mantri Fasal Bima Yojana) માં જોડાવા માંગતા હોય, તો નોંધણી 31 જુલાઈ સુધી થઈ શકશે.

PMFBY: ખેડૂતો ખરીફ પાકના વીમા માટે ઘરે બેઠા જ રજીસ્ટ્રેશન કરી શકે છે, જાણો સરળ પદ્ધતિ
Pradhan Mantri Fasal Bima Yojana

Follow us on

ખેડૂતો ખરીફ સીઝન માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY-Pradhan Mantri Fasal Bima Yojana) માં જોડાવા માંગતા હોય, તો નોંધણી 31 જુલાઈ સુધી થઈ શકશે. ત્યારબાદ વીમો મળશે નહી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને મળતા વીમાના (crop insurance) મોટાભાગના પ્રીમિયમની રકમ ચૂકવે છે અને ખેડૂતોને ખૂબ ઓછા પૈસા ચૂકવવા પડે છે.

ખેડૂતએ પાક પરના કુલ પ્રીમિયમના માત્ર 1.5 થી 2 ટકા ચુકવવા પડશે. જ્યારે કેટલાક વ્યાપારી પાક માટે તે 5 ટકા સુધીનો દર છે. ખેડૂતો ઘરે બેઠાં જ આ વિશેની માહિતી મેળવી શકે છો, જે પાક માટે પાક વીમો લેવાનો છે તેના માટે કેટલું પ્રીમિયમ આવશે. આ બધી જ માહિતી ભારત સરકારના પોર્ટલ પરથી જાણી શકાય છે.

પ્રીમિયમની ગણતરી કરવા માટે

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

1. સૌથી પહેલા https://pmfby.gov.in/ પર જાઓ.

2. અહીં વીમા પ્રીમિયમ કેલ્ક્યુલેટરની કોલમ જોવા મળશે.

3. તેને ક્લિક કરતા છ કોલમ દેખાશે.

4. તેમાં સિઝન, વર્ષ, યોજના, રાજ્ય, જિલ્લા અને પાકની કોલમ ભરો.

5. ત્યારબાદ ગણતરીના બટન પર ક્લિક કરો.

6. કેટલું પ્રીમિયમ ભરવાનું થશે તે જોઈ શકાશે.

7. દરેક જિલ્લા પ્રમાણે પ્રીમિયમ અલગ અલગ હોઈ શકે છે. તે ત્યાંના જોખમ પર આધારીત છે.

પ્રીમિયમ કેવી રીતે નક્કી થાય છે

દરેક રાજ્ય અને જિલ્લામાં પ્રીમિયમની રકમ અલગ અલગ હોય છે. દરેક પાક માટે પણ વીમા રકમ અલગ છે. આ રકમનો જિલ્લા તકનીકી સમિતિના અહેવાલ પર નિર્ણય લેવામાં આવે છે. આ સમિતિમાં કલેકટર, હવામાન વિભાગના અધિકારીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી, ખેડુતોના પ્રતિનિધિ અને વીમા કંપનીના અધિકારીઓ શામેલ છે. આ રિપોર્ટ દરેક પાકની સીઝન પહેલા મોકલવામાં આવે છે. આ અહેવાલના આધારે વીમા કંપનીઓ પ્રીમિયમ રકમ નક્કી કરે છે.

વીમો કેવી રીતે લેવો

1. જો તમને પાક વીમા યોજનામાં ઓફલાઇન ફોર્મ ભરવું હોય તો નજીકની બેંકમાં જાઈ વીમો લઈ શકો છો.

2. ઓનલાઇન ફોર્મ ભરવા માટે, તમે યોજનાની વેબસાઇટ પર જઈ શકો છો.

3. આ યોજનામાં ઘણા ફેરફારો કરીને તેને પહેલાં કરતા વધુ સરળ બનાવવામાં આવ્યું છે.

Next Article