PM-KISAN 11th Installment: રાહ થઈ ખતમ, PM મોદી 10.5 કરોડ ખેડૂતોને 21000 કરોડ રૂપિયાની આપશે ભેટ

|

May 30, 2022 | 10:04 AM

આ સાથે, વિવિધ રાજ્યોની રાજધાનીઓ, જિલ્લા મુખ્યાલયો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs) માં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમોની આ શ્રેણી અંતર્ગત કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પુસા (દિલ્હી) માં ખેડૂતો સાથે કાર્યક્રમમાં હાજરી આપશે.

PM-KISAN 11th Installment: રાહ થઈ ખતમ, PM મોદી 10.5 કરોડ ખેડૂતોને 21000 કરોડ રૂપિયાની આપશે ભેટ
PM Kisan Scheme
Image Credit source: File Photo

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 31મી મેના રોજ ખેડૂતોને PM કિસાન સન્માન નિધિ યોજનાનો (PM-kisan Scheme) 11મો હપ્તો ભેટ કરશે. શિમલા (Himachal Pradesh) માં ગરીબ કલ્યાણ સંમેલન નામના એક કાર્યક્રમ દ્વારા તેઓ લગભગ 10.5 કરોડ ખેડૂતોને 21 હજાર કરોડની રકમ ટ્રાન્સફર કરશે. કેન્દ્રીય કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી આ માહિતી મળી છે. આ સાથે, વિવિધ રાજ્યોની રાજધાનીઓ, જિલ્લા મુખ્યાલયો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs) માં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમોની આ શ્રેણી અંતર્ગત કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પુસા (દિલ્હી)માં ખેડૂતો સાથે કાર્યક્રમમાં હાજરી આપશે.

અત્યાર સુધીમાં ખેડૂતોને PM કિસાન યોજના દ્વારા 10 હપ્તામાં 1.81 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ મળી છે. દેશમાં પ્રથમ વખત કોઈ સરકાર ખેડૂતોને તેમના બેંક ખાતામાં સીધી મદદ મોકલી રહી છે. ખેડૂતોને ખેતી માટે વાર્ષિક 6000 રૂપિયા આપતી આ યોજનાની અનૌપચારિક શરૂઆત ડિસેમ્બર 2018માં કરવામાં આવી હતી. જ્યારે ઔપચારિક રીતે તે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી 24 ફેબ્રુઆરી 2019 ના રોજ થયું હતું.

વડાપ્રધાન આ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

શિમલામાં યોજાનાર “ગરીબ કલ્યાણ સંમેલન” નામના આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 કેન્દ્રીય મંત્રાલયો દ્વારા ચલાવવામાં આવતી 16 યોજનાઓના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાર્તાલાપ કરશે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ અને શહેરી બંને), જલ જીવન મિશન અને અમૃત, પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના, વન નેશન-વન રાશન કાર. , પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત આરોગ્ય અને વેલનેસ કેન્દ્ર અને પ્રધાન મંત્રી મુદ્રા યોજનાનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ખેડૂતો એપ્રિલથી રાહ જોઈ રહ્યા હતા

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવતા નાણાંની એપ્રિલના પ્રથમ સપ્તાહથી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોને લાગે છે કે એપ્રિલ, ઓગસ્ટ અને ડિસેમ્બરમાં હપ્તો મળવો જોઈએ. પરંતુ ક્યારેક તેમાં વિલંબ થાય છે. જોકે ટેકનિકલી રીતે સરકાર એપ્રિલથી જુલાઈ, ઓગસ્ટથી નવેમ્બર અને ડિસેમ્બરથી માર્ચ સુધી ગમે ત્યારે હપ્તા મોકલી શકે છે. પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં પૈસા મળે છે. હવે તમારી પાસે બે દિવસનો સમય છે, પૈસા આવે તે પહેલા ઈ-કેવાયસી કરાવી લો.

પૈસા આવ્યા કે નહીં, આ રીતે ચેક કરો સ્ટેટસ

આ મહિનાના છેલ્લા દિવસે 31મી મેના રોજ પૈસા ટ્રાન્સફર થયા પછી તમે તમારી સ્થિતિ ચકાસી શકો છો. તેને તપાસવાની રીત એકદમ સરળ છે. જો તમે યોજનાની વેબસાઈટ (pmkisan.gov.in) પર જશો, તો તમને ‘ફાર્મર કોર્નર’માં લાભાર્થીનું સ્ટેટસ (Beneficiary Status)લખેલું જોવા મળશે. તેના પર ક્લિક કરતાં જ બે ઓપ્શન દેખાશે. તેમાં આધાર નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર નાખીને તમે ચેક કરી શકો છો કે પૈસા હવે આવ્યા છે કે નહીં. ધ્યાનમાં રાખો કે એકાઉન્ટ નંબર એ જ હોવો જોઈએ જે તમે ફોર્મ ભરતી વખતે દાખલ કર્યો હતો.

Published On - 7:55 am, Mon, 30 May 22

Next Article