PM Kisan Yojana: કરોડો ખેડૂતો માટે ખુશખબર, જલ્દી જ આવશે પીએમ કિસાનનો 12મો હપ્તો

|

Jun 19, 2022 | 1:44 PM

આ યોજના હેઠળ વર્ષમાં ત્રણ વખત, ચાર મહિનાના અંતરાલમાં, બે હજાર કરીને કુલ 6 હજારની રકમ ખેડૂતો(Farmers)ના ખાતામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધી આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 11 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

PM Kisan Yojana: કરોડો ખેડૂતો માટે ખુશખબર, જલ્દી જ આવશે પીએમ કિસાનનો 12મો હપ્તો
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana)હેઠળ 31 મે 2022ના રોજ દેશના કરોડો ખેડૂતો(Farmers)ના ખાતામાં 2 હજાર રૂપિયાનો હપ્તો મોકલવામાં આવ્યો છે. આ રકમ દ્વારા સરકાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે જેથી કરીને તેઓ તેમનું જીવનધોરણ સુધારી શકે. જણાવી દઈએ કે, આ યોજના હેઠળ વર્ષમાં ત્રણ વખત, ચાર મહિનાના અંતરાલમાં, બે હજાર કરીને કુલ 6 હજારની રકમ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધી આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 11 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે 12મો હપ્તો સપ્ટેમ્બર સુધીમાં ખેડૂતોના ખાતામાં મોકલવાનો છે.

ઘણા ખેડૂતોના ખાતામાં 11મો હપ્તો પહોંચ્યો નથી

જો કે, ઘણા ખેડૂતોના ખાતામાં 11મો હપ્તો પહોંચ્યો નથી. આવી સ્થિતિમાં, તેઓએ PM કિસાનના સત્તાવાર પોર્ટલ pmkisan.gov.in પર જવું પડશે. આ પછી, ‘ફામર્સ કોર્નર’ પર જઈને બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરીને, તમારે પૈસા ન મળવાનું કારણ જાણવાનું રહેશે. તમે અહીં આપેલી ખોટી માહિતીને સુધારી શકો છો. આ ઉપરાંત ખેડૂતો હેલ્પલાઈન નંબર પર કોલ કરીને પણ મદદ મેળવી શકે છે.

આ છે ઇ-કેવાયસી કરાવવા માટેના પાંચ સ્ટેપ્સ

  1. સૌથી પહેલા પીએમ કિસાન યોજનાની વેબસાઈટ પર જાઓ.
  2. હવે અહીં તમે ફાર્મર કોર્નર જોશો, જ્યાં EKYC ટેબ પર ક્લિક કરો.
  3. IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
    રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
    SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
    ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
    કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
    ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
  4. હવે એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે આધાર નંબર નાખવો પડશે અને સર્ચ ટેબ પર ક્લિક કરવું પડશે.
  5. હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે.
  6. સબમિટ OTP પર ક્લિક કરો. આધાર રજિસ્ટર્ડ મોબાઇલ OTP દાખલ કરો અને તમારું eKYC થઈ જશે.

ઈ-કેવાયસી જલ્દી કરાવો

12મો હપ્તો મેળવવા માટે, ખેડૂતોએ ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ માટે સરકારે છેલ્લી તારીખ 31 જુલાઈ રાખી છે. જો કોઈ ખેડૂત નિર્ધારિત સમય દરમિયાન ઈ-કેવાયસી નહીં કરાવે તો તે 11મા હપ્તાથી વંચિત રહી શકે છે. પીએમ કિસાન યોજનાની વેબસાઈટ પર જઈને ખેડૂતો તેમનું ઈ-કેવાયસી કરાવી શકે છે. આ ઉપરાંત, તમે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે CSC કેન્દ્રની મુલાકાત પણ લઈ શકો છો.

Next Article