PM Kisan: 12માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે કરોડો ખેડૂતો, ક્યારે આવશે પૈસા?

|

Sep 07, 2022 | 2:34 PM

અત્યાર સુધીમાં 11 હપ્તાઓ દ્વારા ખેડૂતો(Farmers)ને 2 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવી છે. આ સ્કીમ 1લી ડિસેમ્બર 2018થી ચાલી રહી છે. જે અંતર્ગત દર વર્ષે પાત્ર ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવે છે.

PM Kisan: 12માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે કરોડો ખેડૂતો, ક્યારે આવશે પૈસા?
PM Kisan Yojana
Image Credit source: TV9 Digital

Follow us on

મોદી સરકારની સૌથી મોટી ખેડૂત યોજના પીએમ કિસાન યોજના (PM Kisan Samman Nidhi Scheme)ના 12મા હપ્તાની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. ક્યાંક દુષ્કાળ છે તો ક્યાંક અતિવૃષ્ટિથી પરેશાન ખેડૂતો (Farmers)યોજના હેઠળ 2000 રૂપિયા મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે પૈસા મોકલવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પરંતુ, તેની તારીખ PMO તરફથી ફાઈનલ થશે. કારણ કે માત્ર પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જ પૈસા ટ્રાન્સફર કરશે. મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે સપ્ટેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહની વચ્ચે નાણાં ટ્રાન્સફર થઈ શકે છે.

એવું કહેવામાં આવ્યું છે કે આ વખતે સરકાર 11 કરોડ ખેડૂતોને 22,000 કરોડ રૂપિયાની મોટી રકમ એક સાથે ટ્રાન્સફર કરશે. અત્યાર સુધીમાં 11 હપ્તાઓ દ્વારા ખેડૂતોને 2 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવી છે. આ સ્કીમ 1લી ડિસેમ્બર 2018થી ચાલી રહી છે. જે અંતર્ગત દર વર્ષે પાત્ર ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવે છે.

લાખો ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી

કેન્દ્ર સરકારે લાભાર્થીઓનું વેરિફિકેશન માટે ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાખો ખેડૂતોએ અત્યાર સુધી આ કામ કરાવ્યું નથી. જ્યારે ઈ-કેવાયસી માટેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હતી. આ કામ ન થતા ખેડૂતોના પૈસા અટકી શકે છે. એવું કહેવામાં આવ્યું છે કે પૈસા ટ્રાન્સફર કરવામાં વિલંબનું એક કારણ ઈ-કેવાયસી પણ હોઈ શકે છે. સરકાર ઇચ્છે છે કે વધુને વધુ ખેડૂતો આ કામ કરે જેથી તેઓ જાણી શકે કે તેઓ પૈસા મેળવવાને પાત્ર છે કે નહીં.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તમે જાતે પણ કરી શકો છો અરજી

દેશમાં 14.5 કરોડ ખેડૂત પરિવારો છે. પરંતુ હજુ સુધી માત્ર 11.37 કરોડ પરિવારોને જ લાભ મળી રહ્યો છે. સરકારનો હેતુ એ છે કે પાત્ર ન હોય એ વ્યક્તિને કોઈ પણ સંજોગોમાં પૈસા ન મળવા જોઈએ, જ્યારે લાયક ખેડૂતોને લાભ મળવો જોઈએ. આવી સ્થિતિમાં લાભાર્થીઓની સંખ્યા વધારવા માટે સરકારે ખેડૂતોને જાતે જ આ યોજના માટે અરજી કરવાની સુવિધા આપી છે. મતલબ કે હવે તમારે અરજી માટે કૃષિ અધિકારીઓ પાસે જવાની જરૂર નથી. આ કામ તમે ઘરે બેસીને કરી શકો છો. આવી સ્થિતિમાં, જો તમે હજુ સુધી અરજી કરી નથી, તો તરત જ ફોર્મ ભરો.

જાતે આ રીતે કરો એપ્લાય

  1. PM-કિસાન યોજના પોર્ટલ (https://pmkisan.gov.in/) ની મુલાકાત લો.
  2. તેના ફાર્મર કોર્નર (FARMER CORNERS)માં નવા ફાર્મર નોંધણી પર ક્લિક કરો.
  3. હવે તમારો આધાર નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ ભરો.
  4. કોડ ભર્યા પછી, click here to continue ના વિકલ્પ પર ક્લિક કરો.
  5. પછી એક ફોર્મ ખુલશે. આમાં, રાજ્ય, જિલ્લા, તાલુકા અને બ્લોક ભરો.
  6. આ પછી તમારું નામ, લિંગ અને શ્રેણી ભરો.
  7. પછી બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ, સરનામું અને ઓળખ કાર્ડ નંબર ભરો.
  8. ઉપરાંત, મોબાઈલ નંબર, આધાર અને જન્મ તારીખ ભરો અને તેને સેવ કરો.
  9. આ કર્યા પછી નોંધણી પૂર્ણ થશે.
Next Article