PM Kisan Scheme : શું તમારા બેંક એકાઉન્ટમાં હજુ સુધી નથી આવ્યા પીએમ કિસાનના પૈસા ? જલદી કરો આ કામ

|

Jun 02, 2022 | 8:25 AM

ખેડૂતો(Farmers)ને હવે તેમના મોબાઈલ પર 2000 રૂપિયાના મેસેજ આવવા લાગ્યા છે. પરંતુ, જો હજુ સુધી તમારા ખાતામાં પૈસા આવ્યા નથી, તો તેનું કારણ જાણવા માટે અહીં આપવામાં આવેલ સ્ટેપ ફોલો કરો.

PM Kisan Scheme : શું તમારા બેંક એકાઉન્ટમાં હજુ સુધી નથી આવ્યા પીએમ કિસાનના પૈસા ? જલદી કરો આ કામ
PM Kisan Scheme
Image Credit source: File Photo

Follow us on

મોદી સરકારે મંગળવારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(PM Kisan Scheme) નો 11મો હપ્તો જાહેર કર્યો. આ નાણાં મોટાભાગના ખેડૂતોના બેંક ખાતામાં પહોંચી ગયા છે. કેટલાક ખેડૂતોએ તેમને પૈસા પહોંચ્યાના પુરાવા પણ મોકલ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જ ક્લિકમાં આ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોના બેંક ખાતામાં 21,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ખેડૂતોને હવે તેમના મોબાઈલ પર 2000 રૂપિયાના મેસેજ આવવા લાગ્યા છે. પરંતુ, જો હજુ સુધી તમારા ખાતામાં પૈસા આવ્યા નથી, તો તેનું કારણ જાણવા માટે, PM કિસાન યોજનાની વેબસાઈટ પર ફાર્મર કોર્નરના બેનિફિશિરી સ્ટેટસમાં તમારો આધાર કાર્ડ નંબર(Aadhaar Card)દાખલ કરો, સ્ટેટસ ખબર પડશે કે તમને પૈસા મળ્યા છે કે નહીં. અથવા નથી મળ્યા તો શા માટે?

પીએમ કિસાન યોજનામાં ઘણી જગ્યાએ ગરબડ જોવા મળી છે. લગભગ 54 લાખ પાત્ર ન હોય તેવા ખેડૂતોએ લગભગ 4300 કરોડ રૂપિયા ગેરકાયદે લીધા છે. આથી સરકાર વેરિફિકેશનને લઈને ઘણી કડક બની છે. પાંચ ટકા ખેડૂતોનું અચાનક ફિઝિકલ વેરિફિકેશન પણ થઈ રહ્યું છે. આધાર સીડીંગ, eKYC (e-KYC)પૂર્ણ થઈ રહ્યું છે. જો કોઈ રેકોર્ડમાં કોઈ ખામી હોય તો પૈસા રોકવામાં આવે છે. તેથી, જો પૈસા આવ્યા નથી, તો કાં તો સ્ટેટસ તપાસો અને સમજો કે તેનું કારણ શું છે.

આ કારણોસર પણ મળતા નથી પૈસા

  1. રાજ્ય સરકાર પાસેથી કરેક્શન બાકી હોય તો પણ પૈસા નહીં આવે.
  2. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં આધાર સીડીંગ ન હોય તો પણ પૈસા બંધ થઈ જશે.
  3. શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
    નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
    ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
    આજનું રાશિફળ તારીખ : 28-04-2024
    પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
    એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
  4. પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS) દ્વારા રેકોર્ડ્સ સ્વીકારવામાં ન આવે તો પણ નાણાં રોકવામાં છે.
  5. બેંક એકાઉન્ટ અમાન્ય થવાને કારણે કામચલાઉ ફ્રીઝ થાય છે. એટલે કે એકાઉન્ટ નંબર સાચો હોય તો પૈસા આવી શકે છે.
  6. જો ખેડૂતનો રેકોર્ડ PFMS અથવા બેંક દ્વારા નકારવામાં આવે તો પણ પૈસા આવશે નહીં.
  7. આપેલ બેંક એકાઉન્ટ નંબર હાજર ન હોય. સક્રિય નહોય અથવા ખોટું હોય.
  8. બેંક દ્વારા ખાતું નકારવામાં આવે છે, એટલે કે ખાતું બંધ થવા પર પૈસા આવશે નહીં.

જો હાલ નોંધણી કરાવશો તો લાભ મળી જશે

પીએમ કિસાન યોજનામાં નોંધણી ચાલુ છે. 11મા હપ્તાના પૈસા જુલાઈ સુધી ગમે ત્યારે મળી શકે છે. તેથી, જો તમે હજી સુધી નોંધણી કરાવી નથી, તો તમે જલ્દીથી આ કાર્ય પૂર્ણ કરીને યોજનાનો લાભ લઈ શકો છો. અહીં નોંધણીની પ્રક્રિયા છે.

  1. યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  2. અહીં (Farmer Corners)માં, New Farmer Registration કોલમ પર ક્લિક કરો.
  3. જે વિન્ડો ખુલશે તેમાં આધાર કાર્ડની વિગતો દાખલ કરો. પછી Click Here To Continue New કરો.
  4. આમ કરવાથી, જે પેજ ખુલશે તેમાં જો તમે પહેલાથી જ રજીસ્ટ્રેશન કર્યું છે, તો તમારી વિગતો આવશે.
  5. જો તમે પહેલીવાર રજીસ્ટ્રેશન કરી રહ્યા હોવ તો તે લખવામાં આવશે કે શું તમે PM-કિસાન પોર્ટલ પર નોંધણી કરાવવા માંગો છો (DO You WANT TO Register on PM-KISAN Portal). આના પર તમારે Yes પર ક્લિક કરવાનું રહેશે.
  6. આ પછી એક ફોર્મ દેખાશે જેમાં તમામ વિગતો ભરો અને તેને સાચવો.
  7. આ પછી, જે પેજ ખુલશે તેમાં તમે જમીનનો નંબર ભરો.
  8. તેને સાચવ્યા પછી, તમારી નોંધણી કરવામાં આવશે. જેનો નંબર અને રેફરન્સ નંબર મળશે.
Next Article