ભારતમાં ડેરી ઉદ્યોગ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. સરકાર પણ તેને પ્રમોટ કરવા માટે પોતાના તરફથી પ્રયાસ કરી રહી છે. હવે સરકારે આ ક્ષેત્રમાં નવા સંશોધનો મૂકીને નફો વધારવા માટે ‘પશુપાલન સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જ’ની બીજી આવૃત્તિ શરૂ કરી છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેનો ઉદ્દેશ્ય પશુપાલન (Animal Husbandry) અને ડેરી ક્ષેત્ર (Dairy Industry)ને લગતી 6 મુખ્ય સમસ્યાઓના ઉકેલ માટે ઈનોવેટિવ આઈડિયા (Innovative Ideas) શોધવાનો છે.
સરકારે સપ્ટેમ્બર 2019માં આ ચેલેન્જની પ્રથમ આવૃત્તિ શરૂ કરી હતી. આ અભિયાનની મદદથી સરકાર આધુનિક ટેક્નોલોજી (Modern technology) પર કામ કરતા યુવા ઉદ્યોગપતિઓને પશુપાલન ક્ષેત્રમાં પ્રવેશવા માટે પ્રોત્સાહિત કરવા માગે છે. હવે પશુપાલન સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જની બીજી આવૃત્તિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ મંત્રાલય દ્વારા 15 જાન્યુઆરી 2022 સુધી લંબાવવામાં આવી છે.
The deadline to apply for the second edition of the Animal Husbandry Startup Grand Challenge has been extended to 15th January 2022.
Share your innovations: https://t.co/8btsJJQIvU #AmritMahotsav #AnimalHusbandry pic.twitter.com/Utc9OECMLF
— Dept of Animal Husbandry & Dairying, Min of FAH&D (@Dept_of_AHD) January 3, 2022
ડેરી મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સ્ટાર્ટઅપ ચેલેન્જ દ્વારા પ્રાણીઓની સંખ્યા વધારવા, ઓળખ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ, દૂધનો પુરવઠો સુનિશ્ચિત કરવો, કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરવા અને ગુણવત્તા સુધારવા જેવા પડકારો પર ખૂબ જ સક્રિય રીતે કામ કરવામાં આવી રહ્યું છે.
મંત્રાલયે આ સ્પર્ધામાં 6 ચેલેન્જ મૂક્યા છે. દરેક ચેલેન્જના વિજેતાને 10 લાખ અને રનર્સ અપને 7 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે મંત્રાલય વિજેતાઓને ત્રણ મહિના સુધી તાલીમ આપશે અને નવ મહિના સુધી તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખશે. આ સિવાય તે ઈનોવેટર્સના આઈડિયાને માર્કેટમાં લાવવાનું પણ કામ કરશે.
વીર્યની માત્રાના સંગ્રહ અને પુરવઠા માટે ખર્ચ, ટકાઉ અને વપરાશકર્તાને અનૂકુળ વિકલ્પ, પ્રાણીની ઓળખ (RFID) અને તેમની તપાસની ખર્ચ અસરકારક ટેકનોલોજીનો વિકાસ, હીટ ડિટેક્શન કીટનો વિકાસ ડેરી પશુઓ માટે ગર્ભાવસ્થા નિદાન કીટ, ગામ સંગ્રહ કેન્દ્રથી ડેરી પ્લાન્ટથી હાલની દૂધ સપ્લાય ચેઇનને સુધારવા, ઓછા ખર્ચે કુલિંગ અને દૂધની ચકાસણી અને ડેટા લોગર્સનો વિકાસ.
ઈચ્છુક ઉમેદવારો તેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. તેમજ તમે આ વિશે વધુ માહિતી મેળવી શકો છો.
આ પણ વાંચો: Viral: આને કહેવાય નસીબ, ટ્રક અને કાર વચ્ચેથી બાઈક સવાર ગોળીની જેમ નીકળ્યો
આ પણ વાંચો: Viral: ટીચર સામે બાળકે ગાયું ગુલાબી આંખે ગીત, લોકો બોલ્યા જલ્દી વાયરલ કરો આ વીડિયો