કૃષિ સાથે ખેડૂતો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવાની દિશામાં કામ કરી રહ્યું છે NDDB

દેશમાં ખેડૂતોની આવક (Farmers Income)વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. દુધ ઉત્પાદન ખેડૂતોની આવક વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ભારતમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (National Dairy Development Board)દુધ ઉત્પાદન અને વિકાસના ક્ષેત્રમાં કાર્ય કરે છે.

કૃષિ સાથે ખેડૂતો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવાની દિશામાં કામ કરી રહ્યું છે NDDB
National Dairy Development Board (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 1:12 PM

ભારતમાં દુધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ ચલાવામાં આવી રહી છે. પશુપાલકો (Dairy Farmers)ને સબસિડી પણ આપવામાં આવી રહી છે. ખેડૂતો પાસેથી છાણ ખરીદવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતોને પશુપાલન માટે પ્રોત્સાહિત કરી શકાય. આ સ્થિતિમાં જ્યારે દેશમાં ખેડૂતોની આવક (Farmers Income)વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. દુધ ઉત્પાદન ખેડૂતોની આવક વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ભારતમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (National Dairy Development Board)દુધ ઉત્પાદન અને વિકાસના ક્ષેત્રમાં કાર્ય કરે છે.

આ સાથે દૂધ ઉત્પાદન માટે ખેડૂતોને એક કરવાની જવાબદારી અને યોજનાઓના પ્રચારની જવાબદારી પણ NDDB દ્વારા કરવામાં આવે છે. એક ખાનગી વેબસાઈટ સાથે વાત કરતા NDDBના પ્રમુખ મીનેશ શાહે ઘણા મહત્વના વિષયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

મિનેશ શાહે કહ્યું કે NDDB દ્વારા દેશના ઘણા રાજ્યોમાં અમૂલ મોડલ (Amul Model)વિકસાવી શકાયું નથી. તેની પાછળ તેમણે દલીલ કરી હતી કે અમૂલનો પ્રયોગ ઘણા રાજ્યોમાં સફળ રહ્યો છે, પરંતુ એવા રાજ્યો પણ છે જે હજુ સુધી તેના દાયરામાં નથી. તેમણે કહ્યું કે NDDB ની ભૂમિકા સલાહકારની છે અને તે રાજ્યો પર નિર્ભર છે કે અમારા દ્વારા દર્શાવેલ પગલાંને અનુસરવા કે નહીં. આ કારણે અમે રાજ્યને કોઈપણ રીતે આગળ વધવા માટે દબાણ કરી શકતા નથી. શાહે સમજાવ્યું કે શા માટે NDDB ઉત્તરના ઘણા રાજ્યોમાં સંપૂર્ણ ડેરી ક્રાંતિ લાવવામાં નિષ્ફળ રહ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

NDDB એ લોન્ચ કરી નવી યોજના

NDDBના ચેરમેન શાહે જણાવ્યું હતું કે તેમણે ચાર્જ સંભાળ્યા પછી કેટલીક જૂની યોજનાઓને સુધારી છે અને કેટલીક નવી યોજનાઓ શરૂ કરી છે. તેમના કેટલાક પ્રસિદ્ધ પ્રોજેક્ટ્સ જેમ કે મહિલા ખાતર સહકારી મંડળીઓ, સૌર સહકારી મંડળીઓ, મશરૂમ સહકારી મંડળીઓ, મધમાખી ઉછેર એફપીઓ અને ગ્રામ્ય સ્તરે આધુનિક ડેરી સહકારી મંડળીઓ પહેલેથી જ ધ્યાન આકર્ષિત કરી રહી છે.

NDDB એ આણંદના બે ગામોમાં તેના પ્રકારની પ્રથમ તમામ મહિલા ખાતર સહકારી સંસ્થાઓની રચનામાં મદદ કરી છે. આ સહકારી સંસ્થાઓના સભ્યો માત્ર સ્થાનિક સ્તરના બાયોગેસ પ્લાન્ટની જાળવણી કરતા નથી પરંતુ તેમની સહકારી સંસ્થાઓ દ્વારા તેમનું બચેલું મિશ્રણ પણ એકત્રિત કરે છે જે જૈવિક ખાતર બનાવવા માટે જમા કરવામાં આવે છે.

બાયોગેસ દ્વારા મહિલાઓ કરી રહી છે બચત

મહિલા હવે ગેસ પર બે એલપીજી સિલિન્ડર જેટલી બચત કરી રહી છે અને સહકારી દ્વારા મિશ્રણના વેચાણમાંથી આશરે રૂ. 1000 થી રૂ. 2000ની કમાણી કરી રહી છે. NDDB બિહાર, ઓડિશા અને તમિલનાડુમાં આ મોડલની નકલ કરવા માટે ત્રણ CSR સપોર્ટેડ પ્રોજેક્ટને પણ સમર્થન આપી રહ્યું છે. તેણે સમગ્ર દેશમાં 10 સ્થળો (મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, આસામ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ)માં આવા 10 મોડલ ઇન્સ્ટોલ કરવા માટે ટાટા ટ્રસ્ટ્સ સાથે જોડાણ કર્યું છે.

NDDB ની એક નોંધપાત્ર પહેલ એ સોલર પમ્પ ઇરિગેટર્સ કોઓપરેટિવ એન્ટરપ્રાઇઝ છે. NDDB એ મુજકુવા ગામના ખેડૂતોને ટેકો આપ્યો અને તેમને ભારતના પ્રથમ ગ્રીડ સાથે જોડાયેલ સૌર પંપ સિંચાઈ સહકારી સાહસનું આયોજન કરવામાં મદદ કરી, જેમાં સામૂહિક રીતે જોડાયેલા ખેડૂતોએ તેમના ખેતરોમાં સૌર પંપ સ્થાપિત કર્યા છે.

સિંચાઈ માટે વીજળી બિલની બચત

શાહે જણાવ્યું હતું કે આ ખેડૂતો સિંચાઈ માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે અને તેમના દ્વારા સુયોજિત અને સંચાલિત માઇક્રોગ્રીડ દ્વારા વીજળી વિતરણ કંપનીને વધારાની વીજળીની નિકાસ કરે છે. આ રીતે, આ ખેડૂતો સિંચાઈ માટેના ઉર્જા બિલની બચત ઉપરાંત વીજળીના વેચાણથી મહિને રૂ. 5000 સુધીની કમાણી કરી રહ્યા છે. આ સહકારીનું ઉદ્ઘાટન 2018 માં વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું અને તેના સંચાલન અને ડિઝાઇન વિચારોએ ગુજરાતની નવીન સૂર્યશક્તિ કિસાન યોજનાની ડિઝાઇનને પ્રેરણા આપી છે.

IFS મોડલની સ્થાપના કરી છે

વધુમાં મિનેશ શાહે જણાવ્યું હતું કે NDDB એ તાજેતરમાં નાના ડેરી ખેડૂતોમાં બેકયાર્ડ પોલ્ટ્રી ફાર્મિંગ અને મશરૂમની ખેતીને પ્રોત્સાહન આપવા માટે પાયલોટ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. આંકલાવ તાલુકાના કેટલાક ગામોમાં ખેડૂતો દ્વારા મશરૂમની પહેલ અપનાવવામાં આવી છે, જેમાં NDDB બજાર જોડાણ અને સામૂહિક રચનાની શક્યતાઓ શોધી રહી છે.

NDDB એ નાના-હોલ્ડિંગ ડેરી ખેડૂતના દષ્ટિકોણથી એકીકૃત ફાર્મિંગ સિસ્ટમ (IFS) મોડલની સ્થાપના કરી છે, જે સામાન્ય રીતે 2-3 એકર જમીન અને 2-3 ડેરી પ્રાણીઓ ધરાવે છે. આના દ્વારા ખેડૂતોને વર્ષોથી કમાણીનું માધ્યમ બની ગયું છે.

આ પણ વાંચો: Tech Tips: Google Messages એપ પર અલગ કરી શકાય છે જરૂરી મેસેજ, જાણો આ સરળ રીત

આ પણ વાંચો: કોણ છે અબ્દુલ ખાદર નાદકત્તિન, જેમને કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મળ્યો પદ્મશ્રી પુરસ્કાર

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">