Lumpy Skin Disease: ભારતમાં ક્યાંથી આવ્યો લમ્પી રોગ, શું તે માણસોમાં ફેલાઈ શકે છે ?

|

Aug 10, 2022 | 9:03 AM

ભારતમાં આ રોગ ક્યાંથી આવ્યો. ક્યાંથી શરૂ થયો? શું તેનાથી પીડિત તમામ પ્રાણી (cattle)ઓ મૃત્યુ પામી રહ્યા છે કે પછી કેટલાક સાજા થઈ રહ્યા છે? પશુપાલન મંત્રી જય પ્રકાશ દલાલે વિધાનસભામાં આ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી.

Lumpy Skin Disease: ભારતમાં ક્યાંથી આવ્યો લમ્પી રોગ, શું તે માણસોમાં ફેલાઈ શકે છે ?
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

હાલમાં ગુજરાત, રાજસ્થાન અને પંજાબના દૂધાળા પશુઓમાં લમ્પી રોગ (Lumpy Skin Disease) ફેલાયો છે. જેના કારણે હજારો ગાયોના મોત થયા છે. આ રોગથી ગાયોના શરીરમાં ગાંઠો બની રહી છે. તેને તાવ છે. આ તાવ અને ગાંઠો તેમના માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. પણ સવાલ એ છે કે ભારતમાં આ રોગ ક્યાંથી આવ્યો. ક્યાંથી શરૂ થયો? શું તેનાથી પીડિત તમામ પ્રાણી (Cattle)ઓ મૃત્યુ પામી રહ્યા છે પછી કેટલાક સાજા થઈ રહ્યા છે? હરિયાણાના પશુપાલન મંત્રી જય પ્રકાશ દલાલે વિધાનસભામાં આ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી.

લમ્પી રોગ એક વાયરલ રોગ છે. આ વાયરસ પોક્સ પરિવારનો છે. લમ્પી રોગ એ મૂળ આફ્રિકન રોગ છે અને મોટાભાગના આફ્રિકન દેશોમાં પ્રચલિત છે. આ રોગ ઝામ્બિયા દેશમાં ઉદ્દભવ્યો હોવાનું માનવામાં આવે છે, જ્યાંથી તે દક્ષિણ આફ્રિકામાં ફેલાયું હતું. આ વાત 1929ની છે. 2012 થી તે ઝડપથી ફેલાયો છે, જોકે તાજેતરમાં નોંધાયેલા કેસો મધ્ય પૂર્વ, દક્ષિણપૂર્વ, યુરોપ, રશિયા, કઝાકિસ્તાન, બાંગ્લાદેશ (2019), ચીન (2019), ભૂટાન (2020), નેપાળ (2020) અને ભારત(ઓગસ્ટ, 2021)માં જોવા મળે છે.

સંકર જાતની ગાયોનો ઉચ્ચ મૃત્યુ દર

લમ્પી ચામડીનો રોગ મુખ્યત્વે ગાયોને અસર કરે છે. દેશી ગાયોની સરખામણીમાં સંકર જાતિની ગાયોમાં લમ્પી રોગને કારણે મૃત્યુદર વધારે છે. આ રોગથી પ્રાણીઓમાં મૃત્યુદર 1 થી 5 ટકાની વચ્ચે છે. આ રોગના લક્ષણોમાં તાવ, દૂધ ઓછું થવું, ચામડી પર ગાઠો, નાક અને આંખોમાંથી સ્રાવ વગેરેનો સમાવેશ થાય છે. રોગના ફેલાવાનું મુખ્ય કારણ મચ્છર, માખીઓ અને પરોપજીવીઓ જેવા જીવો છે. વધુમાં, આ રોગ અનુનાસિક સ્ત્રાવ, દૂષિત ખોરાક અને ચેપગ્રસ્ત પ્રાણીઓના પાણી દ્વારા પણ ફેલાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વાછરડાઓને દૂધ કેવી રીતે પીવડાવવું

વાઇરલ રોગ હોવાથી અસરગ્રસ્ત પશુઓને માત્ર લક્ષણોના આધારે સારવાર આપવામાં આવે છે. રોગની શરૂઆતમાં જ સારવાર લેવાથી આ રોગથી પીડિત પશુ 2-3 દિવસના અંતરાલમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે. ખેડૂતોને માખીઓ અને મચ્છરોને કાબૂમાં રાખવાની સલાહ આપવામાં આવી રહી છે, જે રોગ ફેલાવવાનું મુખ્ય કારણ છે. અસરગ્રસ્ત પ્રાણીઓને અન્ય પ્રાણીઓથી અલગ રાખવું અત્યંત જરૂરી છે. વાછરડાઓને ચેપગ્રસ્ત માતાના દૂધને ઉકાળીને બોટલ દ્વારા પીવડાવવું જોઈએ.

શું આ રોગ મનુષ્યોમાં પણ ફેલાઈ શકે છે?

પશુપાલન મંત્રીએ કહ્યું કે આ રોગ નોન-ઝૂનોટિક છે, એટલે કે તે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતો નથી. તેથી, પશુધનની સંભાળ રાખતા પશુપાલકો માટે ડરવાનું કંઈ નથી. અસરગ્રસ્ત પશુઓના દૂધને ઉકાળીને પી શકાય છે. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન ફેલાય તે માટે પશુઓની અવરજવર બંધ કરવી જોઈએ. અસરગ્રસ્ત પ્રાણીઓને અલગથી બાંધવા જોઈએ.

Next Article