AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: સસ્તા થયા લીંબુ, રેકોર્ડ સ્તરે કિંમતમાં થયો ઘટાડો, તમારા શહેરમાં કેટલો છે ભાવ?

Lemon Price : આખરે એક મહિના પછી લીંબુના ભાવ(Lemon Price)માં ઘટાડો શરૂ થયો છે. જે પછી લીંબુ ફરી એકવાર સામાન્યથી લઈ ખાસ વ્યક્તિની થાળીનો સ્વાદ વધારવા જઈ રહ્યું છે.

Good News: સસ્તા થયા લીંબુ, રેકોર્ડ સ્તરે કિંમતમાં થયો ઘટાડો, તમારા શહેરમાં કેટલો છે ભાવ?
Lemon PricesImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 9:15 AM
Share

દેશના સામાન્ય માણસ માટે સારા સમાચાર છે. જે લીંબુ (Lemon)પર આધારિત છે. તમે બરાબર વાંચ્યું. આ એ જ લીંબુ છે, જે ભૂતકાળમાં દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. તેનું કારણ તેની વધેલી કિંમતો હતી. એકંદરે, અગાઉ લીંબુના ભાવ એટલા વધી ગયા હતા કે તે સામાન્ય માણસની પહોંચની બહાર હતા, પરંતુ આખરે એક મહિના પછી લીંબુના ભાવ (Lemon Price)માં ઘટાડો શરૂ થયો છે. જે પછી લીંબુ ફરી એકવાર સામાન્યથી લઈ ખાસ વ્યક્તિની થાળીનો સ્વાદ વધારવા જઈ રહ્યું છે.

આઝાદપુર મંડીમાં લીંબુના ભાવમાં 50 ટકાનો ઘટાડો

દિલ્હીમાં આવેલી એશિયાની સૌથી મોટી ફળ-શાકભાજી બજાર સમિતિ આઝાદપુર મંડીમાં લીંબુના ભાવમાં ઘટાડો થયો છે. આઝાદપુર મંડી કમિટીના સભ્ય અનિલ મલ્હોત્રાના જણાવ્યા અનુસાર આ બજાર એશિયાનું સૌથી મોટું બજાર છે, અહીંથી ફળો અને શાકભાજી દેશના ઘણા ભાગોમાં મોકલવામાં આવે છે અને શુક્રવારે આ બજારમાં લીંબુના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

તે જ સમયે મંડીમાં લીંબુ ડીલર્સના સંગઠનના સચિવ અનિલ ઠકરાલ કહે છે કે શુક્રવારે મોટા લીંબુનો ભાવ 100થી 110 રૂપિયા રહ્યો છે, જ્યારે નાના લીંબુ 60થી 70 રૂપિયા પ્રતિ કિલો વેચાયા છે. ભાવમાં સીધો 50 ટકાનો ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું કે પહેલા બજારમાં નાના લીંબુ 110 થી 120 રૂપિયા પ્રતિ કિલો અને મોટા લીંબુ 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા.

જો આવકો સુધરશે તો ભાવ ઘટશે, વધુ સુધારાની શક્યતા

આઝાદપુર મંડી કમિટીના સભ્ય અનિલ મલ્હોત્રાનું કહેવું છે કે લીંબુના ભાવમાં આ ઘટાડો આવકમાં થયેલા સુધારાને કારણે થયો છે. મલ્હોત્રાનું કહેવું છે કે શુક્રવારે બજારમાં લીંબુનું આગમન અચાનક વધી ગયું છે, જ્યારે માગ ઓછી છે. આવી સ્થિતિમાં કિંમતો સંપૂર્ણપણે નીચે આવી ગઈ છે. આ અંગે લેમન એસોસિએશનના જનરલ સેક્રેટરી અનિલ ઠકરાલ કહે છે કે શુક્રવારે કર્ણાટકના બીજાપુર, હૈદરાબાદના ખડૂર અને મહારાષ્ટ્રના અકોલાથી મોટી સંખ્યામાં લીંબુ આવ્યા છે. તે જ સમયે બજારમાં માગ ઓછી છે, તેથી ભાવમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં લીંબુના ભાવ વધુ ઘટશે.

લીંબુ બજારોમાં રૂ. 400 પ્રતિ કિલો સુધી વેચાતા હતા

ભૂતકાળમાં લીંબુના ભાવમાં વધારો થયા બાદ દેશના બજારોમાં લીંબુ 400 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાતા હતા. આલમ એ હતો કે એપ્રિલના બીજા સપ્તાહમાં દિલ્હી સહિત દેશના મોટાભાગના શહેરોમાં લીંબુના ભાવ 250 રૂપિયાથી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી હતા. જેમાં લોકોને લીંબુ મેળવવા માટે 10થી 15 રૂપિયા ખર્ચવા પડતા હતા.

આ પણ વાંચો: મોદી સરકારના આ મિશનને આગળ વધારશે હરિયાણા, ખેડૂતો સુધી પહોંચશે ડિજિટલ દુનિયાના ફાયદા

આ પણ વાંચો: Power Crisis: તાપમાનમાં વધારા સાથે દેશમાં રેકોર્ડ સ્તરે પહોંચી વીજળીની ડિમાન્ડ, માગ 2 લાખ મેગાવોટને પાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">