Kharif 2021: ખેડૂતોએ મગફળીના પાકનું આગોતરું આયોજન કેવી રીતે કરવું? વાંચો આ અહેવાલ

|

Jun 05, 2021 | 11:14 AM

ખેડૂતોએ ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું તે અંગેની સમજ અને માહિતી હશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

Kharif 2021: ખેડૂતોએ મગફળીના પાકનું આગોતરું આયોજન કેવી રીતે કરવું? વાંચો આ અહેવાલ
ખેડૂતોએ મગફળીના પાકનું આગોતરું આયોજન કેવી રીતે કરવું?

Follow us on

ચાલુ માસમાં એટલે કે, જુનમાં ખરીફ સિઝનની શરૂઆત થાય છે અને ખેડૂતો (Farmers) જુદા-જુદા પાકોની વાવણી કરશે. ખેડૂતોએ ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું તે અંગેની સમજ અને માહિતી હશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું.

મગફળી

1. વેલડી જાત : જીએયુજી-૧૦, જીજી-૧૧, ૧૩, ૧૫, ૧૬, જીજેજી-૧૭ પસંદગી કરી વાવેતર કરો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

2. અર્ધ વેલડી જાત: જીજી-૨૦, ૨૧, ૨૨, જીજેજી-૩૨ પસંદગી કરી વાવેતર કરો.

3. ઉભડી જાત : જીજી-૨, ૪, ૫, ૬, ૭, ૩૧, જીજેજી-૩૨, ટીજી-૨૬, ટીએજી-૩૭, ટીપીજી-૪૧ પસંદગી કરી વાવેતર કરો.

4. પ્રથમ જંતુનાશક દવાનો પટ આપ્યા પછી ફૂગનાશક દવાનો પટ આપવો.

5. ધૈણ અથવા સફેદ મુંડા (વ્હાઈટ ગ્રબ) માટે જમીન માવજત કરી ન હોય તો અને ઉધઈ પણ આવતી હોય તો ક્વિનાલફોસ ૨૫ ટકા ઈસી અથવા કલોરપાયરીફોસ ૨૦ ટકા ઈસી માહે કોઈ પણ એક દવા પસંદ કરી ૧ કિલોગ્રામ દીઠ ૨૫ મિ.લી. દવા બીજને વાવતા પહેલા ૩-૪ કલાક અગાઉ પટ આપી પછી છાંયડામાં સુકવી વાવેતર કરવું.

6. હેક્ટર દીઠ રાસાયણિક ખાતર ૧૨.૫- ૨૫ – ૫૦ કિલો એન.પી.કે. આપવું.

7. થડનો સડો/સુકારો હોય તો ટ્રાયકોડર્માં પાવડર ૨.૫ કિલો/હેક્ટર, ૫૦૦ કિગ્રા એરંડીનો ખોળ અથવા ગળતિયા ખાતર માં મિક્સ કરી વાવણી સમયે ચાસમાં આપવું.

8. મગફળી એ સુકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વિસ્તારમાં મગફળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક તરીકે લેવાથી ઉત્પાદન જોખમ ધટાડી શકાય છે એટલે આંતર કે રીલે પાક પદ્ધતિ અપનાવવી.

9. વાવણી વખતે ચાસમાં હેકટરે ૫૦૦ કિ.ગ્રા. દિવેલાનો ખોળ સાથે ૨.૫ કિ.ગ્રા. ટ્રાઈકોડર્માનું કલ્ચર ભેળવીને આપવું.

10. બિયારણ સારી જનીનિક ગુણવત્તા ધરાવતું, સારી સ્ફ્રુરણ શકિતવાળુ અને અન્ય જાતોની ભેળસેળ વગરનું ખાત્રીલાયક હોવું જરૂરી છે. બને ત્યાં સુધી પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો.

 

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

Next Article