ISLPI: ખેડૂતો માટે ખુશખબર,હવે જમીનની વાસ્તવિક કિંમત આંકી શકશે ખેડૂત, નહીં બને છેતરપિંડીનો ભોગ 

|

Jun 05, 2022 | 10:12 AM

અત્યાર સુધી ખે્ડૂત (Farmers)જમીનની યોગ્ય કિમત મેળવી શકતા નહોતા, પરંતુ હવે ખેડૂતોને આ સમસ્યાનો ઉકેલ મળી ગયો છે. IIM અમદાવાદે ભારતનો પ્રથમ કૃષિ ભૂમિ મૂલ્ય સૂચકાંક લોન્ચ કર્યો છે.

ISLPI: ખેડૂતો માટે ખુશખબર,હવે જમીનની વાસ્તવિક કિંમત આંકી શકશે ખેડૂત, નહીં બને છેતરપિંડીનો ભોગ 
Agri-Land Price Index for farmers

Follow us on

Agri-Land Price Index : ભારતને ખેતી પ્રધાન દેશ ગણવામાં આવે છે. દેશમાં 70 ટકા વસ્તી ખેતી(Farming) પર નિર્ભર છે, પરંતુ તેમ છતાં ખેડૂતો(Farmers)પાસે જમીનની કિંમત આંકવાનો રસ્તો નહોતો. ઘણી વાર જમીન ભૂમિ સંપાદનના કાયદાકીય વિવાદમાં અટવાઈ જાય છે તો ખે્ડૂત જમીનની યોગ્ય કિમત મેળવી શકતા નથી. પરંતુ હવે ખેડૂતોને આ સમસ્યાનો ઉકેલ મળી ગયો છે. IIM અમદાવાદે ભારતનો પ્રથમ કૃષિ ભૂમિ મૂલ્ય સૂચકાંક લોન્ચ કર્યો છે.

ખેડૂતની જમીનની જણાવશો યોગ્ય કિંમત

દેશમાં પ્રથમવાર ભારતીય પ્રબંધ સંસ્થાન (IIM ) દ્વારા આ કામ કરાવમાં આવ્યું છે. IIM ના મિશ્રા સેન્ટર ફોર ફાઇનાન્શિયલ માર્કેટ એન્ડ ઇકોનોમીએ ભારતીય કૃષિ ભૂમિ મૂલ્ય સૂચકાંક બનાવ્યો છે. આ સૂચકાંક ખેડૂતોને તેમની જમીનની કિંમત જણાવશે.

IIM અને એસફાર્મસ ઇન્ડિયાએ તૈયાર કર્યો સૂચકાંક

આ સૂચકાંક વિશ્વસનીય સ્ત્રોતના રૂપે કામ કરશે અને ગ્રામિણ તથા અર્ધ શહેરી ક્ષેત્રોમાં જમીનની કિંમતોને બેંચમાર્ક કરશે. આ સૂચકાંકમાં જમીનની કિંમતો અંગે કામ કરનારી ખાનગી ફ્રમ એસફાર્મસ ઇન્ડિયા દ્વારા ડેટા આધારિત મદદ કરવામાં આવી રહી છે. આ કૃષિ ભૂમિના રિયલ એસ્ટેટમાં સંભવિત રૂપાતંરણના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ખેડૂતોને નથી મળતી યોગ્ય કિંમત

પોર્જેક્ટ લીડર તથા આઇઆઇએમમાં રિયલ એસ્ટેટ ફાઇનાન્સના એસોસિયેચ પ્રોફેસર પ્રશાંત દાસે ISLPI અંગે જણાવ્યું હતું કે અત્યારે ખેડૂતોને જમીનના બદલામાં જે રિર્ટન મળે છે તે ઘણું ઓછું છેખેડૂતોને ખેતી દ્વારા થતી ઉપજના મુકાબલે 0.5 થી 2 ચકા રિર્ચન મળે છે. તેવામાં આ સૂચકાંક ખેડૂતોની ખેતીની યોગ્ય જમીનના વેચાણ માટે મદદરૂપ સાબિત થશે.

સૂચકાંક આ રીતે કરશે કામ

ખેડૂતોની જમીનની કિંમત જણાવવા માટે સૂચકાંકમા ચાર મુખ્ય ફેકટર્સ ગણવામાં આવ્યા છે. નજીકના શહેરથી ખેતરનું અંતર, નજીકના એરપોર્ટથી અંતર અને ઇન્ટરનેશનલ એરપોર્ટથી અંતર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો જમીનમાં સિંચાઈની વ્યવસ્થા હોય તો તેમાં 15 ટકાનો વધારો થશે. તો જમીન પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટની શકયતા હોય તો 20 ટકા સુધી સુધારો થશે.

 

 

Published On - 10:10 am, Sun, 5 June 22

Next Article