ખેડૂતો માટે સારા સમાચાર, સરકાર ખરીફ પાકના MSPમાં ધરખમ વધારો કરી શકે છે

|

Jun 06, 2022 | 9:53 AM

Hike In MSP: સરકાર ટૂંક સમયમાં દેશના કરોડો ખેડૂતોને રાહત આપી શકે છે. સરકાર ખરીફ પાકો પર એમએસપી વધારવા પર વિચાર કરી રહી છે. જેથી ખેતીની વધતી કિંમત અને ખેતીના સાધનોના ભાવમાં વધારો થવાને કારણે મોંઘવારીનો સામનો કરી રહેલા ખેડૂતોને રાહત મળે. MSPમાં 5 થી 20 ટકાનો વધારો થઈ શકે છે.

ખેડૂતો માટે સારા સમાચાર, સરકાર ખરીફ પાકના MSPમાં ધરખમ વધારો કરી શકે છે
ખરીફ પાકોમાં એમએસપીમાં વધારાની જાહેરાત કરી શકે છે સરકાર
Image Credit source: TV9 Digital

Follow us on

મોંઘવારીનો સામનો કરી રહેલા દેશના ખેડૂતોને (Farmers) ટૂંક સમયમાં રાહત મળવાની છે. સરકાર (Government)ખેડૂતો માટે એક સારા સમાચાર લાવી રહી છે, જે અંતર્ગત હવે ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળશે. અહેવાલો અનુસાર, સરકાર ટૂંક સમયમાં વર્ષ 2022-23માં ખરીફ પાક માટે એમએસપી(MSP) વધારવાની જાહેરાત કરી શકે છે. કેન્દ્ર સરકાર આ વર્ષે ન્યૂનતમ ટેકાના ભાવમાં 5 થી 20 ટકાનો વધારો કરી શકે છે. કૃષિમાં વધતી જતી કિંમત અને કૃષિ સાધનોના ભાવમાં વધારાને કારણે સરકાર આ નિર્ણય પર વિચાર કરી રહી છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ઘણી રાહત મળવાની આશા છે.

વર્ષ 2018-19 પછી સૌથી વધુ ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં રાખીને 50 ટકા નફાની નવી નીતિ બનાવવામાં આવી હતી. આ નીતિના કારણે ખરીફ પાક માટે એમએસપી 4.1 થી વધારીને 28.1 ટકા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં MSPમાં અંદાજે એકથી પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, કૃષિ ખર્ચ અને કિંમતો માટેના કમિશને આ વર્ષે સોયાબીન તેમજ મગફળી અને તેલીબિયાં માટે એમએસપીમાં સૌથી વધુ વધારો કરવાની ભલામણ કરી છે. આ સિવાય કઠોળ પાકોમાં તુવેર અને મગના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો થઈ શકે છે. સરકાર માને છે કે અન્ય તેલીબિયાંનું ઊંચું સ્થાનિક ઉત્પાદન પામ તેલની આયાત ઘટાડવામાં મદદ કરશે.

એમએસપીમાં વધારો ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરશે

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

ખરીફ પાકની MSP વધારવાથી ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની આવકમાં વધારો થશે, જેનાથી તેમની ખરીદ શક્તિમાં વધારો થશે. ખેડૂતોને પાક પર આપવામાં આવતી MSPમાં ખેડૂતો દ્વારા ઉત્પાદન પર ખર્ચવામાં આવેલ સમગ્ર ખર્ચનો સમાવેશ થશે. તેમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, બળતણ ખર્ચ, લીઝ પર લીધેલી જમીનની કિંમત અને મજૂરીનો ખર્ચ સામેલ હશે.

અનાજ, કઠોળ અને તેલીબિયાંને પ્રોત્સાહન આપવામાં આવશે

બરછટ અનાજની ખેતીને પ્રોત્સાહન આપવા માટે, ખેડૂતોને ડાંગર કરતાં જુવાર, બાજરી અને રાગી પર વધુ એમએસપી આપી શકાય છે. આ ઉપરાંત કઠોળ અને તેલીબિયાંની ખેતીને પ્રોત્સાહિત કરવા તેના પર MSP પણ વધારવામાં આવશે. ઉપરાંત, આ વખતે કપાસના ખેડૂતોને વધેલી MSPની ભેટ મળી શકે છે. સરકાર પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા અને ખેતીમાં પાણીનો ઉપયોગ ઘટાડવા માટે આ નિર્ણય લઈ શકે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે અમારું ધ્યાન તેલીબિયાં, કઠોળ અને બરછટ અનાજની તરફેણમાં એમએસપીને ફરીથી ગોઠવવાનું છે. જેથી ખેડૂતોને આ પાકોની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય, જે પર્યાવરણીય રીતે ટકાઉ છે. તેમજ આયાત પર દેશની નિર્ભરતા ઘટી શકે છે.

Next Article