Soil Health: ખેડૂતો માટે કામની વાત, ક્યારે અને કેવી રીતે કરવો જીપ્સમનો ઉપયોગ, જાણો સંપૂર્ણ વિગત

જ્યાં જમીનનું ધોવાણ વધી રહ્યું છે અને જ્યાં સઘન ખેતી (Farming) કરવામાં આવે છે ત્યાં કેલ્શિયમ અને સલ્ફર સંતુલિત પોષક તત્ત્વોના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

Soil Health: ખેડૂતો માટે કામની વાત, ક્યારે અને કેવી રીતે કરવો જીપ્સમનો ઉપયોગ, જાણો સંપૂર્ણ વિગત
Use of Gypsum (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 9:44 AM

દેશના ખેડૂતો સામાન્ય રીતે ખેતી માટે નાઈટ્રોજન (Nitrogen), ફોસ્ફરસ અને પોટેશિયમનો ઉપયોગ કરે છે. પરંતુ ખેડૂતો ખેતર માટે જરૂરી કેલ્શિયમ (Calcium)અને સલ્ફરનો ઉપયોગ કરતા નથી. જેના કારણે ખેતરમાં કેલ્શિયમ અને સલ્ફરની અછત સર્જાઈ છે, જેના કારણે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. જ્યાં જમીનનું ધોવાણ વધી રહ્યું છે અને જ્યાં સઘન ખેતી (Farming) કરવામાં આવે છે ત્યાં કેલ્શિયમ અને સલ્ફર સંતુલિત પોષક તત્ત્વોના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેની ઉણપને પહોંચી વળવા માટે જીપ્સમ એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. જીપ્સમનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ છે. જેમાં 23.3% કેલ્શિયમ અને 18.5% સલ્ફર છે.

જ્યારે તે પાણીમાં ઓગળી જાય છે, ત્યારે કેલ્શિયમ આયનો જમીનમાં હાજર સોડિયમ આયન સાથે એક્સચેન્જ થાય છે અને સોડિયમના આયનોને દૂર કરીને તેનું સ્થાન લે છે. કણો પર આયનોના આ ફેરફારથી જમીનની રાસાયણિક અને ભૌતિક સ્થિતિમાં સુધારો થાય છે અને જમીન ખેતી માટે યોગ્ય બને છે. ઉપરાંત, જીપ્સમ જમીનમાં હાજર સૂક્ષ્મ પોષકતત્ત્વોને સંતુલિત કરવામાં મદદ કરે છે.

ખેતરમાં જીપ્સમ નાખવાના ફાયદા

જીપ્સમ કેલ્શિયમ અને સલ્ફરની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે. પાકમાં મૂળના સામાન્ય વિકાસ અને વૃદ્ધિમાં પણ મદદ કરે છે. જીપ્સમનો ઉપયોગ પાક સંરક્ષણમાં પણ થઈ શકે છે કારણ કે તેમાં સલ્ફરનું પ્રમાણ યોગ્ય છે. તેલીબિયાં પાકોમાં જીપ્સમ ઉમેરવાથી સલ્ફરની પૂર્તિ થાય છે, જે મુખ્યત્વે બીજ ઉત્પાદન તેમજ તેલમાંથી આવતી ખાસ ગંધ માટે મુખ્ય રૂપથી ઉપયોગી છે. જીપ્સમ આપવાથી જમીનમાં પોષક તત્ત્વો ખાસ કરીને નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ અને સલ્ફરની ઉપલબ્ધતામાં વધારો કરે છે. જીપ્સમ જમીનમાં સખત પડનું નિર્માણ અટકાવે છે અને જમીનમાં પાણીના પ્રવેશને વધારે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કેલ્શિયમની ઉણપના લક્ષણો

કેલ્શિયમની અછતને કારણે, પાંદડાઓના ઉપરના ભાગો સફેદ થઈ જાય છે. પાંદડા વાંકાચૂકા અથવા સુકાઈ જાય છે. વધુ પડતા કેલ્શિયમની ઉણપને કારણે છોડનો વિકાસ અટકી જાય છે અને દાંડી પણ સુકાઈ જાય છે. છોડની આ બધી ખામીઓ જીપ્સમના ઉપયોગથી દૂર કરી શકાય છે. તે વધુ સારી જમીન સુધારક માનવામાં આવે છે. આ સાથે, તેનો ઉપયોગ પાકની ઉપજ અને ગુણવત્તા વધારવા માટે થાય છે.

કેવી રીતે વાપરવું

પાકની વાવણી પહેલા જમીનમાં જીપ્સમ ઉમેરવામાં આવે છે. જીપ્સમ નાખતા પહેલા ખેતરને બે થી ત્રણ વાર ઊંડી ખેડ કરીને સારી રીતે તૈયાર કરવું જોઈએ. આ પછી, જીપ્સમના પટ્ટા લગાવીને છંટકાવ કરવો જોઈએ. આ પછી, હળવા ખેડાણ કરીને જમીનમાં જીપ્સમને ભેળવી દો. સામાન્ય રીતે ડાંગર પ્રતિ હેક્ટર 10-20 કિલો કેલ્શિયમ લે છે અને કઠોળના પાકો જમીનમાંથી હેક્ટર દીઠ 15 કિલો કેલ્શિયમ લે છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

જીપ્સમને વધુ ભેજવાળી જગ્યાએ ન રાખો અને તેને જમીનથી સહેજ ઉપર રાખો. માટી પરીક્ષણ પછી યોગ્ય માત્રામાં જીપ્સમ નાખો. જ્યારે તીવ્ર પવન ફૂંકાય ત્યારે જીપ્સમનો છંટકાવ કરશો નહીં. જીપ્સમ ઉમેરતા પહેલા, જો તેમાં ગાંગડા હોય, તો પછી તેને ભાંગી નાખવા. જીપ્સમ લગાવતી વખતે હાથ શુષ્ક હોવા જોઈએ. સમગ્ર ખેતરમાં સરખે ભાગે જીપ્સમ લગાવો. જીપ્સમ ઉમેર્યા પછી, તેને જમીનમાં સારી રીતે ભેળવી દો. જીપ્સમને બાળકોની પહોંચથી દૂર રાખો.

આ પણ વાંચો: Technology: Instagram પર આવ્યું નવું ફિચર, હવે 30 મિનિટથી શરૂ થશે એપનું ડેઈલી ટાઈમ લિમિટ રિમાઇન્ડર

આ પણ વાંચો: Viral: હાથીએ કર્યો ગરબા સ્ટાઈલમાં ડાન્સ, લોકો વીડિયો જોઈને થયા આશ્ચર્યચકિત

g clip-path="url(#clip0_868_265)">