AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IFFCO એ બનાવ્યું વિશ્વનું પ્રથમ Nano Urea, 50 કિલોની બોરી જેટલું યુરીયા હવે અડધા લીટરની બોટલમાં

ઇફકોના મેનેજીંગ ડીરેક્ટર ડો.અવસ્થીએ ઇફકોની પ્રતિનિધિ મહાસભાના સભ્યો સામે વિશ્વનું પ્રથમ Nano Urea લીક્વીડ ખાતર લોંચ કર્યુ.

IFFCO એ બનાવ્યું વિશ્વનું પ્રથમ Nano Urea, 50 કિલોની બોરી જેટલું યુરીયા હવે અડધા લીટરની બોટલમાં
Nano Urea ને લોંચ કરી રહેલા IFFCO ના MD ડો.અવસ્થી
| Updated on: May 31, 2021 | 9:51 PM
Share

ખાતર બનાવતી વિશ્વની સૌથી મોટી સહકારી ખાતર કંપની ઇન્ડિયન ફાર્મર ફર્ટીલાઈઝર કો-ઓપરેટીવ લીમીટેડ (IFFCO) એ વિશ્વનું પ્રથમ Nano Urea લીક્વીડ ખાતર બનાવીને કૃષિ ક્ષેત્રે ઈતિહાસ સર્જ્યો છે. આજે 31 મે ના રોજ ઇફકોની 50મી સાધારણ સભાની બેઠકમાં ઇફકોની પ્રતિનિધિ મહાસભાના સભ્યો સામે નેનો યુરીયા લીક્વીડ ખાતર લોંચ કરવામાં આવ્યું. ખેતીમાં યુરિયાના આડેધડ ઉપયોગથી બચવા માટેની ગંભીર સમસ્યાથી છૂટકારો મેળવવા માટે નેનો યુરિયા દરેક રીતે ઉપયોગી સાબિત થશે.

50 કિલો યુરીયા હવે 500 મિલી બોટલમાં 50 કિલો યુરીયા ખાતર હવે માત્ર 500 મિલી બોટલમાં સમાયું છે. અશક્ય જણાતી આ વાતને વિશ્વની સૌથી મોટી સહકારી ખાતર કંપની IFFCO શક્ય કરી બતાવી છે. ઇફકોએ વિશ્વનું સૌ પ્રથમ Nano Urea લીક્વીડ ખાતર બનાવ્યું છે. કિંમતમાં સસ્તું હોવા ઉપરાંત નેનો યુરીયા પાક માટે પણ અસરકારક રહેશે. આ નેનો લિક્વિડ યુરીયા ગુજરાતના કાલોલમાં સ્થિત ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં વિકસાવવામાં આવ્યું છે.

ઇફકોના MD ડો.અવસ્થીએ કર્યું લોંચ 31 મે ના રોજ મળેલી IFFCO ની 50મી સાધારણ સભાની બેઠકમાં ઇફકોના મેનેજીંગ ડીરેક્ટર ડો.અવસ્થીએ ઇફકોની પ્રતિનિધિ મહાસભાના સભ્યો સામે વિશ્વનું પ્રથમ Nano Urea લીક્વીડ ખાતર લોંચ કર્યુ. નેનો યુરીયા ખેડૂતો માટે વરદાન સાબિત થશે. આ પ્રસંગે ડો.અવસ્થીએ કહ્યું,

“આજે ઇફકોની 50મી વાર્ષિક સાધારણ સભાની બેઠકમાં અમારી પ્રતિનિધિ મહાસભાના સભ્યોની હાજરીમાં સમગ્ર દુનિયાના ખેડૂતો માટે વિશ્વનું પહેલું નેનો યુરીયા લીક્વીડ ખાતર લોંચ કર્યુ. સમગ્ર દુનિયાના ખેડૂતોને ભારતના નેનો યુરીયાની ભેટ, સૌને વધામણીઓ!”

8 ટકા વધુ થશે પાક ઉત્પાદન Nano Urea લીક્વીડ ખાતરની વિશેષતા અને મહત્વ બતાવતા IFFCO એ કહ્યું કે અ નેનો યુરીયા પોષક તત્વોથી સમૃદ્ધ, જમીન પાણી અને હવાના પ્રદૂષણને ઘટાડવામાં સમર્થ હશે. ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં તે ખૂબ ફાયદાકારક રહેશે. પાકના વિકાસમાં તેનું યોગદાન કોઈ પણ સંજોગોમાં ઘટશે નહીં. ઇફ્કોનો દાવો છે કે નેનો યુરિયાના ઉપયોગથી પાકની ઉપજમાં આઠ ટકાનો વધારો થશે.પાક અને ઉપજની ગુણવત્તામાં સુધારણા સાથે ખેતીનો ખર્ચ ઘટશે, જે ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે.

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">