Agriculture: ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.
1. ડાંગર માટે “શ્રી” પદ્ધતિ અપનાવો.
2. વહેલી પાકતી જાત ઓરણ માટે : જી.આર.-૫,૮,૯, આઈ-આર-૨૮, જી.આર-૧૭ (સરદાર), એન.વી.એસ.આર.-૩૯૬
3. ઓરાણ માટે: સાંઠી-૩૪,૩૬, જીઆર- ૩,૫,૮,૯, અંબિકા, રત્ના, આઈઆર-૨૮, જી.આર-૧૬ (તાપી)
4. ફેર રોપણ માટે : જી.આર-૪,૬,૭,૮,૧૧,૧૨,૧૩,૧૦૧,૧૦૨,૧૦૩,૧૯૪,ગુર્જરી,એસએલઆર-૫૧૨૧૪
5. મોડી મધ્યમ પાકની જાત : જી.આર-૧૧,૧૩, જ્યા ગુર્જરી,આઇ.આર.-૨૨,જી.આર-૧૫
6. ક્ષારીય જમીનની જાત : દાંડી,જી.એન.આર-૨,૩,૪
7. મોડી પાકની જાતો : મસુરી,જી.આર.૧૦૧,૧૦૨,૧૦૩,૧૦૪,નર્મદા
8. બિયારણ ૫ ગ્રામ બાવિસ્ટીન પાવડરમાં ભેળવીને ભીના કંતાનમાં બાંધીને ૨૪ કલાક માટે છાયાવાળી જગ્યા અથવા ઘરમાં અંકુરણ માટે મૂકી દેવું.
9. સૂકી બીજ માવજત : ૧ કિલો બીજ દીઠ ૩ ગ્રામ કાર્બેન્ડાઝીમ-૨૫ એસ.ડી. અથવા થાયરમ દવાનો બીજને પટ આપવો.
10. ભીની બીજ માવજત : ૨૫ કિલો બીજને ૨૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન દવાના દ્રાવણમાં ૧૦ કલાક બોળી કોરા કરી વાવવા.
11. ૭ થી ૧૪ દિવસની ઉંમરનાં ધરૂમાં બે પાંદડા આવે ત્યારે રોપણી કરી શકાય છે.
12. રોપણી વખતે પાયામાં ઝિંક સલ્ફેટ આપવું હિતાવહ છે.
13. ખાતર: ૧૨૦-૩૦-૦૦ નાં.ફો.પો.
1. મોડી પાકતી જાત: જીએચબી-પપ૮, ૭૩ર, મધ્યમ પાકતી: જીએચબી-૭૪૪, ૯૦પ, વહેલી પાકતી: જીએચબી-પ૩૮, ૭૧૯, ૭પ૭
2. ખાતર: હેકટર દીઠ ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ
આ પણ વાંચો: Farming: જો તમે ઓછા ખર્ચમાં વધુ કમાણી કરવા માંગતા હોવ તો બોગનવેલાની ખેતી કરો, આ રીતે તમારી આવક વધશે
1. સ્થાનિક જાતો : બીપી-૫૩, માલવણ, ગુંદરી, સોલાપુરી, છાંસટીયો વિગેરે.
2. સુધારેલી જાતો : જીજે–૩૬, જીજે–૩૮, જીજે–૩૯, જીજે–૪૦, જીજે–૪૧, જીજે–૪૨, જી.જે.-૪૪
3. સંકર જાતો : જીએચએચ-૧, સીએસએચ-૫, સીએસએચ-૧૬, સીએસએચ-૧૭, સીએસએચ-૧૮
4. ખાતર: દાણા માટે કુલ ૮૦-૪૦-૦૦ એન.પી.કે./ હેકટર
5. ખાતર: ઘાસચારાની જુવાર માટે ૪૦-૪૦-૦૦ એન.પી.કે./ હેકટર
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી