દરેક ખેડૂતનું સરકાર બનાવશે એક યુનિક આઈડી, જાણો શું છે આ યોજના અને ખેડૂતોને કેવી રીતે લાભ મળશે

|

Jun 02, 2021 | 2:37 PM

અત્યાર સુધીમાં લગભગ 5 કરોડ ખેડૂતોની વિગતોનો ડેટાબેસ તૈયાર કરવામાં આવ્યો છે, તેવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં તમામ જમીનધારક ખેડૂતોને ઉમેરીને ડેટાબેઝ પૂર્ણ થઈ જશે.

દરેક ખેડૂતનું સરકાર બનાવશે એક યુનિક આઈડી, જાણો શું છે આ યોજના અને ખેડૂતોને કેવી રીતે લાભ મળશે
દરેક ખેડૂતનું સરકાર બનાવશે એક યુનિક આઈડી

Follow us on

કૃષિમાં (Agriculture) ડિજિટલાઇઝેશનના મહત્વને ધ્યાનમાં રાખી ખેડૂતોનો (Farmers) ડેટાબેસ (Database) તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેના આધારે, ઘણી સેવાઓનો વિસ્તાર કરવામાં આવશે. જેથી કૃષિની ડિજિટલ (Digital) સિસ્ટમ ઉભી થઈ શકે. આ ડેટાબેઝને દેશભરના ખેડૂતોના જમીનના રેકોર્ડ સાથે જોડવામાં આવશે અને ખેડૂતોને યુનિક આઈડી (Unique Id) આપવામાં આવશે.

ખેડૂત માટે તૈયાર કરેલા ડેટાબેઝ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના તમામ ફાયદાઓ વિશેની માહિતી આ ડેટાબેઝમાં રાખી શકાય છે અને તે ભવિષ્યમાં ખેડૂતોને ફાયદો પહોંચાડશે.

5 કરોડ ખેડૂતોનો ડેટા તૈયાર છે

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

અત્યાર સુધીમાં લગભગ 5 કરોડ ખેડૂતોની વિગતોનો ડેટાબેસ તૈયાર કરવામાં આવ્યો છે, તેવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં તમામ જમીનધારક ખેડૂતોને ઉમેરીને ડેટાબેઝ પૂર્ણ થઈ જશે.

આ ડેટા કેવી રીતે તૈયાર થઈ રહ્યો છે?

પીએમ કિસાન, સોઇલ હેલ્થ કાર્ડ અને પીએમ પાક વીમા યોજના સંબંધિત ઉપલબ્ધ ડેટાને એકીકૃત કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રાલયના અન્ય ડેટાબેસ તેમજ ખાતર, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયોના ડેટાને જોડવાની પ્રક્રિયા પ્રગતિમાં છે.

ખેડુતોને આ લાભ મળશે

આ પાયલોટ પ્રોજેક્ટ્સ દ્વારા ડેટાબેસ આધારિત ખેડૂતો કયા પાકની ખેતી કરવી, કયા પ્રકારનાં બિયારણનો ઉપયોગ કરવો, ક્યારે તેનો ઉપયોગ કરવો તે અંગેના નિર્ણય લેવામાં મદદરૂપ થશે. સાથે જ વાવણી કરવી અને ઉપજને વધારવા માટે કઈ શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવી વગેરે. કૃષિ પુરવઠા ચેનમાં સામેલ લોકો સચોટ અને સમયસર માહિતી સાથે તેમની ખરીદી અને લોજિસ્ટિક્સની યોજના બનાવી શકે છે. ખેડૂતો નક્કી કરી શકે છે કે તેમની પેદાશો વેચવી કે સંગ્રહ કરવી અને ક્યારે, ક્યાં અને કયા ભાવે વેચવી તેનો પણ નિર્ણય લઈ શકશે.

ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ કરશે

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે, સરકાર આવક વધારીને ખેડૂતોના જીવનમાં સુધારો લાવવા આદર્શ માર્ગ પર ઝડપીથી આગળ વધી રહી છે. સરકારે તકનીકીને અગ્રતા આપી અને કૃષિ ક્ષેત્રમાં નવી ડિજિટલ તકનીકોનો ઉપયોગ કરવાની જોગવાઈ કરી છે. કૃષિ અને ગ્રામીણ અર્થતંત્ર એ ભારતનો મૂળ પાયો છે અને તેમની પાસે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાનો અને વિજય મેળવવાની શક્તિ છે.

Next Article