Government Scheme: પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં પશુપાલકોને મળશે લોન, જાણો વિગતો

|

Jun 16, 2021 | 12:41 PM

Pashu Kisan Credit Card Scheme: દેશમાં ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ શરૂ કરવમાં આવી છે. કિસાન ક્રેડિટ યોજનાની જેમ હવે સરકારે પશુપાલકો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે.

Government Scheme: પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં પશુપાલકોને મળશે લોન, જાણો વિગતો
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં પશુપાલકોને મળશે લોન

Follow us on

દેશમાં ખેડૂતોની (Farmers) આવકમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ શરૂ કરવમાં આવી છે. કિસાન ક્રેડિટ યોજનાની જેમ હવે સરકારે પશુપાલકો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પશુપાલકોને લોન આપવામાં આવે છે, જેના દ્વારા તેઓ ગાય-ભેંસની ખરીદી કરે શકે છે.

આ યોજના દ્વારા પશુપાલનને (Animal Husbandry) વેગ મળશે અને દૂધ ઉત્પાદનમાં વધારો થશે. આ યોજનામાં ગાય-ભેંસ ઉપરાંત મત્સ્યપાલન, મરધા પાલન અને ઘેટા-બકરા પાલન માટે પણ લોન આપવામાં આવે છે.

કિસાન ક્રેડિટ કાર્ડથી તો લગભગ ખેડૂતો અવગત હશે પણ હવે સરકારે પશુપાલકો માટે પણ એક યોજના બહાર પાડી છે. જેમાં ગાય અને ભેંસ પર બેંકમાંથી લોન અને સહાય મળશે. આ માટે ખેડૂત હોય કે ન હોય પરંતુ જો તમે પશુપાલન કરતા હોય અને બેંક એકાઉન્ટ હોય તો પણ તમને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ મળશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ પશુપાલક કે લોન લેનાર વ્યક્તિને 1.60 લાખ રૂપિયા સુધીની લોન ગેરન્ટી વગર મળશે. આ યોજનામાં 7 ટકાના વ્યાજ દર લોન આપવામાં આવશે. તેમાંથી 3 ટકા કેન્દ્ર સરકાર સબસીડી આપી રહી છે.

જો તમે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ બનવવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારી બેન્કમાં KYC જમા કરવું પડશે. તેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો જમા કરવાનો રહેશે. ત્યારબાદ તમારે બેન્કથી એક ફોર્મ લઈને ભરવુ પડશે. તમારા દ્વારા આપલી જાણકારીના વેરિફિકેશન થયાની બાદ તમારૂ પશુ કિસાન ક્રેડિટ કાર્ડ બની જશે.

Published On - 12:35 pm, Wed, 16 June 21

Next Article