રોકડિયા પાક તરીકે ઘણા ખેડૂતો ફૂલોની ખેતી કરતા હોય છે. ખેડૂતો ઓછા સમયમાં વધુ કમાણી કરવા માટે તેની ખેતી કરે છે. બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા માટે બિહાર સરકાર રાષ્ટ્રીય બાગાયત મિશન યોજના હેઠળ મેરીગોલ્ડ અને ગ્લેડીયોલસ ફૂલોની ખેતી માટે ખેડૂતોને 70 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે. હાલમાં બિહારમાં 500 હેક્ટરમાં મેરીગોલ્ડના ફૂલોનું વાવેતર કરવામાં આવી રહ્યુ છે.
રાજ્ય સરકાર દ્વારા ફૂલોની ખેતીને પ્રોત્સાહન આપવા માટે વધુ એક ફૂલની ખેતી પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. બિહાર સરકારે 13 જિલ્લામાં 70 હેક્ટરમાં ગ્લેડીયોલસની ખેતી કરવાની યોજના તૈયાર કરી છે. આ બંને ફૂલ પાક માટે ખેડૂતોને 70 ટકા સુધીની સબસિડી આપવામાં આવશે. જે ખેડૂતોએ આ સરકારી સ્કીમનો લાભ લેવો હોય તેઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
મેરીગોલ્ડ અને ગ્લેડીયોલસ બંને ફૂલોની ખેતી માટે બિહાર સરકારે અલગથી ગ્રાન્ટની રકમ નક્કી કરી છે. ગયા વર્ષે બિહારમાં અંદાજે 300 હેક્ટરમાં મેરીગોલ્ડનું વાવેતર થયું હતું. હાલમાં તેનો વિસ્તાર વધારીને 500 હેક્ટર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. સરકાર દ્વારા મેરીગોલ્ડની ખેતીનો પ્રતિ હેક્ટર ખર્ચ 40 રૂપિયા નક્કી કર્યો છે.
રાજ્ય સરકાર આ રકમમાંથી 70 ટકા સબસિડી ખેડૂતોને આપશે. તેની ગણતરી મૂજબ કુલ રકમ 28,000 રૂપિયા થશે. ગ્લેડીયોલસની ખેતી માટે એક હેક્ટરે 1.07 લાખ રૂપિયા ખર્ચ ગણવામાં આવ્યો છે, જેના પર સરકાર ખેડૂતોને 75,000 રૂપિયાની ગ્રાન્ટ આપશે.
ખેડૂતો આ બંને ફૂલની ખેતી દ્વારા લાખો રૂપિયાની બચત કરી શકે છે. આ છોડ 60 થી 70 દિવસમાં તૈયાર થઈ જાય છે. હેક્ટર દીઠ તેની ઉપજ વિશે વાત કરીએ, તો 20 થી 25 ટન ફૂલનું ઉત્પાદન થાય છે. જેના દ્વારા ખેડૂતોને 2-3 લાખ રૂપિયા સુધીનો નફો મળે છે. તહેવારોની સિઝન દરમિયાન ખેડૂતોની કમાણી 4 થી 5 લાખ રૂપિયા સુધી થાય છે.
આ પણ વાંચો : 10 ધોરણ પાસ મેળવી શકે છે ખાતર-બિયારણની દુકાનનું લાઈસન્સ, જાણો કેવી રીતે કરવી અરજી
ગ્લેડીયોલસની ખેતીમાં એક હેક્ટર 2.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકાય. મેરીગોલ્ડની સૌથી વધુ ખેતી પટનામાં થાય છે. જે ખેડૂતો રાજ્ય સરકારની સ્કીમનો લાભ લેવા માંગતા હોય, તેમને ઓફિશિયલ વેબસાઇટ horticulture.bihar.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Published On - 8:15 pm, Mon, 30 October 23