ખેડૂતોએ નવેમ્બર માસમાં કેળ, દાડમ, નાળીયેરી અને જામફળના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

|

Nov 09, 2021 | 1:46 PM

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ નવેમ્બર માસમાં કેળ, દાડમ, નાળીયેરી અને જામફળના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Banana Farming

Follow us on

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે કેળ, દાડમ, નાળીયેરી અને જામફળના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

કેળ
1. મધ્ય ગુજરાતનાં ખેડૂતોએ ગ્રાન્ડ નેઇન કેળનું ૧.૨ મી. × ૧.૨ મી. × ૨.૦ મી. અંતરે વાવેતર કરવું.
2. કેળની રોપણીના ખાડા દીઠ ૧૦ કિગ્રા છાણીયુ ખાતર આપવું.
3. રોપણી પછી ત્રીજા, ચોથા અને પાંચમાં મહીને ફર્ટીગેશન દ્વારા નાઈટ્રોજન (યુરીયા) અને પોટાશ (મ્યુરેટ ઓફ પોટાશ) ખાતરના ત્રણ સરખા ભાગમાં આપવું અને ફોસ્ફરસ (સીંગલ સુપર ફોસ્ફેટ) ખાતર રોપણીના ૧ મહિના પછી જમીનમાં આપવું.

દાડમ
1. દાડમમાં હસ્ત બહાર લેવી. પિયત ચોમાસું પૂરું થાય પછી બંધ કરવું.
2. નિયમિત પિયત આપવાથી ફળ ફાટતા નથી.
3. દાડમના પાકમાં વરસાદ પૂર્ણ થયાના ૪૫ દિવસ બાદ ડાળીની ટોંચ પરથી ૩૦ સેમી સુધી છટણી કરવી.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

નાળીયેરી
1. ગેંડા કિટકના નિયંત્રણ માટે કાણા સાફ કરી ૨% મિથાઈલ પેરાથીઓન ભૂકી અને ઝીણી રેતી સરખા ભાગે મિક્સ કરી કાણામાં મૂકી કાણું માટીથી બંધ કરવું.
2. નાળીયેરીના ફળ કાળા પડી અને ખરી જાય છે તે માટે આ પાનકથીરી નામની જીવાતની અસરને લીધે થાય છે.
3. લીમડા આધારીત દવાનું મુળ શોષણ પદ્ધતિ દ્વારા ર માસ અંતરે ર કે ૩ વાર આપવાથી થઈ શકે છે.

જામફળ
1. ફળ માખીના નિયંત્રણ માટે ૫૦ લીટર પાણીમાં મેલાથીઓન ૫૦% ઈસી ૧૦ મીલી અને ૪૦૦ ગ્રામ ગોળ ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો.

 

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : ખેડૂતોએ નવેમ્બર માસમાં બટાકા, રતાળું, પાપડી, લસણ, ઘાણા અને લીંબુના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

આ પણ વાંચો : ખેડૂતોની લાભ પાંચમ : રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, 140 APMC કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ

Next Article