બાગાયતી પાક અને ઘાસચારાના પાકમાં ખેડૂતોએ આયોજન કેવી રીતે કરવું? વાંચો આ અહેવાલ

|

Jun 08, 2021 | 5:22 PM

ખેડૂતોએ ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું તે અંગેની સમજ અને માહિતી હશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

બાગાયતી પાક અને ઘાસચારાના પાકમાં ખેડૂતોએ આયોજન કેવી રીતે કરવું? વાંચો આ અહેવાલ
પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું

Follow us on

ચાલુ માસમાં એટલે કે, જુનમાં ખરીફ (Kharif) સિઝનની શરૂઆત થાય છે અને ખેડૂતો (Farmers) જુદા-જુદા પાકોની વાવણી કરશે. ખેડૂતોએ ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું તે અંગેની સમજ અને માહિતી હશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું.

બાગાયત

1. લીબુંનાં પાનની કાળી માખીના નિયંત્રણ માટે ઈમિડાકલોપ્રિડ ૪ મિલિ/ ૧૦ લિટર પાણીમાં નાખી જીવાતનો ઉપદ્રવ ચાલુ થાય ત્યાર પછી ૧૫ દિવસ પછી છંટકાવ કરવો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

2. આંબામાંથી ફળ ઉતારી લીધા બાદ ઝાડ ઉપર યુરિયા ૨% ના છંટકાવ કરવો, સુકી ડાળીઓ માલ ફોરમેશન વગેરે કાપીને નાશ કરવો.

3. જામફળ : લખનૌ – ૪૯ (સરદાર) જાતનું વાવેતર કરવું.

4. ચીકુ : કાળીપતી, પીળીપતી તેમજ પીકેએસ-૩, ૫ નું વાવેતર કરવું.

5. દક્ષીણ ગુજરાત માટે ગ્રાન્ટનૈન જાતનું વાવેતર કરવું.

6. કેળના રોપા તૌયાર કરવા માટે મેક્રો પ્રોપોગેશન પદ્ધતિનો ઉપયોગ કરવો.

7. દાડમ : ધોળકા, ભાવનગરી, જી-૧૩૭, ભગવો જાતનું વાવેતર કરવું.

8. બોર : ગોલા તથા સુરતીકાઠા જાતનું વાવેતર કરવું.

ઘાસચારો

1. ઘાસચારામાં જીંજવો ઘાસ, એન.બી-૨૧, સીઓ-૧, ૩, પૂસાજાયન્ટ, પીબીએન-૮૭ નેપીયાર ઘાસ વાવો.

2. જુવાર સુકી ખેતીવાળાએ જી.એન.જે.- ૧ નું વાવેતર કરવું.

3. વધુ વરસાદવાળા વિસ્તારમાં ગુજરાત જુવાર – ૪૨ તેમજ જી.એફ.એસ. – ૪, જી.એફ.એસ. – ૫ અને સી.એસ.વી. – ૨૧ એફનું વાવેતર કરવું.

4. ઘાસચારાની મકાઈ માટે જાત ગંગા સફેદ-૨, ૫ ફાર્મ સમેરી ગુજરાત મકાઈ-૧, ૨, ૩, ૪ અને આફ્રીકન ટોલનું વાવેતર કરવું.

5. ઘાસચારાની જુવાર માટે છાસટીપો કે જીએફએસએચ – ૧, ૪, ૫, પાયોનીય એક્સ-૯૮, એસ-૧૦૪૯ નું વાવેતર કરવું.

6. ઘાસચારા માટે ગંગા સફેદ -૨, ગંગા-૫, આફ્રિકન ટોલ, ગુજરાત મકાઈ – ૧, ૨, ૩, ૪ વાવો.

7. ઘાસચારા માટે જાયન્ટ બાજરી, રજકા બાજરી, એલ-૭૨, ૭૪, ગુ.ધા.બાજરી-૧ વાવો.

8. મારવેલ (જીંજવો) માટે ગુજરાત મારવેલ – ૧, મારવેલ – ૮, આઈજીએફઆરઆઈ – ૪૯૫ – ૧ વાવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

Next Article