ખેડૂતોએ ડીસેમ્બર માસમાં ઘઉં, દિવેલા અને રીંગણના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

|

Dec 04, 2021 | 12:13 PM

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ડીસેમ્બર માસમાં ઘઉં, દિવેલા અને રીંગણના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Wheat Crop

Follow us on

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ઘઉં (Wheat), રીંગણ અને દિવેલાના (Castor) પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

ઘઉં
1. ઘઉંની મોડી વાવણી (૨૬ નવે. થી ૧૦ ડીસે.) માટે જી. ડબલ્યુ. ૧૭૩, જી. ડબલ્યુ. ૧૧, લોક ૧, એમ.પી. ૩૨૮૮ કે રાજ ૪૨૩૮ પૈકી કોઈ પણ જાતનું વાવેતર કરવું.
2. બિયારણનો દર ૧૫૦ કિ.ગ્રા./હે. રાખવો.
3. પૂર્તિ ખાતર તરીકે વાવણી બાદ ૨૦-૨૫ અને ૩૫-૪૦ દિવસે અનુક્રમે ૧૩૦ કી .ગ્રા. અને ૬૫ કિ.ગ્રા. પ્રતિ હેકટરે યુરીયા આપવું.
4. ફૂટ અવસ્થાએ (વાવણી બાદ ૩૫-૪૫ દિવસે) પિયત આપવું.
5. ઘઉંમાં ૫૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ઝીંક સલ્ફેટનાં બે છંટકાવ નીઘલ તેમજ દુધિયા દાણા અવસ્થાએ કરવો.
5. ભાલીયા ઘઉંમાં વધુ ઉત્પાદન માટે થાયો યુરિયા ૫૦૦ PPM પ્રમાણ, ૧૦ લીટર પાણીમાં ફૂટ અવસ્થાએ બીજો ઉબી નિકળવાના સમયે છંટકાવ કરવો.
6. ઘઉંમાં નિંધલ અથવા દુધિયા ધાણા બેસે ત્યારે ૫૦ ગ્રામ / ૧૦ લી પાણીમાં ઝીંક સલ્ફેટના બે છંટકાવ કરવાથી ફાયદો થાય છે.

દિવેલા
1. વાવણી બાદ લગભગ ૧૧૦ થી ૧૧૫ દિવસે મુખ્ય માળ પીળી પડી ૨૫ ટકા ડોડવા પાકી જાય ત્યારે માળોની કાપણી સમયસર કરવી છોડ ઉપરની માળ પીળી પડતા સમયસર કાપણી કરવાથી છોડમાં નવી માળો ઝડપી ફૂટે છે અને છોડમાં બે કાપણી વધુ થાય છે.
2. ડોડવા કોરી ખાનાર ઈયળ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસિલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રીંગણ
1. સફેદ માખી માટે ડાયફેન્થ્યુરોન ૧૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં નાખી ત્રણ છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.
2. ગુજરાત ગોળ રીંગણ-૫ (જી.આર.બી.-૫) નું વાવેતર કરો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : Mandi: અમરેલીના બાબરા APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8700 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો : Parliament Session: કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે રાજ્યસભામાં કહ્યું- યુપી સહિત દેશભરના ખેડૂતોની આવક સતત વધી રહી છે

Next Article