Kharif 2022: ખેડૂતોએ કપાસ અને તલના પાકનું આગોતરું આયોજન કેવી રીતે કરવું? વાંચો આ અહેવાલ

|

Jun 09, 2022 | 3:05 PM

ખેડૂતોને (Farmers) ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું તે અંગેની સમજ અને માહિતી હશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

Kharif 2022: ખેડૂતોએ કપાસ અને તલના પાકનું આગોતરું આયોજન કેવી રીતે કરવું? વાંચો આ અહેવાલ
Cotton Crop
Image Credit source: File Photo

Follow us on

ચાલુ માસમાં એટલે કે, જુનમાં ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થાય છે અને ખેડૂતો (Farmers) જુદા-જુદા પાકોની વાવણી કરતા હોય છે. ખેડૂતોએ ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું તે અંગેની સમજ અને માહિતી હશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું.

કપાસના પાકનું આગોતરું આયોજન

1. સામાન્ય રીતે વાવણી લાયક વરસાદ થયેથી જુન મહિનાના બીજા અઠવાડીયાથી જુલાઈના પ્રથમ અઠવાડીયા સુધીમાં કપાસનું વાવેતર કરી શકાય.

2. તેનાથી વહેલું વાવેતર કરવાથી કપાસમાં જીંડવાની ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધે છે, તેથી કપાસનું ઉત્પાદન ઘટે છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

3. કપાસની તમારા વિસ્તાર માટે પ્રચલિત જાતનું વાવેતર કરવું.

4. કપાસના બિજને વાવતા પહેલા પેકેટ દીઠ 40 ગ્રામ એઝેટોબેકટર અને 40 ગ્રામ ફોસ્ફરસ સોલ્યુલીલઈઝિંગ બેકટેરીયા (પી.એસ.બી) કલ્ચરનો પટ્ટ આપી 30 મીનીટ સુધી છાયડામાં સુકવીને વાવણી કરો.

5. હેક્ટર દીઠ રાસાયણિક ખાતર ૧૮૦ –૩૭.૫૦–૧૧૨.૫૦ કિલો એન.પી.કે. આપવું.

6. ચોમાસાની અનિયમિતતા તેમજ રોગ-જીવાતોનાં કારણે કપાસ નિષ્ફળ જવાને શક્યતા રહે તેવા સમયે આંતરપાક પદ્ધતિ અપનાવાવી.

7. ભાષ્મિક અને ખારી ભાષ્મિક જમીનમાં કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ અને ડીએપી ખાતર આપવાથી ફાયદો થાય છે.

8. રોગ જીવાતના વધુ ઉપદ્રવને કારણે પાક નિષ્ફળ જાય તેવા સંજોગોમાં કપાસ આધારિત પાક પદ્ધતિઓ જેવી કે આંતરપાક પદ્ધતિ ખેડૂતો અપનાવવી જોઈએ.

તલના પાકનું આગોતરું આયોજન

1. મૂળખાઈ તથા સુકારાના નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હારજીયાનમનો બીજને પટ આપવો.

2. તલ ગુજરાત-૧, ૨, ૪(સફેદ) અથવા ગુજરાત તલ-૧૦ (કાળા)નું વાવેતર કરવું.

3. આંતરપાક પદ્ધતિમાં એક હાર તુવેર વચ્ચે બે હાર તલનું વાવેતર કરવું.

4. તલનું બીજ ઝીણું હોવાથી વાવણી વખતે તેમાં રેતી ભેળવીને વાવેતર કરવું.

5. એક હેક્ટરના વાવેતર માટે ૨.૫ થી ૩ કિ.ગ્રા. બીજ પુરતુ છે.

6. એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ કે કેપ્ટાનનો પટ આપીને વાવેતર કરવું.

7. તલના પાકમાં ૫૦ કિલો નાઈટ્રોજન અને ૨૫ કિલો ફોસ્ફરસ આ ઉપરાંત ૧૫ કિલો ગંધક, જીપ્સમ કે સીંગલ સુપર ફોસ્ફેટ આપવું.

8. બીજના સારા ઉગાવા માટે બીજને ૨ થી ૩ સે.મી. ઉંડાઈએ વાવણી કરવી.

9. સારા ઉગાવા માટે જમીનને પોચી અને ભરભરી બનાવો અને ઢેફા બીલકુલ હોવા જોઈએ નહિ.

 

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

Next Article