Agriculture: ખેડૂતોએ શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ

|

Jul 12, 2023 | 10:40 AM

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

Agriculture: ખેડૂતોએ શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ
Vegetables Crop

Follow us on

ખરીફ સિઝનમાં ખેડૂતો (Farmers) જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે શાકભાજીના પાકમાં (Vegetables Crop) રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

શાકભાજીના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

મરચી – ધરૂની ફેરરોપણી વખતે ધરુંના મૂળને ઈમિડાકલોપ્રીડ ૨-૩ મિ.લી. અથવા થાયામેથોકઝામ ૪ ગ્રામ /૧૦ લીટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં ૨ કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી શરૂઆતની અવસ્થામાં ચુસીયા પ્રકારની જીવાતો સામે રક્ષણ મળશે.

ટમેટા – ટમેટામાં ભલામણ કરેલ ૭૫+૩૭.૫+૬૨.૫ ના.ફો.પો. તત્વો સિવાય સુક્ષ્મ તત્વો પણ આપવા અથવા મલ્ટી માઈક્રોન્યુટ્રીયન્ટ ૧ ટકા દ્રાવણનો છંટકાવ ૪૫, ૬૦ અને ૭૫ દિવસે કરવાથી વધુ ઉત્પાદન મળે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

રીગણી – રીગણીનાં ફળ અને ડુંખ કોરી ખાનાર ઇયળનાં નિયંત્રણ માટે એમામેકટીન બેન્મોએટ ૫ ગ્રામ / ૧૦ લી. પાણીમાં નાખી છંટકાવ કરવો બીજો ૧૫ દિવસ બાદ કરવો.

ભીંડો- રાસાયણિક ખાતર ૧૫૦+૫૦+૫૦ ના.ફો.પો. ઉપરાંત મલ્ટીમાઈક્રોન્યુટ્રીયન્ટનો છંટકાવ કરવો. ભીંડાના બીજને ઈમીડાકલોપ્રીડની માવજત આપવી. પીળી નસનો રોગ નિયંત્રણ માટે ગુજરાત આણંદ ભીંડા ૫ નું વાવતેર કરવું. શરુઆતમાં રોગીષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી તેનો નાશ કરવો. રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઈસી ૦ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઈસી ૩.૪ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

આ પણ વાંચો : Sandalwood Farming: લાલ ચંદનથી થશે બમ્પર કમાણી, તેની ખેતી શરૂ કર્યા પછી થોડા વર્ષોમાં ખેડૂત બની જશે કરોડપતિ

ઘાસચારો – આણંદ ઘાંસચારા જુવાર-૧૨ નું વાવેતર કરો અને બહુ કાપણી વાળી જુવારની સીઓ એફ એસ-૨૯ નું વાવેતર કરો. ગુજરાત મારવેલ-૧ જીંજવો વાવો. ઘાસચારા માટે સૂર્યમુખી સુર્યાનું વાવેતર કરો.

મકાઈ – ગંગા સફેદ-૨, ફાર્મ સમેરી, આફ્રિકન ટોલ, ગુજરાત મકાઈ -૧, ૨, ૩, ૪ વાવો. તેમને બીજ માવજતમાં એઝેટોબેકટર અથવા સ્પિરીયલ કલ્ચર ૪ કિલો. બીજ દીઠ ૨૦૦ ગ્રામની માવજત આપવી.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article