ખેડૂતો સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ સમયાંતરે પાકમાં જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. પાકમાં જ્યારે રોગ-જીવાતનો ઉપદ્રવ થયો હોય છે ત્યારે તેના નિયંત્રણ માટે જુદા-જુદા પગલા લેવા જોઈએ. તલ અને રાઈના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી.
1. રાઈ પાકની શીંગો પીળી થવા લાગે. મુખ્ય ડાળીઓની શીંગો સુકાઈ જવાની શરૂઆત થાય અને નીચેના પાન ખરી પડે ત્યારે કાપણી કરવી. રાઈની કાપણી સવારના સમયે કરવી જેથી દાણા ખરવાનો ભય ઓછો રહે.
2. મોલો-મશીનાં નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
3. ઉપદ્રવ વધતો જણાય તો થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ટોલ્ફેનપાયરાડ ૧૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા એસીટામિપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ અથવા સ્યાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
તલના પાન કુકડાઈ ન જાય તે માટે તેમાં આવતી જીવાતના નિયંત્રણ માટે ગંધક ૩૦૦ મેષ ભૂકી અથવા ફેનાઝાક્વિન ૧૦ મી.લી. ૧૦ લીટર માં ભેળવી છંટકાવ કરવો.
આ પણ વાંચો : ઘઉં અને મગફળીના પાકમાં વધારે ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો રોગ-જીવાત નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો
વિવિધ પ્રકારના બીજ અને જમીનજન્ય રોગો જેવા કે સુકારો, મૂળનો સડો, થડનો સડો (સફેદ ફુગ), ઉગસૂક અને ધરુમૃત્યુના રોગો સામે કરંટ ટ્રાયકોડર્મા વીરીડી ૧.૫ % અસરકારક કામ આપે છે. તેમાં સફેદ ફૂગ સામે ખાસ કામ આપે છે.
માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી
Published On - 12:44 pm, Wed, 3 January 24