ખેડૂતો ચણા અને ધાણાના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરશે તો મળશે વધારે પાક ઉત્પાદન

|

Dec 19, 2023 | 12:33 PM

ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતો ચણા અને ધાણાના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરશે તો મળશે વધારે પાક ઉત્પાદન

Follow us on

ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.

પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે ચણા અને ધાણાના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

ધાણાના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. ઉગાવાના એક મહિના બાદ ટ્રાઈકોડર્માં હારજીયાનમ ૫ કિ.ગ્રા. ૧૦ કિલો રેતીમાં ભેળવી છંટકાવ કરવાથી સુકારાનું નિયંત્રણ મેળવી શકાય છે.

ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?

2. જરૂરીયાત મુજબ પિયત આપવા. વાદળવાળા હવામાનમાં પિયત આપવું નહિ તેમ છતાં જરૂર જણાય તો હળવું પિયત આપવું.

3. પૂર્તિ ખાતર તરીકે ૧૫ કિ.ગ્રા./હે. નાઈટ્રોજન આપવો.

ચણાના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. પ્રથમ ફુલ આવવા અને બીજું પોપટા બેસતી અવસ્થાએ ૨% પોટેશીયમ નાઈટ્રેટના દ્રાવણનો છંટકાવ કરવો.

2. પિયત પાકનું ઓરવાણ પાણી આપ્યા બાદ બીજુ પિયત ૧૫ થી ૨૦ દિવસે અને ત્રીજુ પિયત ૩૫ થી ૪૦ દિવસે ફુલ બેસે ત્યારે આપવું.

3. પોપટા કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૩ મી.લી. અથવા ફ્લુબેન્ડિયામાઈડ ૩ મિ.લી. અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૩ મિ.લી. અથવા ફેનવાલરેટ ૨૦ ઈસી ૧૦ મિ.લી. / ૧૦ લીટર પાણીમાં નાખી પ્રથમ છંટકાવ ૫૦ % ફુલ અવસ્થાએ અને બીજો છંટકાવ પ્રથમના ૧૫ દિવસે કરવો.

આ પણ વાંચો : ખેડૂતો મરી મસાલાના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરશે તો મળશે વધારે પાક ઉત્પાદન

કાળીજીરીના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. રાસયણીક ખાતર ૫૦-૨૫-૦ ના.-ફો.-પો. કિ.ગ્રા./હે. આપવું.

2. ગુજરાત ગોળ રીંગણ-૫ (જી.આર.બી.-૫) નું વાવેતર કરો.

પૂર્વા તલ : ગાંઠિયા માખીના નિયંત્રણ માટે મિથાઈલ-ઓ-ડીમેટોન ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article