ટપક સિંચાઈથી પાક ઉત્પાદનમાં વધારો થશે, 4 લાખ ખેડૂતોને મળશે 1705 કરોડ રૂપિયાની સહાય

|

Jul 21, 2022 | 12:48 PM

ગ્રામ સેવા સહકારી મંડળીઓ અને ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO)ને 40 કરોડના ખર્ચે 1000 ડ્રોન આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેનાથી ખેડૂતો ઓછા સમયમાં અસરકારક અને સુરક્ષિત રીતે જંતુનાશકોનો છંટકાવ કરી શકશે.

ટપક સિંચાઈથી પાક ઉત્પાદનમાં વધારો થશે, 4 લાખ ખેડૂતોને મળશે 1705 કરોડ રૂપિયાની સહાય
Drip Irrigation
Image Credit source: TV9

Follow us on

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે ટપક સિંચાઈથી (Drip Irrigation) પાકનું ઉત્પાદન વધે છે. રાજસ્થાન જેવા રણ પ્રદેશમાં સિંચાઈ માટે ટપક સિંચાઈ એ એકમાત્ર લાંબા ગાળાનો ઉપાય છે. આ દિશામાં ખેડૂતોનો (Farmers) ઝુકાવ વધ્યો છે. સરકાર તેના ઉપયોગ અંગે જાગૃતિ લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે 4 લાખ ખેડૂતોને ટપક સિંચાઈનો લાભ મળે તે માટે સરકાર દ્વારા બજેટમાં 1705 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. 2 લાખ હેક્ટર વિસ્તારમાં ટપક સિંચાઈ માટે રાજસ્થાન માઈક્રો ઈરીગેશન મિશન હેઠળ 1.60 લાખ ખેડૂતોને સિંચાઈ પ્લાન્ટ આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના કૃષિ બજેટની સમીક્ષા બેઠકમાં ગેહલોતે આ માહિતી આપી હતી.

રાજસ્થાનમાં પાણીની ભારે તંગી છે. તેથી, અત્યાર સુધીમાં 9,738 ખેત તલાવડી અને 1,892 ડીગીના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે 22,807 વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે. સરકારે આ સોલાર પંપ પર 61.58 કરોડ રૂપિયાની સબસિડી બહાર પાડી છે. રાજ્ય સરકાર દ્વારા સિંચાઈમાં પાણી બચત યોજનાઓ પર લગભગ 75 ટકા સબસિડી આપવામાં આવે છે.

સરકાર 1000 હજાર ડ્રોન ખરીદશે

બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે ગ્રામ સેવા સહકારી મંડળીઓ અને ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO)ને 40 કરોડના ખર્ચે 1000 ડ્રોન આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેનાથી ખેડૂતો ઓછા સમયમાં અસરકારક અને સુરક્ષિત રીતે જંતુનાશકોનો છંટકાવ કરી શકશે. જેના કારણે પાકનું રક્ષણ થશે અને ઓછા ખર્ચ સાથે તેમની આવકમાં પણ વધારો થશે. તેમણે કહ્યું કે રાજ્યમાં કૃષિ સંબંધિત યોજનાઓનો મહત્તમ લાભ નાના અને સીમાંત ખેડૂતો મેળવી શકે તે માટે આવી કૃષિ જોગવાઈઓ થવી જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ફળો અને મસાલાની ખેતી પર ભાર

મુખ્યમંત્રીએ કહ્યું કે રાજસ્થાન બાગાયત વિકાસ મિશન હેઠળ ફળો અને મસાલાની ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. લગભગ 15,000 હેક્ટર વિસ્તારમાં ફળોની ખેતી અને 1500 હેક્ટરમાં મસાલાની ખેતી કરવાનો લક્ષ્યાંક નક્કી કરીને કામ કરવામાં આવી રહ્યું છે. ફળોના બગીચા સ્થાપવા માટેની ગ્રાન્ટ મર્યાદા 50 થી વધારીને 75 ટકા કરવામાં આવી છે. યોજના હેઠળ અરજીઓ મેળવવા અને મંજુરી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ સાથે ખજૂરની ખેતીને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા ખજૂરનો બગીચો બનાવવા અને ટીશ્યુ કલ્ચર પ્લાન્ટ સપ્લાય કરવા માટે ગ્રાન્ટ શરૂ કરવામાં આવી છે. કૃષિ મંત્રી લાલચંદ કટારિયાએ ખેડૂતોને લોન માફી, કિસાન ઉર્જા મિત્ર યોજના, વાયરબંધી, મશીનરી ખરીદી માટે ગ્રાન્ટ જેવી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.

Published On - 12:48 pm, Thu, 21 July 22

Next Article