PM Kisan: 31 ડિસેમ્બર સુધીમાં કરી લો આ કામ, નહીંતર ખાતામાં નહીં આવે 13મો હપ્તો

|

Nov 20, 2022 | 12:15 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ઓક્ટોબરે જ પીએમ કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો જાહેર કર્યો હતો. આ વખતે દેશના 8 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે. દરેકના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

PM Kisan: 31 ડિસેમ્બર સુધીમાં કરી લો આ કામ, નહીંતર ખાતામાં નહીં આવે 13મો હપ્તો
ઉપરાંત, ખેડૂત પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ચેક કરો કે તેમના દ્વારા અગાઉ આપવામાં આવેલી માહિતી સાચી હતી કે નહીં. આ સાથે પાત્રતા ધરાવતા ખેડૂતે પોતાનો બેંક એકાઉન્ટ નંબર અને આધાર નંબર પણ તપાસવો જોઈએ. આ માટે તમારે નીચે આપેલ પ્રક્રિયાને અનુસરવી પડશે.
Image Credit source: File Photo

Follow us on

પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોએ 31 ડિસેમ્બર સુધીમાં તેમનું ઈ-કેવાયસી વેરિફિકેશન કરાવવું પડશે. સ્ટેટ નોડલ ઓફિસર મેઘરાજ સિંહ રત્નુએ જણાવ્યું હતું કે PM-કિસાન યોજનાના તમામ લાભાર્થી ખેડૂતો માટે 31 ડિસેમ્બર, 2022 સુધીમાં ઈ-કેવાયસી વેરિફિકેશન કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેથી તેઓ આ યોજના હેઠળના તમામ લાભો સરળતાથી મેળવી શકે. તેમણે કહ્યું કે ઈ-કેવાયસી વેરિફિકેશન ન કરાવવા પર લાભાર્થી ખેડૂતોને આગામી હપ્તા મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.

ક્યાંથી કરાવી શકશો ઈ-કેવાયસી?

મેઘરાજ સિંહ રત્નુએ કહ્યું કે આ માટે લાભાર્થી ખેડૂતોએ ઈ-મિત્ર કેન્દ્ર પર જઈને આધાર કાર્ડ દ્વારા બાયોમેટ્રિક સિસ્ટમથી ઈ-કેવાયસી વેરિફિકેશન પૂર્ણ કરવું પડશે. તમામ ઈ-મિત્ર કેન્દ્રો પર ઈ-કેવાયસી માટેની ફી રૂ. 15 પ્રતિ લાભાર્થી (કર સહિત) નક્કી કરવામાં આવી છે. ખેડૂતોને આ યોજનામાં આવતા હપ્તાનો લાભ ઈ-કેવાયસી પૂર્ણ થયા બાદ જ મળશે.

આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ઓક્ટોબરે જ પીએમ કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો જાહેર કર્યો હતો. આ વખતે દેશના 8 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે. દરેકના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ માટે કેન્દ્ર સરકારે 16,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. ત્યારે હવે ખેડૂતો 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

નકલી ખેડૂતોને ઓળખવામાં મદદ મળશે

કેન્દ્ર સરકારે ઈ-કેવાયસી ફરજિયાત કર્યું છે. કેન્દ્ર સરકારને લાગે છે કે દર વર્ષે લાખો પાત્ર ન હોય તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. તેનાથી સરકાર પર નાણાકીય બોજ વધ્યો છે. પરંતુ, ઈ-કેવાયસી ફરજિયાત થતાં જ હવે નકલી ખેડૂતોની ઓળખ થશે. આવી સ્થિતિમાં તેમને પીએમ કિસાન યાદીમાંથી બાકાત રાખવામાં આવશે.

આ પહેલા કેન્દ્ર સરકારે 11મા હપ્તા માટે 21 હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. ત્યારબાદ 10 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા. બીજી તરફ ઇ-કેવાયસી ફરજિયાત થતાં જ નકલી ખેડૂતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એકલા ઉત્તર પ્રદેશમાં જ 21 લાખ નકલી ખેડૂતોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. ત્યારે પતિ-પત્ની પણ એકસાથે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ શકતા નથી. જો આમ કરતા પકડાશે તો તેઓ નકલી જાહેર કરવામાં આવશે. આ સાથે તેમની પાસેથી પૈસા પણ પરત લેવામાં આવશે.

Published On - 8:57 pm, Sat, 19 November 22

Next Article