Cyclone Taukte: વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે સરકારની સહાયથી ખેડૂતો નાખુશ, મણના નુકસાન સામે કણની સહાય

|

May 27, 2021 | 4:11 PM

વાવાઝોડાથી નાશ પામેલા બાગાયતી વૃક્ષો માટે ખેડૂતને હેક્ટર દીઠ રૂ.1 લાખ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે. તો બાગાયતી પાકો ખરી જવાના કિસ્સામાં ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.30 હજાર 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે.

Cyclone Taukte: વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે સરકારની સહાયથી ખેડૂતો નાખુશ, મણના નુકસાન સામે કણની સહાય

Follow us on

તાઉ તે વાવાઝોડાથી થયેલા નુકસાન બાદ રાહત સ્વરૂપે રાજ્ય સરકારે (Government) 500 કરોડના પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં વાવાઝોડાથી નાશ પામેલા બાગાયતી વૃક્ષો માટે ખેડૂતને હેક્ટર દીઠ રૂ.1 લાખ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે. તો બાગાયતી પાકો ખરી જવાના કિસ્સામાં ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.30 હજાર 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે.

વાવાઝોડા કૃષિ પેકેજથી રાજ્ય સરકાર પર રૂ. 500 કરોડનો બોજ આવશે અને એક જ સપ્તાહમાં ખેડૂતોના (Farmers) ખાતામાં રાહતની રકમ જમા થઇ જશે. ત્યારે ખેતી વિશેષજ્ઞમાં રાહત અંગે વિસંગતતા જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે, મણના નુકસાન સામે કણની સહાય મળી છે.

સરકારના નિયમો પ્રમાણે કેટલી સહાય મળશે ?

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

રાજ્ય સરકારે પાકના નુકસાન માટે 500 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું
બાગાયતી પાકોના વૃક્ષો મૂળ સહિત ઉખડી જવાના કિસ્સામાં હેકટર દીઠ 1 લાખની સહાય
બે હેકટરની મર્યાદામાં સહાય ચુકવવામાં આવશે
ઝાડ ઉભા હોય અને પાક ખરી પડ્યો તો હેકટર દીઠ 30 હજારની સહાય
પાક ખરી પડ્યો હોય તે કિસ્સામાં વધુમાં વધુ બે હેકટરની મર્યાદામાં સહાય ચુકવવામાં આવશે
ઉનાળુ પાકને નુકસાનના કિસ્સામાં મહત્તમ બે હેકટરની મર્યાદામાં હેકટર દીઠ 20 હજારની સહાય

ખેડૂતોની અપેક્ષા શું છે ?

વાવાઝોડાને કારણે ખેડૂતોના અંદાજે 70 લાખ બાગયતી વૃક્ષ પડી ગયા
આંબામાં ખેડૂતોને હેકટરદીઠ રૂપિયા 28 લાખનું નુકસાન છે
આંબાદીઠ રૂપિયા 28 હજાર જેટલી આવક ખેડૂતોને થાય છે
એક હેકટરમાં આશરે 100થી 120 આંબા હોય છે
ખેડૂતોના કહેવા પ્રમાણે આંબાના 38 લાખ, નાળીયેરીના 29 લાખ, અન્ય બાગયતી પાકના 5 લાખ વૃક્ષો પડી ગયા છે
આશરે ખેડૂતોને 7 હજાર કરોડનું નુકસાન થયું છે

વાવાઝોડાએ ક્યાં ક્યાં પાકોમાં સર્જ્યું નુકસાન ?

આંબા, નાળીયેરી, ચીકુ, લીંબુ જેવા બાગાયતી પાકોના ફળ ઝાડ મૂળ સહિત ઉખડી ગયા
બાગાયતી પાકમાં વાવાઝોડાને કારણે ફળ ખરી પડ્યા
ઉનાળુ પાક તલ, બાજરી, મગ, અડદ, ડાંગર, મગફળી, ડુંગળીને નુકસાન
કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન

નવસારી જિલ્લામાં ખેડૂતોની નારાજગી

નવસારી જિલ્લામાં સરકારના સર્વે મુજબ 380 ગામોમાં વાવાઝોડાએ નુકસાન કર્યું છે
જેમાં 8,725 ખેડૂતોનાં કુલ ૧૬,૩૪૩ હેક્ટર ખેતીવાડી અને બાગાયતોમાં નુકસાન
સરકારના સર્વે મુજબ 10 કરોડ 84 લાખનું નુકસાન આંકવામાં આવ્યું છે
નવસારીના ખેડૂતોના કહેવા પ્રમાણે રૂપિયા 150 કરોડથી વધુનું નુકસાન માત્ર કેરીમાં આવ્યું છે
સરકારના સર્વેથી નવસારી જિલ્લાના ખેડૂતો નારાજ થયા છે

સુરત જિલ્લો

સુરત જિલ્લામાં સરકારે સર્વે કર્યો
સર્વે મુજબ ખેડૂતોને 8.5 કરોડની ચુકવણી કરવામાં આવશે
સર્વે મુજબ કુલ 5,826 હેકટર જમીનમાં વાવાઝોડાથી નુકસાન થયું છે
સુરત જિલ્લાના 10 તાલુકાની 30 ટકા જમીનમાં ડાંગર અને કેળાના પાકને નુકસાન
સુરત તાલુકાના 4,185 ખેતીની જમીન અને 641 હેકટર બાગાયતી પાકને નુકસાન
જિલ્લા પંચાયતના સર્વે મુજબ અને સરકારના નિયમ મુજબ 33 ટકાથી વધુ કુલ 5826 હેકટરમાં નુકસાનની પેટે વળતર ચુકવવામં આવશે

Next Article