Monsoon 2022: ચોમાસાના મહિનામાં કરવાના થતા કૃષિ કાર્યો, નફો વધશે ઉત્પાદનમાં પણ થશે વધારો

|

May 12, 2022 | 1:22 PM

ભારતમાં ચોમાસાના મહિનામાં ખેડૂતો(Farmers)દ્વારા ખરીફ પાકની ખેતી કરવામાં આવે છે. તો આ લેખમાં આપણે ચોમાસામાં કરવામાં આવતા કૃષિ કાર્ય વિશે વિગતવાર ચર્ચા કરીશું.

Monsoon 2022: ચોમાસાના મહિનામાં કરવાના થતા કૃષિ કાર્યો, નફો વધશે ઉત્પાદનમાં પણ થશે વધારો
Vegetables Farming
Image Credit source: File Photo

Follow us on

જો તમે પણ જૂન-જુલાઈ મહિનામાં તમારા ખેતરના પાકમાંથી સારો નફો મેળવવા ઈચ્છો છો, તો આ લેખ તમારા માટે છે. બદલાતી ઋતુઓ સાથે, ખેડૂત તેના ખેતરમાં મોસમી પાકની ખેતી કરીને બજારમાંથી સારો નફો કમાય છે. ત્યારે આપણે બધા જાણીએ છીએ કે જૂન-જુલાઈ મહિનો શરૂ થવાનો છે. આવી સ્થિતિમાં દેશના ખેડૂતોએ કયા પાકની ખેતી કરવી જોઈએ જેથી કરીને તેઓ વધુમાં વધુ નફો મેળવી શકે. તમને જણાવી દઈએ કે ભારતમાં ચોમાસા(Monsoon 2022)ના મહિનામાં ખેડૂતો(Farmers)દ્વારા ખરીફ પાકની ખેતી કરવામાં આવે છે. તો આ લેખમાં આપણે ચોમાસામાં કરવામાં આવતા કૃષિ કાર્ય વિશે વિગતવાર ચર્ચા કરીશું.

સારો નફો મેળવવા માટે આ કામ કરો

જો જોવામાં આવે તો જૂન-જુલાઈ મહિનામાં ખેડૂતો તેમના ખેતરોમાં મોટાભાગે વેલા શાકભાજી (Growing vegetables)ઉગાડે છે. જેમાં દુધી, તૂરિયા, કારેલા વગેરે. જો તમે આ દિવસોમાં તમારી ખેતીમાંથી વધુ નફો મેળવવા માંગતા હો, તો તમે ડાંગર, મકાઈ, સોયાબીન અને મગફળીની પણ ખેતી કરી શકો છો. જુલાઈના પ્રથમ સપ્તાહમાં ખેડૂતો તેમના ખેતરોમાં મકાઈની વાવણી શરૂ કરે છે. ત્યારે ખેડૂતો તેમના ખેતરોમાં ડાંગરની સુગંધિત જાતોની નર્સરી પણ પ્લાન્ટ કરી શકે છે.

જૂન-જુલાઈમાં શાકભાજીની સુધારેલી જાતો

જૂન-જુલાઈમાં તમારા પાકમાંથી વધુ નફો મેળવવા માટે, જો તમે ખેતરમાં શાકભાજી વાવો છો. તો આ માટે તમારે નીચે આપેલી જાતો અને શાકભાજીની સંકર જાતો વાવવી જોઈએ. જે તમને ઓછા સમયમાં વધુ નફો આપે છે. શાકભાજીની ખેતી ખેડૂતો માટે ખૂબ જ નફાકારક રહે છે. કારણ કે બજારમાં અને ઘરોમાં તેમની માગ સૌથી વધુ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શાકભાજીની સુધારેલી જાતો

દુધીની વાવણી માટેની જાતો:

પુસા નવીન, પુસા સંદેશ, પુસા સંતુષ્ટિ, પુસા સમૃદ્ધિ, પી.એસ.પી.એલ. તથા પુસા હાઇબ્રિડ-3 જાતનું વાવેતર કરો.

કારેલાની વાવણી માટેની જાતો:

ખેડૂતો તેમના ખેતરોમાં પુસા દો મોસમી, પુસા વિશેષ, પુસા હાઇબ્રિડ-1 અને પુસા હાઇબ્રિડ-2 વાવી શકે છે.

તોરાઈની વાવણી માટેની જાતો:

પુસા સુપ્રિયા, પુસા સ્નેહા, પુસા ચિકની, પુસા નાસદાર, સાતપુટીયા, પુસા નૂતન અને કો-1 ખેતી માટે શ્રેષ્ઠ ગણાય છે. ખેડૂતો પોતાના ખેતરમાં તેનું વાવેતર કરીને સરળતાથી નફો કમાઈ શકે છે.

ઔષધીય છોડની ખેતી

દેશના ખેડૂતો પણ તેમના ખેતરોમાં જૂન-જુલાઈ મહિનામાં ઔષધીય છોડની ખેતી કરે છે. કારણ કે આ સિઝનમાં ખેડૂતો તેમની ખેતીમાંથી મહત્તમ નફો કમાય છે. જો જોવામાં આવે તો આજના સમયમાં ઔષધીય ઉત્પાદનોની માગ સૌથી વધુ છે. આ સિઝનમાં ઘણા ખેડૂતો તેમની પરંપરાગત ખેતી છોડીને અન્ય પાકની ખેતી કરે છે. જેથી તે વધુ નફો કમાઈ શકે.

Next Article