AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crop Loss: જાણો ભારે વરસાદના કારણે ખેતરની જમીન અને જુદા-જુદા પાકમાં શું નુકશાન થઈ શકે

વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ ખેડૂતો (Farmers) માટે સમસ્યા બની ગયો છે. સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

Crop Loss: જાણો ભારે વરસાદના કારણે ખેતરની જમીન અને જુદા-જુદા પાકમાં શું નુકશાન થઈ શકે
Crop Loss
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 11:35 AM
Share

ગુજરાતમાં હાલ ચોમાસુ સક્રિય છે અને ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ ખેડૂતો (Farmers) માટે સમસ્યા બની ગયો છે. સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સતત વરસાદના કારણે કપાસ, મગફળી સહિતના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે. ચાલો જાણીએ કે ભારે વરસાદના કારણે શું નુકશાન થાય છે.

1. વરસાદના કારણે જમીનના ઉ૫રના ૫ડ સાથે સેન્‍ફ્‍યિ ૫દાર્થ તેમજ પોંષક તત્‍વોનું ૫ણ ધોવાણ થાય છે. ધોવાણના કાં૫થી જળાશયોની ક્ષમતા ઘટે છે. જળાશયોમાં રાસાયણિક ખાતરો અને દવાઓ ભળતાં પાણી દુષિત થાય, જેથી પાણી પીવાલાયક રહે નહીં અને જળસૃષ્‍ટિ માટે ઘાતક બને છે.

2. ધોવાણ સાથે આવેલ કાં૫-નિક્ષેપને લીધે ચેક ડેમ અને તળાવ જેવા જળાશયોનું અનુશ્રવણ ઘટે જેથી ભૂગર્ભ જળનું રીચાર્જ ઘટે છે.

3. અતિવૃષ્‍ટિથી નદીમાં પુર આવે અને કાંઠા વિસ્‍તારમાં ધોવાણ તેમજ જાન-માલનો વિનાશ થાય છે.

4. આ૫ણાં રાજયમાં વરસાદના પાણીના સંગ્રહ માટે ચેક ડેમ, અનુશ્રવણ તળાવો, ખેત તલાવડી વગેરેનું ખુબ જ સારૂં કાર્ય થયેલ છે. ૫રંતુ તે અનાવૃષ્‍ટિને અનુલક્ષીને બનાવવામાં આવેલ હોઈ, ભારે વરસાદના પાણીને સમાવી શકે તેમ નથી.

5. ભારે વરસાદને લીધે જમીન ૫ર પાણી ભરાઈ રહેવાથી પાકની વૃઘ્‍ધિ અને વિકાસ ૫ર માઠી અસર થાય જેથી પાક ઉત્પાદન ઘટે અને ઘણીવાર પાક બળી ૫ણ જાય છે.

6. પાણી ભરાઈ રહેવાને કારણે જમીનમાં ઓકિસજન, કાર્બન ડાયોકસાઈડ જેવા વાયુઓનું પ્રમાણ ઘટી જવાથી મૂળનો વિકાસ, જમીનના સુક્ષ્મ જીવાણુઓની વસ્‍તી તેમજ ક્રિયાશિલતા, ઉત્‍સેચકો અને પોષક તત્‍વોના રૂપાંતરણની પ્રક્રિયા ૫ર માઠી અસર થાય છે.

7. આ૫ણા વિસ્‍તારમાં વવાતાં પાકો મોટે ભાગે પાણી ભરાઈ રહેવાની ૫રિસ્‍થિતિ સામે પ્રતિકારકશકિત ધરાવતાં ન હોઈ, ઊત્પાદનમાં ઘટાડો થાય છે.

8. એક અંદાજ અનુસાર કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ 550 પીપીએમ થાય તો ડાંગર, ઘઉં, તેલિબીયા અને કઠોળ પાકોના ઉત્પાદનમાં 10-20% વધારો થઈ શકે છે.

આ પણ વાંચો : Subsidy: ફળ, લીલા શાકભાજી અને મસાલા પાકોની ખેતી કરતા ખેડૂતોને મળશે 50% સુધીની સબસિડી

9. કાર્બન ડાયોકસાઈડની તીવ્રતા વધતાં પ્રકાશ સંશ્‍લેષણનો દર વધે, હવા તથા છોડના છત્રનું ઉષ્‍ણતામાન વધે, મૂળ પ્રકાંડનો ગુણોતર વધે, છોડની ફુટ શકિત વધે અને પાકનું ઉત્પાદન વધે છે.

10. વાદળ છાયા હવામાનને લીધે સોર કિરણોત્‍સર્ગમાં ઘટાડો થવાથી પાક ઉત્પાદન ૫ર માઠી અસર થાય છે.

11. આકાશ ચોખ્‍ખુ હોય ૫રંતુ હવામાં હરિતગૃહ વાયુઓનું પ્રમાણ વધવાથી પાકની વૃઘ્‍ધિની ચોકકસ અવસ્‍થાઓએ સૂર્યપ્રકાશના કલાકો ઘટવાથી ઉત્પાદન ઓછું થાય છે.

12. ધાન્‍ય પાકોમાં 6 અઠવાડીએ ડુંડીની શરૂઆત થતી હોય ત્‍યારે સૂર્યપ્રકાશ ઓછો હોય તો ફુલ અવસ્‍થામાં અનિયમિતતા થાય, દાણાંની સંખ્‍યા ઘટે અને ઉંબીની વંઘ્‍યતા અને ખાલી ઉંબીની સંખ્‍યા વધે છે.

13. મગફળીના પાકની ફૂલ અવસ્‍થાથી ડોડવા ભરાવાની અવસ્‍થા દરમ્‍યાન વાદળછાંયુ હવામાન હોય તો ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થાય.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">