Cowpea Fodder Cultivation: પૂરક આહાર વિના ગાયો રોજનું આપશે 6 થી 7 લીટર દુધ, ખવડાવો આ ઘાસ

|

Dec 26, 2021 | 2:35 PM

Cowpea Fodder: ખેડૂતો વારંવાર ફરિયાદ કરે છે કે તેમના પશુઓ ખૂબ જ ઓછુ દૂધ આપે છે. આ કારણથી નફો ઘટી રહ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, પશુઓને યોગ્ય ઘાસ ન આપવું અને યોગ્ય દેખરેખ ન કરવાથી દુધ ઘટવાની સમસ્યા થાય છે.

Cowpea Fodder Cultivation: પૂરક આહાર વિના ગાયો રોજનું આપશે 6 થી 7 લીટર દુધ, ખવડાવો આ ઘાસ
Cowpea Fodder Cultivation

Follow us on

ભારતમાં ખેતી પછી, ખેડૂતો (Farmers) આવક માટે સૌથી વધુ પશુપાલન (Animal Husbandry)પર નિર્ભર છે. મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં એવું જોવા મળે છે કે ખેડૂતો ખેતીની સાથે ગાય (Cow) કે ભેંસનું પાલન કરે છે. જેના કારણે ખેતર માટે ગાયના છાણમાંથી ખાતર સરળતાથી મળી રહે છે. બીજી તરફ ખેડૂતો દૂધ વેચીને મોટો નફો કમાઈ શકે છે.

ખેડૂતો વારંવાર ફરિયાદ કરે છે કે તેમના પશુઓ ખૂબ ઓછું દૂધ આપે છે. જેના કારણે તેમનો નફો ઘટી જાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે પશુઓને યોગ્ય ચારો ન આપવાથી અને યોગ્ય કાળજી ન લેવાને કારણે ઓછા દૂધ જેવી સમસ્યાઓ આવે છે. આવી સ્થિતિમાં, પશુ વિભાગ ખેડૂતોને ચોળી (Cowpea)ના ચારાનું વાવેતર કરવાની સલાહ આપી રહ્યું છે. ચોળી ગાયો માટે ફાયદાકારક છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જ્યારે ગાયોમાં દૂધ ઉત્પાદન ક્ષમતા ઘટી જાય છે, ત્યારે ખેડૂતો પૂરક સપ્લીમેન્ટ નો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. આ સપ્લીમેન્ટ્સમાં ઘણા પ્રકારના હાનિકારક તત્ત્વો જોવા મળે છે. આવી સ્થિતિમાં, તેઓ પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે, આ પ્રકારનું દૂધ પીવું મનુષ્ય માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે સરકાર ચોળી ઘાસ ખવડાવવા પર ભાર આપી રહી છે, જેના કારણે પશુઓમાં દૂધનું ઉત્પાદન (Milk production) સ્તર કોઈપણ પૂરક સપ્લીમેન્ટ વિના દરરોજ 6 થી 7 લિટર સુધી વધે છે.

લોબિયા (ચોળી) ઘાસમાં શું વિશેષ છે?

અન્યની સરખામણીએ ખુબ જ પાચક છે.
ફૂડ પ્રોટીન ઉપલબ્ધ છે
ફૂડ ફાયબરના તત્વ પણ ઉપલબ્ધ, જે ગાયોમાં દૂધ ઉત્પાદનનું સ્તર વધારવામાં મદદરૂપ થાય છે.

જો ખેડૂતો આ ઘાસનો ઉપયોગ કરવા ઈચ્છતા હોય તો કોઈ પણ બીજ કેન્દ્ર પરથી તેના બીજ ખરીદી શકે છે હાલ બીજ કેન્દ્ર પર લોબિયાની EC- 4216, UPC-287, UPC-5286, GFC-1, GFC-2, GFC-4 ની જાત ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: Holidays 2022: નવા વર્ષમાં રજાઓ સાથે વીકએન્ડનો કોમ્બો મળી રહ્યો છે, તમે અહીં યાદી જોઈને રજાઓનો લાંબો પ્લાન બનાવી શકો છો

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીના ‘બૂસ્ટર ડોઝ’ના નિર્ણય પર વિપક્ષી નેતાઓએ શ્રેય લેવાનું શરૂ કર્યું, રાહુલ ગાંધીએ કહ્યું- આખરે પીએમએ મારી વાત સ્વીકારી

Next Article