Cotton Price: આ વર્ષના અંત સુધીમાં કપાસના ભાવમાં ભારે ઘટાડો થઈ શકે છે, જાણો શું છે કારણ?

|

Jun 27, 2022 | 2:09 PM

જૂનની શરૂઆતમાં એક અંદાજ બહાર પાડ્યો હતો કે કપાસના ભાવ (Cotton Price) ઘટીને રૂ. 41,800-40,000 થઈ શકે છે. તેમાં સુધારો કરીને અમે આ વર્ષના અંત સુધીમાં 30 હજાર રૂપિયાથી નીચે રહેવાનો અંદાજ જાહેર કર્યો છે.

Cotton Price: આ વર્ષના અંત સુધીમાં કપાસના ભાવમાં ભારે ઘટાડો થઈ શકે છે, જાણો શું છે કારણ?
Cotton Crop
Image Credit source: File Photo

Follow us on

હાલની સ્થિતિ જોતા દેશી અને વિદેશી બજારમાં કપાસના ભાવમાં (Cotton Price) વધારો થવાનો સમય પુરો થતો જણાય છે. 2022ના અંત સુધીમાં સ્થાનિક બજારમાં રૂની કિંમત 30,000 રૂપિયા પ્રતિ ગાંસડી (1 ગાંસડીમાં 170 કિલો)થી નીચે આવી શકે છે. અત્યારે તેનો ભાવ 45,500 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. વિદેશી બજાર એટલે કે ICE (ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ) પર કપાસના ડિસેમ્બર વાયદાના ભાવ પણ પાઉન્ડ દીઠ 80 સેન્ટથી નીચે આવવાની ધારણા છે. ઓરિગો ઈ-મંડીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર (કોમોડિટી રિસર્ચ) તરુણ સત્સંગીના જણાવ્યા અનુસાર માગમાં તીવ્ર ઘટાડો, મજબૂત ડૉલર, વૈશ્વિક મંદીની આશંકા અને સારા આગામી પાકની સંભાવનાને કારણે ભાવમાં ઘટાડો થવાનું વલણ છે. આગામી મહિનાઓ દરમિયાન પણ કિંમતો પર દબાણ થવાની સંભાવના છે.

સત્સંગી કહે છે કે અમે જૂનની શરૂઆતમાં એક અંદાજ બહાર પાડ્યો હતો કે કપાસના ભાવ ઘટીને રૂ. 41,800-40,000 થઈ શકે છે. તેમાં સુધારો કરીને અમે આ વર્ષના અંત સુધીમાં 30 હજાર રૂપિયાથી નીચે રહેવાનો અંદાજ જાહેર કર્યો છે. ભારતમાં કપાસના ભાવ રૂ. 50,330 પ્રતિ ગાંસડીના રેકોર્ડ ઉચ્ચ સ્તરેથી લગભગ 18 ટકા જેટલા ઘટ્યા છે. તેમનું કહેવું છે કે મે 2022ની શરૂઆત સુધીમાં કપાસમાં અઢી વર્ષની તેજી પૂરી થઈ ગઈ હતી અને બે મહિનાથી પણ ઓછા સમયમાં વિદેશી બજારમાં કપાસના ભાવ છેલ્લા સાડા અગિયાર વર્ષ 155.95 સેન્ટ પ્રતિ પાઉન્ડના વિક્રમી ઊંચાઈથી 37 ટકાથી વધુ તૂટી ગયું છે.

ભાવમાં ઘટાડો થવાનું કારણ

તરુણના જણાવ્યા મુજબ ઊંચા ભાવ અને પુરવઠાના અભાવે કપાસની માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે તાજેતરમાં કપાસના ભાવમાં થયેલા ઘટાડાને યુએસ અને વૈશ્વિક શેરબજારોમાં થયેલા નુકસાન સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. અમેરિકી અર્થતંત્રની દિશા અંગે ચિંતા વધી રહી છે અને જેની અસર કોમોડિટી માર્કેટ પર પણ પડી રહી છે. આ સિવાય કપાસમાં નબળાઈ માટે ચીનમાં લોકડાઉનને પણ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ચીન કપાસનો સૌથી મોટો આયાતકાર

ચીન વિશ્વમાં કપાસનો સૌથી મોટો આયાતકાર છે અને વૈશ્વિક આયાતમાં 21 ટકા હિસ્સો ધરાવે છે. તેમનું કહેવું છે કે જો વૈશ્વિક સ્તરે મંદીનો ભય વધુ ઘેરો બનશે તો યુએસ ડોલરમાં તીવ્ર ઉછાળાનું જોખમ વધી જશે, કારણ કે આવી સ્થિતિમાં વધુને વધુ ભંડોળ ડોલર જેવા સુરક્ષિત રોકાણ તરફ વળશે.

કપાસની નિકાસ ઘટી

2021-22ના પાક વર્ષમાં મે 2022 સુધીમાં ભારતમાંથી આશરે 3.7-3.8 મિલિયન ગાંસડી કપાસની નિકાસ કરવામાં આવી છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 5.8 મિલિયન ગાંસડી હતી. કપાસના ઊંચા ભાવે નિકાસને આર્થિક રીતે અવ્યવહારુ બનાવી દીધી છે. તરુણ સત્સંગી કહે છે કે આ વર્ષે ભારતની કપાસની નિકાસ 2020-21માં 7.5 મિલિયન ગાંસડીની સરખામણીએ 4.0-4.2 મિલિયન ગાંસડી સુધી મર્યાદિત રહી શકે છે.

Next Article