આ વખતે કપાસની ખેતી પર વધુ ધ્યાન આપી રહ્યા છે ખેડૂતો, વરસાદનું આગમન થતાં જ વાવણીના કામમાં આવી તેજી

હજુ સુધી કેટલાક જિલ્લાઓમાં વાવણીનું કામ શરૂ થયું નથી. જો કે વરસાદ પડી રહ્યો છે, પરંતુ તે વાવણી માટે પૂરતો નથી, તેથી ખેડૂતો (Farmers) હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

આ વખતે કપાસની ખેતી પર વધુ ધ્યાન આપી રહ્યા છે ખેડૂતો, વરસાદનું આગમન થતાં જ વાવણીના કામમાં આવી તેજી
Cotton Farming
Image Credit source: TV9 Digital
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Jun 26, 2022 | 2:40 PM

ઉત્તર મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ પડી રહ્યો છે. સિઝનની શરૂઆતથી જ ખેડૂતો આ પ્રદેશમાં વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે ઓછામાં ઓછા જૂનના છેલ્લા સપ્તાહમાં જિલ્લામાં સારો વરસાદ શરૂ થયો છે, ત્યારબાદ ખેડૂતોએ કપાસ(Cotton Crop)નું વાવેતર પણ કર્યું છે. અત્યાર સુધી અપૂરતા વરસાદ(Rain)ને કારણે ખરીફની વાવણીમાં વિલંબ થતો હતો, જેના કારણે ખેડૂતો પરેશાન હતા. હજુ સુધી કેટલાક જિલ્લાઓમાં વાવણીનું કામ શરૂ થયું નથી. જો કે વરસાદ પડી રહ્યો છે, પરંતુ તે વાવણી માટે પૂરતો નથી, તેથી ખેડૂતો(Farmers)હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

ખેડૂતો હવે સોયાબીન અને કપાસની ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ડાંગરની વાવણીમાં વિલંબ થયો છે અને જો ખેડૂતો હજુ પણ ડાંગરની વાવણી કરશે તો તેમને ધાર્યું ઉત્પાદન મળશે નહીં. આ કારણોસર ખેડૂતોએ યોગ્ય આયોજન કરીને ખરીફમાં વાવણી કરવી પડશે. હાલ જલગાંવમાં સારો વરસાદ શરૂ થતાં ખેડૂતો ખુશ છે. જલગાંવનો ખાનદેશ પ્રદેશ કપાસનો સૌથી મોટો ઉત્પાદક છે.

કપાસની વાવણી શરૂ

આ વર્ષે ખેડૂતો વિક્રમી ઉત્પાદનની તૈયારી કરી રહ્યા છે, પરંતુ વરસાદમાં વિલંબને કારણે જે ખેડૂતોએ વાવણી કરી છે તેઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે વરસાદ શરૂ થયો છે. તેથી તેઓએ ફરીથી વાવણી કરવી પડશે. જલગાંવ જિલ્લામાં સારો વરસાદ ધરાવતા વિસ્તારમાં કપાસનું વાવેતર શરૂ થયું છે. ખરીફમાં કપાસ પ્રથમ પસંદગી છે. આ વખતે સારા ભાવને કારણે ખેડૂતોને વધુ વિસ્તારમાં કપાસની ખેતી કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. તેઓને આશા છે કે તેઓને ભવિષ્યમાં પણ સારા ભાવ મળશે.

જલગાંવ જિલ્લાના મુક્તાઈનગરમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. આનાથી અટકેલી વાવણી અને ખેડાણની ગતિવિધિઓને વેગ મળ્યો છે. મુક્તાનગર અને ખાનદેશમાં કપાસનો વિસ્તાર વધુ છે. જો કે આ વખતે વરસાદમાં વિલંબથી ખરીફ સિઝન પર અસર પડી છે, પરંતુ હવે સમગ્ર રાજ્યમાં વરસાદ શરૂ થતાં વાવણીની કામગીરીએ વેગ પકડ્યો છે. ખેડૂતોને એવી આશા છે કે હજુ થોડા દિવસો સુધી વરસાદ ચાલુ રહેશે.

ખેડાણનું કામ થઈ ચૂક્યુ છે પૂર્ણ

રવિ સિઝનના અંત અને ખરીફ સિઝનની શરૂઆત વચ્ચે ખેડૂતો માટે સારો સમય હોય છે. આ દરમિયાન તેઓ વાવણી પહેલાની તૈયારીઓ કરે છે. ચોમાસા પહેલાના વરસાદથી ખેતરમાં ખેડાણ શરૂ થાય છે. પ્રથમ ખેડાણ પછી નીંદણ નીકળે છે અને ભારે ગરમીમાં સુકાઈ જાય છે. દરમિયાન, ખેડૂતો બીજુ ખેડાણ કરે છે અને ખેતર સાફ થઈ જાય છે. આ વખતે ખેડાણ કર્યા બાદ વાવણી માટે વરસાદના કારણે ખેડૂતોને લાંબો સમય રાહ જોવી પડી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati