ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી મોબાઈલ એપ, સરળતાથી મળશે હવામાન, પશુપાલન અને કૃષિ સંબંધિત માહિતી

|

Feb 22, 2022 | 5:50 PM

આ એપનો ઉદ્દેશ ખેડૂતોને સ્થાનિક ભાષાઓમાં સ્થળ, પાક અને પશુધન સહિત હવામાન આધારિત કૃષિ સલાહ આપવાનો છે. આ એપ પરની માહિતી સપ્તાહમાં બે વખત એટલે કે મંગળવાર અને શુક્રવારે અપડેટ કરવામાં આવે છે.

ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી મોબાઈલ એપ, સરળતાથી મળશે હવામાન, પશુપાલન અને કૃષિ સંબંધિત માહિતી
Meghdoot App

Follow us on

બદલાતી દુનિયા સાથે ખેડૂતો (Farmers) પણ બદલાઇ રહ્યા છે. તેઓ પણ હવે ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોનના (Smart Phone) ઉપયોગથી વધુ સારી રીતે પોતાનું કૃષિ કાર્ય કરી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગયા વર્ષે એક એપ લોન્ચ કરી હતી. આ એપ પર હવામાનથી પાક સુધીની માહિતી સરળ અને સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ છે, જે કૃષિ કાર્યમાં મદદરૂપ છે. આ એપનું નામ મેઘદૂત છે. મેઘદૂત મોબાઈલ એપ ભારતના હવામાન વિભાગ, ભારતીય ઉષ્ણ કટિબંધીય હવામાન સંસ્થા અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવી છે. આ એપનો ઉદ્દેશ ખેડૂતોને સ્થાનિક ભાષાઓમાં સ્થળ, પાક અને પશુધન સહિત હવામાન આધારિત કૃષિ સલાહ આપવાનો છે. આ એપ પરની માહિતી સપ્તાહમાં બે વખત એટલે કે મંગળવાર અને શુક્રવારે અપડેટ કરવામાં આવે છે.

હવામાન, પાક અને પશુ સંભાળ સંબંધિત માહિતી મેળવો

મેઘદૂત એપ તાપમાન, વરસાદ, ભેજ અને પવનની ગતિની દિશા સાથે સંબંધિત આગાહી પૂરી પાડે છે. આ એપ વિવિધ પાકોમાં કૃષિ કામગીરીની માહિતીથી લઈને પશુઓની સંભાળ લેવા સુધીની તમામ પ્રકારની સલાહ આપે છે. મેઘદૂત એપ પર ફોટો, નકશા અને ચિત્રોના રૂપમાં માહિતી આપવામાં આવી છે.

આ એપ ખેડૂતોને કૃષિ સલાહને વોટ્સએપ અને ફેસબુક દ્વારા શેર કરવામાં મદદ કરે છે. મેઘદૂત એપ શરૂઆતમાં દેશના 150 જિલ્લાઓમાં સેવા આપતી હતી, પરંતુ હવે તેને દેશના બાકીના વિસ્તારોમાં હવામાનની માહિતી આપવા માટે વિસ્તૃત કરવામાં આવી છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

માહિતી સરળ ભાષામાં આપવામાં આવે છે

આ એપ ગયા વર્ષે જુલાઇ મહિનામાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. મેઘદૂત એપ પર, ખેતીને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે આગાહી જાહેર કરવામાં આવે છે. રાજ્યો અને જિલ્લાઓમાં સ્થિત હવામાન કચેરીઓમાંથી પ્રાપ્ત ડેટા આ એપમાં આપવામાં આવે છે.

આ એપ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે

લોન્ચ સમયે અધિકારીઓએ કહ્યું હતું કે તે ખેડૂતોને સહજ અને સરળ ભાષામાં માહિતી આપે છે. તેમાં મુશ્કેલ અને તકનીકી શબ્દોનો ઉપયોગ થતો નથી. આ એપને એ ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે કે ખેડૂતો સરળતાથી હવામાન સંબંધિત માહિતી મેળવી શકે. મેઘદૂત એપ છેલ્લા 10 દિવસની હવામાન ગતિવિધિ અને આગામી 7 દિવસ માટે હવામાનની આગાહી પૂરી પાડે છે.

આ પણ વાંચો : દેશના 94 લાખ ખેડૂતોએ MSP પર ડાંગરનું વેચાણ કર્યું, ખેડૂતોને રેકોર્ડ 1,36,351 કરોડ રૂપિયા ચૂકવાયા

આ પણ વાંચો : PM Kisan Yojana: આ તારીખે આવી શકે છે 11 મો હપ્તો, પરંતુ એ પહેલા જાણી લો આ મહત્વપૂર્ણ 2 ફેરફાર

Next Article