5G નેટવર્કથી બદલી જશે ખેતી, ખેડૂતો માટે ખુલશે પ્રગતિના દ્વાર, ડ્રોનના ઉપયોગનો વધશે વ્યાપ

|

Oct 01, 2022 | 2:57 PM

એવું માનવામાં આવે છે કે દેશમાં 5G નેટવર્કની રજૂઆત સાથે, ઘણા ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન આવશે. 5G નેટવર્કથી પ્રભાવિત ક્ષેત્રોમાં કૃષિ ક્ષેત્ર (Agriculture)નો પણ સમાવેશ થાય છે. 5G નેટવર્કની જે પ્રકારની વિશેષતાઓ છે, તેનાથી કૃષિ ક્ષેત્રમાં મોટો ફેરફાર થવાની અપેક્ષા છે.

5G નેટવર્કથી બદલી જશે ખેતી, ખેડૂતો માટે ખુલશે પ્રગતિના દ્વાર, ડ્રોનના ઉપયોગનો વધશે વ્યાપ
Farming will change with 5G network
Image Credit source: File Photo

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ શનિવારે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC 2022)નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ દેશમાં 5જી નેટવર્ક સેવા (5G Services) શરૂ કરી છે. જેને દેશ માટે ક્રાંતિકારી પરિવર્તન માનવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે દેશમાં 5G નેટવર્કની રજૂઆત સાથે, ઘણા ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન આવશે. 5G નેટવર્કથી પ્રભાવિત ક્ષેત્રોમાં કૃષિ ક્ષેત્ર (Agriculture)નો પણ સમાવેશ થાય છે. 5G નેટવર્કની જે પ્રકારની વિશેષતાઓ છે, તેનાથી કૃષિ ક્ષેત્રમાં મોટો ફેરફાર થવાની અપેક્ષા છે.

ઉદાહરણ તરીકે, માનવ સભ્યતાનો સૌથી જૂનો વ્યવસાય, જે ઘણા કારણોસર પછાત હતો, તે 5G નેટવર્ક પછી સ્માર્ટ બનવા તરફ આગળ વધશે. ત્યારે 5G નેટવર્ક ખેડૂતો માટે પ્રગતિના દરવાજા પણ ખોલશે. 5G નેટવર્ક કૃષિ પર કેવી અસર કરશે અને તેનાથી ખેડૂતોને કેવી રીતે ફાયદો થશે તે અંગે જાણીએ આ અહેવાલમાં.

ખેતીમાં ડ્રોનના ઉપયોગનો વ્યાપ વધશે

ડ્રોન ટેક્નોલોજી દેશ અને દુનિયામાં બેશક નવી છે. દરમિયાન, ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં પણ ડ્રોન ટેક્નોલોજી અપનાવવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હાલમાં જંતુનાશક દવાઓ અને ખાતરના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, 5G નેટવર્કના આગમન પછી, કૃષિ ક્ષેત્રે ડ્રોનનો વ્યાપ વધશે. એક તરફ, 5G નેટવર્ક જંતુનાશકો અને ખાતરોના છંટકાવમાં ચોકસાઈ લાવશે. તેથી ઈન્ટરનેટ સ્પીડ વધવાની સાથે મેપિંગ પણ સચોટ થશે. આ સાથે ખેતરોની લાઈવ દેખરેખ માટે પણ ડ્રોનનો ઉપયોગ કરી શકાશે. જેના દ્વારા અમૂલ્ય માનવ શ્રમનો બચાવ થશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

પાક અંદાજના ડેટામાં ચોકસાઈ

ભારત ઘઉં અને ચોખાનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, જે વિશ્વના મુખ્ય ખાદ્ય પદાર્થો છે. તેથી ભારત વિશ્વના ઘણા દેશોને અનાજ સપ્લાય કરે છે. વિશ્વના દેશોમાં અનાજનો પુરવઠો પાકની વાવણી સાથે શરૂ થાય છે. જે અંતર્ગત વાવણી અને ઉત્પાદનના અંદાજના આધારે અનાજના બજાર માટે તૈયારીઓ કરવામાં આવે છે.

અત્યાર સુધી, અંદાજ માટે ઉપયોગમાં લેવાતી તકનીકના આધારે મેળવેલા ડેટામાં સમસ્યાઓ થાય છે. ત્યારે 5G નેટવર્કના આગમન સાથે, આ અંદાજોમાં ચોકસાઈ આવશે. જેના કારણે દેશના અનાજને યોગ્ય સમયે બજાર મળી શકશે અને ખેડૂતોને સારા ભાવ મળશે.

ખેડૂતોને માર્કેટ સુધી સરળતાથી થશે પહોંચ

કૃષિ વ્યવસાયમાં રોકાયેલા ખેડૂતો જ્યારે તેમના પાકને સારા ભાવ મળે છે ત્યારે તેઓ વૃદ્ધિ કરે છે. આ માટે ખેડૂતોએ તેમના પાકને ખેતરમાંથી મંડીઓમાં લઈ જવો પડે છે. ઉદાહરણ તરીકે, હાલમાં મંડીમાં ચોક્કસ વેપારીઓની ઈજારો અને વધઘટ ખેડૂતોને અસર કરે છે. જેના કારણે ખેડૂતોને પણ નુકશાની વેઠવી પડે છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ઈ-નામ પોર્ટલ શરૂ કર્યું છે.

પરંતુ, ઘણા ખેડૂતો માટે, આ ડિજિટલ બજાર હજુ પણ દૂર છે. 5G નેટવર્કની રજૂઆત સાથે, ખેડૂતો તેમના પોતાના ખેતરમાંથી તેમના પાકને વધુ સારી ઝડપે વેચી શકશે. ત્યારે E-NAM પોર્ટલ પર ખેડૂતો વધુ સારી ઝડપે પાકની ગુણવત્તાના આધારે તેમના પાકની કિંમત નક્કી કરી શકશે.

હવામાનની ચોક્કસ માહિતી સમયસર ઉપલબ્ધ થશે

ખેતી એ હવામાન આધારિત વ્યવસાય છે. ઉદાહરણ તરીકે, હવામાનની આગાહી કૃષિની સ્થિતિ નક્કી કરે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ ચોમાસું છે. જેની સચોટ આગાહી ખરીફ સિઝનના પાકોનું ઉત્પાદન નક્કી કરે છે. 5G નેટવર્ક હવામાનની આગાહીમાં પણ ચોકસાઈ લાવવાની અપેક્ષા છે. તો સાથે સાથે 5G નેટવર્ક દ્વારા ખેડૂતો હવામાનની માહિતી યોગ્ય અને સચોટ સમયે મેળવી શકશે. જેના કારણે હવામાનને કારણે તેમનું નુકસાન ઓછું થશે.

Next Article