AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: ખેતરમાં જંતુનાશક અને ખાતરનો છંટકાવ કરવો સરળ બન્યો, ખેડૂતના એન્જિનિયર પુત્રએ બનાવ્યું સ્પ્રે મશીન

યોગેશ ગાવંડે એક ખેડૂત (Farmer) પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે પાકમાં જંતુનાશક દવાનો (Pesticide) છંટકાવ કરવા આવતા ખેડૂતોની મુશ્કેલી જોઈ હતી. તેથી જ એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ કરતી વખતે તેમણે એવું સ્પ્રે મશીન બનાવ્યું કે જેનાથી ખેડૂતોનું જીવન સરળ બની ગયું.

Success Story: ખેતરમાં જંતુનાશક અને ખાતરનો છંટકાવ કરવો સરળ બન્યો, ખેડૂતના એન્જિનિયર પુત્રએ બનાવ્યું સ્પ્રે મશીન
Pesticide Spray Machine
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 8:39 PM
Share

મહારાષ્ટ્રના ઔરંગાબાદના રહેવાસી યોગેશ ગાવંડે એક ખેડૂત (Farmer) પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે પાકમાં જંતુનાશક દવાનો (Pesticide) છંટકાવ કરવા આવતા ખેડૂતોની મુશ્કેલી જોઈ હતી. તેથી જ એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ કરતી વખતે તેમણે એવું સ્પ્રે મશીન બનાવ્યું કે જેનાથી ખેડૂતોનું જીવન સરળ બની ગયું. તેને હાથથી ચલાવવાની જરૂર નથી. એટલું જ નહીં ઓછા સમયમાં વધુ ખેતરમાં છંટકાવ કરી શકાય છે. ગવાંડેએ છેલ્લા ચાર વર્ષમાં દેશના 15 રાજ્યોમાં ખેડૂતોને 400થી વધુ મશીનો વેચ્યા છે. હવે તેની માગ વધી રહી છે. આ મશીનથી ખેડૂતોનો સમય બચી રહ્યો છે અને ઝેરનું જોખમ પણ નથી. TV9 ડિજિટલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે ખેતી માટે વધુ મશીનો પર કામ કરવાની જરૂર છે.

ગાવંડેએ જણાવ્યું કે મશીનમાંથી સ્પ્રે બંને પૈડાં અને સાંકળની મદદથી કરવામાં આવે છે. આ સ્પ્રે મશીનનું નામ નીઓ સ્પ્રે પંપ છે. એક જ સમયે પાકની ચાર હરોળમાં છંટકાવ કરી શકાય છે. ખેતીમાં જરૂરી દરેક વસ્તુ ઉપલબ્ધ છે. પરંતુ તેનો સદુપયોગ કેવી રીતે કરવો તે વિચાર અને મહેનતની જરૂર છે. સમય જતાં, કૃષિ ક્ષેત્રમાં યાંત્રિકીકરણમાં વધારો થયો છે. આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાનું રોકાણ કરી રહી છે, જેથી ખેડૂતોનું જીવન સરળ બને.

કોલેજ પ્રોજેક્ટ માટે સ્પ્રે પંપ તૈયાર કરવામાં આવ્યો હતો

મરાઠવાડા પ્રદેશમાં એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા ખેડૂતના પુત્ર દ્વારા વિકસિત ઓટોમેટિક સ્પ્રેઇંગ મશીનની મહારાષ્ટ્રના કૃષિ જગતમાં ચર્ચા છે. ઔરંગાબાદ જિલ્લાના ચિત્તેપિમ્પલ ગામના યોગેશ ગાવંડેએ આ ઉપકરણ તૈયાર કર્યું છે. જેના કારણે છંટકાવનું કામ સરળ બન્યું છે. ખેડૂતોની સમસ્યાના ઉકેલને ધ્યાનમાં રાખીને તેમણે કોલેજના પ્રોજેક્ટ માટે નીઓ સ્પ્રે પંપ બનાવ્યો.

એક વિચાર જે વ્યવસાય બની ગયો

આ મશીનની કિંમત માત્ર 3,800 રૂપિયા છે. ઓટોમેટિક સ્પ્રેઇંગ મશીનના સફળ ઉપયોગ પછી, તેમણે આ પાઇલોટ પ્રોજેક્ટને ઉદ્યોગમાં ફેરવવાનું નક્કી કર્યું. ચીખલથાણા ખાતે શેડ બનાવ્યો અને 4 વર્ષમાં 400 ઓટોમેટીક સ્પ્રેઇંગ મશીન બનાવ્યા. આ પ્રોજેક્ટનો બિઝનેસ લગભગ 20 લાખ રૂપિયાનો હતો. યોગેશે એક કંપનીમાં માર્કેટિંગ કર્યું છે.

આ પણ વાંચો : દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રોપ્સ ઇન ધ એરા ઓફ ક્લાઇમેટ ચેન્જ વિષય પર તાલીમનો શુભારંભ થયો

આ પણ વાંચો : Business idea for villagers: બેરોજગારીથી છો પરેશાન? અપનાવો આ કૃષિ વ્યવસાય થશે લાખોમાં કમાણી

આ પણ વાંચો : Wheat Farming: ઘઉંના પાકમાં નુકસાન કરી શકે છે આ રોગ, ખેડૂતો આ ઉપાયથી અટકાવી શકે છે રોગનો ઉપદ્રવ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">