નવી સાડી ન ખરીદવા પર ગુસ્સે થઈ પત્ની, ગુસ્સામાં પતિએ આ રીતે કરી નાખી હત્યા, જાણો સમગ્ર મામલો

|

Nov 10, 2021 | 5:51 PM

છઠ પૂજા માટે સાડી ખરીદવાનું કહેતા પતિએ પત્નીની હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે.

નવી સાડી ન ખરીદવા પર ગુસ્સે થઈ પત્ની, ગુસ્સામાં પતિએ આ રીતે કરી નાખી હત્યા, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં, છઠ પૂજા માટે સાડી ખરીદવાનું કહેતા પતિએ પત્નીની હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. આરોપી પતિએ સેનામાંથી નિવૃત્ત પિતાની લાઇસન્સવાળી બંદૂકથી પત્નીને ગોળી મારી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

વાસ્તવમાં આ ઘટના મંગળવારે સાંજે બની હતી. દેવરિયાના ભટની પોલીસ સ્ટેશન વિસ્તારના પ્યાસી ગામના રહેવાસી અર્જુન મિશ્રાની 27 વર્ષની પુત્રી અનુરાધા મિશ્રા ઉર્ફે અન્નુના લગ્ન ચાર વર્ષ પહેલા પૈના ગામના પુરબ પટ્ટીના રહેવાસી નરેન્દ્ર તિવારી સાથે થયા હતા. તેમની એક વર્ષની વિકલાંગ પુત્રી પણ છે. પોલીસના જણાવ્યા અનુસાર અનુરાધાનો તેના પતિ સાથે કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. કારણ કે તે 19 નવેમ્બરે યોજાનાર તેના ભાઈના તિલકોત્સવ માટે ખરીદી કરવાનું પણ કહી રહી હતી પરંતુ નરેન્દ્ર તેની વાત સાંભળી રહ્યો ન હતો.

પતિએ પોતાના માટે જ કપડાં ખરીદ્યા તો પત્ની ગુસ્સે થઈ

મંગળવારે જ્યારે નરેન્દ્રએ અનુરાધા માટે નહીં પણ પોતાના માટે કપડા ખરીદ્યા ત્યારે અનુરાધા ગુસ્સે થઈ ગઈ અને તેના પતિ સાથે મારપીટ કરવા લાગી. આ દરમિયાન તેણીએ તેના મામા સાથે વાત કરવા માટે તેના પતિનો મોબાઈલ માંગ્યો તો પતિએ તે આપ્યો ન હતો અને મોબાઈલ છુપાવી દીધો હતો. આ દરમિયાન નરેન્દ્ર ગુસ્સામાં આવી ગયો અને તેણે પિતા ગંગા સાગર તિવારીની બંદૂકથી અનુરાધાને ગોળી મારી દીધી. તે લોહીલુહાણ થઈને નીચે પડી ગઈ. થોડા સમય બાદ તેનું મોત થયું હતું.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગોળીનો અવાજ સાંભળીને ઘરના લોકો અને આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. પોલીસે જણાવ્યું કે, મેં રૂમમાં જોયું તો અનુરાધા લોહીના ખાબોચિયામાં પડેલી હતી. જે બાદ પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપી પતિની ઘરમાંથી ધરપકડ કરી હતી. પોલીસે ઘટનામાં વપરાયેલી બંદૂક પણ કબજે કરી લીધી છે. તે જ સમયે, એસપી ડૉ. શ્રીપતિ મિશ્રા, એએસપી ડૉ. રાજેશ સોનકર અને સીઓ દેવ આનંદ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની પૂછપરછ કરી.

 

આ પણ વાંચો: Assistant Professor Recruitment 2021: IIT મદ્રાસમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ માટે ભરતી, ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે સિલેક્શન

Next Article