West Bengal: હવે Mamta Banerjeeના મંત્રીના નામે થઈ ઠગાઇ, નકલી સહી કરી નોકરીમાં કરી અરજી, ફરિયાદ દાખલ

|

Jul 27, 2021 | 12:47 PM

રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (Mamta Banerjee)ની રાજ્ય મંત્રી સબિના યાસ્મિન (Sabina Yasmin) લેટર પેડનો ઉપયોગ કરીને નકલી નોકરીની અરજીઓનો કેસ સામે આવ્યો છે

West Bengal: હવે Mamta Banerjeeના મંત્રીના નામે થઈ ઠગાઇ, નકલી સહી કરી નોકરીમાં કરી અરજી, ફરિયાદ દાખલ
Sabina Yasmin's Fake signature case

Follow us on

West Bengal: પશ્ચિમ બંગાળમાં બનાવટી બનાવના મામલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. નકલી IAS દેબંજન દેબ (Fake IAS Debanjan Deb), નકલી કોરોના રસી કેમ્પ (Fake Vaccination camp) અને નકલી CBI અધિકારી (Fake CBI Officer) ની ધરપકડ પછી હવે, રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (Mamta Banerjee)ની રાજ્ય મંત્રી સબિના યાસ્મિન (Sabina Yasmin) લેટર પેડનો ઉપયોગ કરીને નકલી નોકરીની અરજીઓનો કેસ સામે આવ્યો છે. આ અંગે મંત્રીએ ખુદ માલદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રાજ્યના સિંચાઇ અને વિકાસ રાજ્ય મંત્રી સબિના યાસ્મિનના લેટર પેડનો ઉપયોગ માલદા (Malda) માં જાહેર આરોગ્ય તકનીકી વિભાગની નોકરી માટે કરવામાં આવ્યો છે. આ ઘટનાથી જિલ્લામાં ભારે ચર્ચાઓ જગાવી છે.

બંગાળમાં એક પછી એક સામે આવે છે બનાવટીના મામલાઓ
આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં બનાવટી અધિકારીઓ, બનાવટી વેક્સિન, બનાવટી દસ્તાવેજોના કેસો સામે આવી રહ્યા છે. હવે માલદામાં પ્રધાનની બનાવટી સહીઓ અને સરકારી કચેરીમાં નોકરી માટે તેમના લેટરહેડનો ઉપયોગ કરીને પત્રો મોકલવાની ઘટના સામે આવી છે. તેમની સહી કથિત રીતે બનાવટી હતી અને ધારાસભ્યના લેટરહેડનો ઉપયોગ કરીને એક યુવાનની નોકરીની ભલામણ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

નકલી સહી અને નકલી લેટરપેડનો કર્યો ઉપયોગ
મંત્રીના લેટર પેડનો ઉપયોગ કરીને લખ્યું છે કે ‘સુબ્રત ઘોષ, પિતા દિલીપ ઘોષ, થાણા કાલીયાચક, મારા ખાસ પરિચિત અને નજીકના મિત્ર છે. તે અલીનગર ગ્રામ પંચાયતનો રહેવાસી છે. તે એક બેરોજગાર અને ગરીબ પરિવારનો પુત્ર છે. હું તમારી ઑફિસમાં સિક્યુરિટી ગાર્ડ, ઑપરેટર અથવા કોઈપણ પ્લાન્ટના કામને ધ્યાનમાં લેવા વિનંતી કરું છું.’ લેટર પેડની નીચે સબિના યાસ્મિનની સહી અને સીલ છે. સબિના યાસ્મિને કહ્યું કે ‘તેણે આ પ્રકારનો કોઈ પત્ર આપ્યો નથી. કારણ કે આવા મામલાને પક્ષ દ્વારા ક્યારેય મંજૂરી આપવામાં આવતી નથી. સંભવત: તેની બનાવટી સહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ તપાસમાં જાણવા મળશે.

આ પણ વાંચો:  Vastu rules for home: ઘરમાં ચીજ-વસ્તુઓ સજાવતી વખતે રાખો આ ખાસ ધ્યાન, વાસ્તુ નિયમોનો હોય છે ખાસ પ્રભાવ

આ પણ વાંચો: RAJKOT :સૌરાષ્ટ્ર યુનિ. કથિત માટી કૌભાંડમાં તપાસ કમિટીના રિપોર્ટ પહેલાં જતીન સોનીનું રજીસ્ટ્રાર પદેથી રાજીનામું

Next Article