West Bengal: BSFએ બતાવી માનવતા, બાંગ્લાદેશની ગર્ભવતી મહિલાને પતિ સાથે BGBને સોંપી

|

Aug 16, 2021 | 9:45 PM

ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરીની ઘટનાઓ સતત ઘટી રહી છે. દક્ષિણ બંગાળ સરહદ અંતર્ગત બોર્ડર સિક્યુરિટી ફોર્સે ભારતીય સરહદમાં ગેરકાયદે પ્રવેશ કરતી વખતે સરહદ પર 4 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી.

West Bengal: BSFએ બતાવી માનવતા, બાંગ્લાદેશની ગર્ભવતી મહિલાને પતિ સાથે BGBને સોંપી
Photo: BSF handed over the arrested Bangladeshi woman to BGB.

Follow us on

ભારત-બાંગ્લાદેશ સરહદ (Indo-Bangladesh Border) પર ઘૂસણખોરીની ઘટનાઓ સતત ઘટી રહી છે. દક્ષિણ બંગાળ સરહદ અંતર્ગત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ ભારતીય સરહદમાં ગેરકાયદે પ્રવેશ કરતી વખતે સરહદ પર 4 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી, પરંતુ તેમાંથી એક ગર્ભવતી મહિલા હતી. બીએસએફએ તેને માનવતાના આધારે તેના પતિ સાથે બીજીબીને સોંપી (BGB) હતી.

બીએસએફ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બીએસએફના જવાનોએ બે પિતા-પુત્રી કમલ બિસ્વાસ અને 18 વર્ષની પુત્રી લિટુની સાથે અન્ય બે બાંગ્લાદેશી નાગરિકો ગણેશ રોય અને તેમની પત્ની અંજલી રોય (19)ની ધરપકડ કરી હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ, રામનગરની 08મી કોર્પ્સની બોર્ડર આઉટપોસ્ટ, ગુપ્તચર શાખાની માહિતીના આધારે વિશેષ સર્ચ ઓપરેશનમાં, કેળાના વાવેતરમાં છુપાયેલા ચાર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી.

સગર્ભા સ્ત્રીને BJBને સોંપી

ગણેશ રોયે જણાવ્યું કે, 20 વર્ષ પહેલા તેના પિતા આખા પરિવાર સાથે ભારત આવ્યા અને બાંગાવણમાં રહેવા લાગ્યા. તેનો પરિવાર 4 વર્ષ પહેલા બાંગ્લાદેશ પાછો ગયો હતો. નવેમ્બર 2020માં તે તેના પરિવારને મળવા માટે બાંગ્લાદેશ ગયો હતો અને આજે તેની ગર્ભવતી પત્ની અંજલી સાથે ભારત આવી રહ્યો હતો. તેણે સરહદ પાર કરવા માટે અજાણ્યા દલાલને 26.5 હજાર રૂપિયા આપ્યા હતા. ગણેશ રાય અને તેની સગર્ભા પત્નીને સદભાવના અને માનવતાના ધોરણે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશને સોંપવામાં આવી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

દીકરીની સારવાર માટે ગેરકાયદેસર માર્ગ અપનાવ્યો

કમલ બિસ્વાસે જણાવ્યું કે, તેમની પુત્રીને વાઈ આવવાની બીમારી છે. તે ચાર વર્ષ પહેલા તેની પુત્રીની સારવાર માટે વિઝા સાથે ભારત આવ્યો હતો અને કોરોનાને કારણે તેના વિઝા રિન્યુ ન થવાને કારણે તેણે ગેરકાયદેસર રીતે ભારત આવવાની યોજના બનાવી હતી. આ માટે તેણે અજાણ્યા બાંગ્લાદેશી દલાલને 11,000 રૂપિયા આપ્યા હતા.

ધરપકડ કરાયેલા પિતા-પુત્રીને આગળની કાનૂની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન હંસખાલીને સોંપવામાં આવ્યા હતા. 08મી કોર્પ્સના કમાન્ડિંગ ઓફિસર સંજય કુમાર સિંહે માહિતી આપી હતી કે ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરીને રોકવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ કડક પગલાં લઈ રહી છે, જેના કારણે આવા ગુનાઓમાં સામેલ વ્યક્તિઓને ભારે મુશ્કેલી પડી રહી છે. કેટલાક પકડાઈ રહ્યા છે તેમને કાયદા અનુસાર સજા થઈ રહી છે.

મહત્વનું છે કે, આ 3 અઠવાડિયા પહેલા પણ પશ્ચિમ બંગાળના બશીરહાટના બિથારી-હાકીમપુર ગ્રામ પંચાયતમાં ભારત-બાંગ્લાદેશ તરાલી સરહદ પર બીએસએફના (BSF) જવાનો દ્વારા 4 મહિલાઓ સહિત 9 બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર રીતે ભારતીય સીમામાં પ્રવેશતા ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: AIL Recruitment 2021: એર ઇન્ડિયામાં આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક પદ પર નોકરી મેળવવાની તક, આ રીતે અરજી કરો

આ પણ વાંચો: CRPF Recruitment 2021: CRPFમાં પેરામેડિકલ સ્ટાફની 2439 જગ્યાઓ માટે જાહેર થઈ ભરતી, જાણો સિલેક્શનની સમગ્ર પ્રક્રિયા

Next Article