VALSAD : વાપીમાં હનીટ્રેપની જાળમાં ફસાયો યુવક, એક આરોપી પોલીસના હાથે ઝડપાયો

|

Dec 13, 2021 | 6:42 PM

યુવક ૫ લાખ જેટલી રકમ ચૂકવી શકે તેમ ન હોવાથી આખરે તેણે પોલીસનું શરણ લીધું. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પોતે હનીટ્રેપનો શિકાર બન્યો છે એવી રજૂઆત કરી અને પોલીસ સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી.આથી વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ બી.જે.સરવૈયા અને તેમની ટીમે પણ યુવકની ફરિયાદ દાખલ કરી હતી.

VALSAD : વાપીમાં હનીટ્રેપની જાળમાં ફસાયો યુવક, એક આરોપી પોલીસના હાથે ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

જો આપે વોટ્સએપ, ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણી મહિલાઓ કે યુવતીઓ સાથે જો મિત્રતા કરી છે તો થઇ જજો સાવધાન. કારણ કે સોશિયલ મીડિયા પર અજાણી મહિલાઓ સાથે મિત્રતા કરવી ક્યારેક આપને ભારે પણ પડી શકે છે. વાપીમાં પણ એક યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી એક અજાણી મહિલા સાથે મિત્રતા કરવી ભારે પડી છે. મહિલા સાથે મિત્ર બન્યા બાદ વાપીનો એક યુવક હનીટ્રેપનો શિકાર બન્યો હતો.એક મહિલા અને એક પુરુષે આ યુવકને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પાંચ લાખની માંગ કરી હતી. જોકે ભોગ બનેલા યુવકએ પોલીસનું શરણ લેતા. વાપી પોલીસે હનીટ્રેપના મુખ્ય ષડયંત્રકારી એક આરોપીને દબોચી સળિયા પાછળ ધકેલી દીધો છે.

વાપીમાં છેલ્લા કેટલાક સમયથી હનીટ્રેપ કરતી એક ગેંગ સક્રિય થઈ છે. વોટ્સએપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ પર આ ગેંગની કેટલીક મહિલાઓ યુવકો અને જાણીતા લોકોને મિત્ર બનાવી અને પોતાની જાળમાં ફસાવે છે. સોશિયલ મીડિયા પર મિત્ર બનાવ્યા બાદ આ ગેંગ પોતાનું અસલી સ્વરૂપ બતાવે છે. અને હનીટ્રેપની જાળ બિછાવે છે. જેમાં ફસાતા યુવકો અને લોકો પાસેથી લાખો રૂપિયાની માંગ કરે છે. ત્યારે વાપીમાં પણ એક યુવકને એક અજાણી મહિલાએ વોટ્સએપ પર ..hi…. લખી મેસેજ કર્યો હતો. મેસેજ લખ્યા બાદ મહિલાએ ભૂલથી મેસેજ થયો હોવાનું જણાવી યુવક સાથે ફોન પર વાતચીત કરી હતી.

ત્યારબાદ રોંગ નંબરથી મેસેજ થયો હોવાનું જણાવી શરૂ થયેલી અજાણી મહિલા સાથેની મિત્રતા આગળ વધી અને બંને રોજ એકબીજા સાથે વાતચીત કરવાની શરૂ કરી. પોતાનું નામ સીમા જણાવી વલસાડના પાલી હિલ વિસ્તારમાં રહેતી હોવાની મહિલાએ યુવકને પરિચય આપ્યો હતો. વાતચીતના થોડા દિવસ બાદ સીમા નામની એ મહિલાએ યુવકને એકાંતની પળો માણવા વાપી હાઇવે પર આવેલી એક બિલ્ડિંગમાં બોલાવ્યો હતો. જ્યાં મળ્યા બાદ એકાંતની પળો અને રંગરેલિયા મનાવી બંને છૂટા પડ્યા હતા.અઠવાડિયા બાદ આ યુવકને વાપીમાં જ્વેલર્સ તરીકે કામ કરતાં લલિત સોની નામનો એક વ્યક્તિ યુવકને મળ્યો હતો અને યુવકે મહિલા સાથે માણેલી અંગત પળોનો વિડીયો યુવકને બતાવી અને તેના પરિવારજનોને આ વીડિયો મોકલી દેવાની ધમકી આપી હતી.સાથે જ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવાની ધમકી આપી પતાવટ માટે રૂપિયા પાંચ લાખની માંગ કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હનીટ્રેપનો ખેલ-એક આરોપી ઝડપાયો

યુવક ૫ લાખ જેટલી રકમ ચૂકવી શકે તેમ ન હોવાથી આખરે તેણે પોલીસનું શરણ લીધું. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પોતે હનીટ્રેપનો શિકાર બન્યો છે એવી રજૂઆત કરી અને પોલીસ સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી.આથી વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ બી.જે.સરવૈયા અને તેમની ટીમે પણ યુવકની ફરિયાદ દાખલ કરી હતી. અને ગણતરીના સમયમાં વાપીમાં જ્વેલર્સનું કામ કરતા લલિત સોની નામના વ્યક્તિની દબોચી લીધો હતો.લલિત સોની નામનો વ્યક્તિ અગાઉ પણ અનેક વખત વિવાદોમાં સપડાઈ ચૂક્યો છે.આરોપી લલિત સોની એ જ વાપીમાં સીમા તરીકે ઓળખ આપતી મહિલા સાથે મળી અને આ યુવકને હનીટ્રેપમાં ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું અને પતાવટ માટે રૂપિયા પાંચ લાખની માંગ કરી હતી.

વાપી ટાઉન પોલીસે અત્યારે હનીટ્રેપ મામલામાં મુખ્ય ષડયંત્રકારી લલિત સોની નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે યુવકને હનીટ્રેપમાં ફસાવનાર સીમા નામની મહિલા હજુ પણ પોલીસની પકડથી દૂર છે.આથી પોલીસે સીમા સુધી પહોંચવા તમામ દિશામાં તપાસ તેજ કરી છે. જોકે અત્યારે તો પોલીસની સામે આ ગેંગે આચરેલા એક ગુનાની હકીકત સામે આવી છે.પરંતુ આરોપી લલિત સોની અગાઉ પણ વાપીમાં હનીટ્રેપની ગેંગ ચલાવતી એક નામચીન મહિલા સાથે સંપર્કમાં હોવાનું બહાર આવી ચૂક્યું છે. ત્યારે વાપીમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ સાથે સારા ઘરના યુવકોને હનીટ્રેપમાં ફસાવતી ગેંગ ફરી વખત સક્રિય થઇ છે.આથી આ ગેંગે આવા કેટલા લોકોને પોતાની ટ્રેપ માં ફસાવ્યા છે ?? તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે આગામી સમયમાં આ ગેંગે આચરેલા અન્ય ગુનાઓ ના પણ પર્દાફાશ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Published On - 6:31 pm, Mon, 13 December 21

Next Article