Valsad : પત્નીએ પ્રેમાંધ બની પોતાના પ્રેમી સાથે મળી પતિનું કાળસ કાઢ્યું

|

Apr 14, 2021 | 7:22 PM

વલસાડના પારડીમાં એક પત્નીએ પ્રેમાંધ બની પોતાના પ્રેમી સાથે મળીને પતિનું ઠંડા કલેજે કાસળ કાઢી નાખ્યું

Valsad : પત્નીએ પ્રેમાંધ બની પોતાના પ્રેમી સાથે મળી પતિનું કાળસ કાઢ્યું
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Valsad : પતિ-પત્નીના સંબંધોને જન્મોજન્મના સંબંધ માનવામાં આવે છે. જોકે બદલાયેલ જમાનામાં પતિ અને પત્ની વચ્ચે જયારે પણ ‘વો’ (અન્ય વ્યક્તિ) ની એન્ટ્રી થાય છે ત્યારે સુખી સંસારમાં આગ લગતા વાર નથી લાગતી. જોકે કેટલીક ઘટનામાં અન્યના કારણે મોટા ગુન્હાઓ પણ થતાં જોવા મળી રહયા છે, ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડના પારડીમાં એક પત્નીએ પ્રેમાંધ બની પોતાના પ્રેમી સાથે મળીને પતિનું ઠંડા કલેજે કાસળ કાઢી નાખ્યું છે. ત્યાર ચાલો જાણીએ કોણ છે આ હત્યારી પત્ની ? કે જેણે પ્રેમમાં અંધ બની પોતાના જ સુખી સંસાર ને બરબાદ કરી નાખ્યો છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પારડી અને ઉદવાડા રેલવે સ્ટેશન વચ્ચે એક અઠવાડિયા અગાઉ રેલવે ટ્રેક પર ક્ષતવીક્ષત હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. પ્રથમ દૃષ્ટિએ મૃતકે કોઈ કારણસર આપઘાત કરી લીધો હોય તેવું લાગતું હતું. આથી પોલીસે મૃતદેહનો કબજો લઇ અને તપાસ હાથ ધરી હતી. ત્યારે ગણતરીના દિવસોમાં જ પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો અને પોલીસે મૃતક પ્રકાશની હત્યા કરનાર બે આરોપીઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે પોલીસના હાથે આરોપીઓ લાગતાં ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે મૃતકની હત્યા તેના કોઈ દુશ્મનએ નહીં, પરંતુ તેની જ પત્નીએ કરી હતી. પત્ની મનીષાએ પોતાના આડાસંબંધમાં પ્રેમમાં ખલેલ રૂપ બનતા પોતાનાજ પતિની પ્રેમી દર્શન સાથે મળીને હત્યા કરી હતી અને પતિ ની હત્યાને આપઘાતમાં ખપાવવાની માટે એક આ કાસળ રચ્યું હતું. પરંતુ પારડી પોલીસે મૃતક પ્રકાશની હત્યારી પત્ની મનીષા અને તેના પ્રેમી દર્શન ની ધરપકડ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સગીર દીકરીએ ખુલા પડ્યા માતાના કરતૂત
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રકાશ પટેલ અને તેની પત્ની મનીષા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આથી પોલીસને આશંકા જતાં પોલીસે તેની માતા અને પત્ની મનીષા સહિત એક કિશોર વયની પુત્રીને પણ પુછપરછ કરી હતી. પૂછપરછમાં મૃતકની પુત્રીના નિવેદનમાં તેની માતા એટલે કે મૃતકના પત્નીના કરતૂત બહાર આવ્યા હતા. આથી પોલીસે પત્નીની આગવી ઢબે પૂછપરછ કરતા પોપટની જેમ પત્નીએ ગુનો કબૂલી લીધો હતો. આ મામલામાં મૃતકની દીકરીએ હત્યાની ઘટના જોઈ હતી પણ આરોપી માતા અને તેના પ્રેમીએ આ દીકરી ને ચૂપ રહેવા ધમકી આપી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

Next Article