AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: ઓરડી ગામે પરણિતા પર દુષ્કર્મ, પોલીસે આરોપીની કરી ધરપકડ

Vadodara: ઓરડી ગામે પરણિતા પર દુષ્કર્મ, પોલીસે આરોપીની કરી ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 7:42 PM
Share

પરિણીતા ઘરમાં એકલી હોવાનો ગેરફાયદો ઉઠાવી આરોપી પરણિતાના ઘરમાં ઘૂસી જાય છે. આરોપી પરિણીતા સાથે બળજબરી કરે છે અને દુષ્કર્મ આચરે છે.

વડોદરા (Vadodara)ના ડભોઈ તાલુકાના ઓરડી ગામે (Oradi Village) પરણિતા પર દુષ્કર્મ (Rape) થયાની ફરિયાદ નોંધાઈ છે. એક પરણિત યુવકે પરણિતાની એકતલાતનો ગેરલાભ લઈ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. આ અંગે ફરિયાદ નોંધાતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર કેસમાં તપાસ શરૂ કરી છે.

ડભોઇ તાલુકાના ચાંદોદ પોલીસ સ્ટેશન (Chandod Police Station) હદ વિસ્તારના ઓરડી ગામની પરિણીતા સાથે બળજબરીપૂર્વક ગામના જ યુવાને દુષ્કર્મ આચરવાનાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઓરડી ગામે 26 જાન્યુઆરીએ સવારે એક ખેડૂત પરિવારનો વ્યક્તિ ખેતીકામ માટે ખેતરમાં જાય છે. તે જ સમયે પરિણીતા ઘરમાં એકલી હોવાનો ગેરફાયદો ઉઠાવી આરોપી પરણિતાના ઘરમાં ઘૂસી જાય છે. આરોપી પરિણીતા સાથે બળજબરી કરે છે અને દુષ્કર્મ આચરે છે.

પરિણીતાએ બુમાબુમ કરતા આસપાસના વ્યક્તિ ત્યાં આવી જાય છે. તે જોઇને આરોપી ત્યાંથી ફરાર થઇ જાય છે. બાદમાં પીડિતાએ તેના પતિને સમગ્ર ઘટના વિશે જાણ કરતા પીડિતા અને તેનો પતિ ચાંદોદ પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવે છે. મહિલાની ફરિયાદ આધારે ચાંદોદ પોલીસે આરોપી યુવાનને ઝડપી પાડી આઇપીસી 376, 448 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચો-

Ahmedabad: ગૃહ રાજ્ય પ્રધાન ધંધુકાના મૃતક કિશનના પરિવારજનોને મળી પાઠવી સાંત્વના, ઝડપી ન્યાય અપાવવાની આપી ખાતરી

આ પણ વાંચો-

Ahmedabad :અમેરિકા- કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલા કુટુંબના પરિજનોની ધારાસભ્ય અરવિંદ પટેલે મુલાકાત લીધી, સાંત્વના પાઠવી

Published on: Jan 28, 2022 07:42 PM
g clip-path="url(#clip0_868_265)">